કૌમાર્યતા; ઔદાર્યતા; સૌંદર્યતા; સ્વાતંત્ર્યતા

ભુલ થઈ; ગઈ !! ભુલ થઈ [હતી પણ હવે] ગઈ !!  [આજની બે વાનગી :]  

[1] આ વાક્યરચનાની નાનકડી ભુલ જુઓ :  ”હવે સાચવવા જેવું આપણી પાસે સ્વાસ્થ્ય સીવાયની કોઈ કીમતી સામગ્રી નથી.”

આ એક વાક્ય છે. એમાં એક વૃધ્ધ વ્યક્તી અન્ય ઘરડાને લખે છે કે આપણી પાસે આ ઉંમરે સાચવવા જેવું સ્વાસ્થ્ય જ છે, બીજું કાંઈ નહીં ! આ વાત કહેવામાં તેમનાથી ઉતાવળે નાની ભુલ થઈ ગઈ.

કાં તો એમણે આમ લખવું જોઈએ કે ” હવે સાચવવા જેવું આપણી પાસે સ્વાસ્થ્ય સીવાય કશું નથી.” અથવા
“હવે સ્વાસ્થ્ય સીવાયની આપણી પાસે સાચવવા જેવી કોઈ કીમતી સામગ્રી નથી.”
સૌ જોઈ શક્યાં હશો કે આ વાક્યમાં “સાચવવા જેવું” એ નાન્યતર જાતી દર્શાવે છે. જ્યારે “સીવાયની કોઈ સામગ્રી” એ નારી જાતીમાં છે. તેથી કાં તો નાન્યતર જાતી માટે “કશું કે કંઈ” ઉમેરીને “સામગ્રી”ને (નારીજાતી હોઈ) કાઢી નાખવી જોઈએ અથવા નારીજાતીની “સામગ્રી”ને રાખવી હોય તો નાન્યતર શબ્દ “જેવું”કાઢીને ત્યાં “જેવી” કરવું જોઈએ. આ રીતે ” હવે સાચવવા જેવી આપણી પાસે સ્વાસ્થ્ય સીવાયની કોઈ કીમતી સામગ્રી નથી”

છતાં છેલ્લે સુધારેલા વાક્યમાં પણ ગદ્યના સાધારણ ક્રમ મુજબનું લખાણ આ નથી. એ આડાઅવળું હોય તેમ લાગે છે.
આ રીતે લખી શકાય : ” હવે આપણી પાસે સાચવવા જેવી, સ્વાસ્થ્ય સીવાયની કોઈ સામગ્રી નથી.”

વાનગી :2  કૌમાર્યતા; ઔદાર્યતા; સૌંદર્યતા; સ્વાતંત્ર્યતા અંગે :

નામ પરથી વીશેષણ બનાવવાનું આપણને સૌને આવડે છે.

ઉદાર એ કોઈ વ્યક્તીના ગુણમાં વધારો કરે તેથી ઉદાર એ કોઈ વ્યક્તીનું વીશેષણ કહેવાય.

હવે આ વીશેષણ ‘ઉદાર’ પરથી નામો બનાવવાં હોય તો ઉદારનું ‘ઉદારતા’ અથવા ‘ઉદારપણું’ એ નામ બની શકે.

પરંતુ સંસ્કૃતમાંથી સીધા ઉતરી આવેલા વીશેષણ-શબ્દોનાં નામ બનાવવા હોય તો એક ત્રીજો રસ્તો પણ છે :
જેમકે ઉદારનું ઔદાર્ય; કુમારનું કૌમાર્ય; સુંદરનું સૌંદર્ય વગેરે.

આનો અર્થ એ છે કે મુળ સંસ્કૃત વીશેષણો હોય તો તેના નામો બનાવતી વખતે કુમારનું કુમારતા ન કરાય. અને કૌમાર્ય કર્યું હોય તો કૌમાર્યતા પણ ન કરાય. સુંદર શબ્દ સંસ્કૃત હોવા ઉપરાંત ગુજરાતી પણ બની ગયો હોઈ સુંદરનું સૌંદર્ય પણ થાય અને સુંદરતા પણ કરી શકાય. પણ સૌંદર્યનું સૌંદર્યતા તો ન જ કરાય. કારણ કે એને બે વાર પ્રત્યયો ન લગાડી શકાય ! ગુજરાતી વીશેષણ હોય તો “તા” લગાડીને નામ બનાવો અને જો સંસ્કૃત શબ્દ હોય તો “ઔ” પ્રત્યય લગાડો; પણ બંને પ્રત્યયો ક્યારેય ન લગાડાય. 

3 thoughts on “કૌમાર્યતા; ઔદાર્યતા; સૌંદર્યતા; સ્વાતંત્ર્યતા

 1. સરસ સમજુતી આપી..ગમ્યું. અવારનવાર અથવા નીયમીત રીતે આવું પીરસતા રહેશો તો સાચે જ આપણે કેવાં નીર્દોષ(!) છબરડા કરીએ છીએ તેનો ખ્યાલ આવશે.

  Like

 2. શુદ્ધીકરણના તમારા આ પહેલા લેખને ‘સુસ્વાગતમ્ ‘ !!!!
  આવું બહુ જ લખો અને અમને ખુબ ટપારો. આ માટલાં ફુટે તેવા નથી.પણ કદાચ ઘાટ ઘડાય તેવા ય નથી! પાકા ઘડા ખરાને!

  Like

 3. એવું જ ‘અગત્યતા, મહત્ત્વતા’ જેવા શબ્દો વીશે..એક બહુ મોટા ગજાના કવી નાટકકાર મીત્રને આ ઉદાહરણો સમજાવીને થાક્યો..તેમણે મહત્ત્વતા શબ્દ વાપરવાનો જ આગ્રહ રાખ્યો તેમની કૃતીમા ! છેવટે સર્જક કહે તે સો ટકા માની મારે તેમ જ લખવું પડ્યું..પણ તે બદલ મારો માસ્તર જીવ હજી કોચવાય છે..બીજા મીત્રો, આવા વધારે શબ્દો આપી આ યાદી, આ સ્થળે લાંબી કરી શકે..

  પછી આવી સામગ્રીનું સરસ સંકલન થઈ શકે..ધન્યવાદ.. એક એક મુદ્દો એક પછી એક એમ લેતા જજો..સમય મળ્યે, હું જોતો જઈશ..ઉ.મ..

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.