નગરની રેત શેં મળે ન મળે ?!

ગઝલકાર ‘આદિલ’જીને !      –જુગલકીશોર.
[શીખરીણી]

નદીની   રેતીમાં  નગર  રમતું   જોઈ,  તમને
જવાનું ના રુચ્યું; ભીની ભીની સુગંધો શ્વસનમાં
ભરી ઉંડી, જોઈ  લીધ નજર મીઠી  સ્વજનની,
ગ્રહી લીધું આંખે ઘર,ગલી,ભીંતો,બારી- સઘળું
વીચારી, કે સંધું ફરી કદી મળે કે નવ મળે !        5

તમે તો સંબંધો રડી રડી લીધા, એમ સમજી
મળેયે ના પાછા કબર થકીયે, આદિલ,  ખરે !
તમે તો આંખોમાં હમસફર થાવા  લઈ લીધા
ચહેરાઓ ! માથું કીધું વતનની ધુળથી  ભર્યું !        9

તમે ઉપાડ્યો જે પગ ધરતીથી આ વતનની,
અને મેલ્યો એને નવતર ભુમીમાં જઈ,  ભલે.
લીધું-દીધું જે કૈં  વતનનું  બધું  ચોગુણ   થયું !!        12

ભલે માનો માનો, ગયું બધુંય પાછું નવ મળે;
પરંતુ, જાણો ,’એ’ ગયું ન; રહ્યું,મ્હોર્યું,હર પળે ?!     14 

 

 

5 thoughts on “નગરની રેત શેં મળે ન મળે ?!

 1. આ પંક્ત્તીએ જુની યાદો તાજી કરી દીધી:

  તમે તો સંબંધો રડી રડી લીધા, એમ સમજી
  મળેયે ના પાછા કબર થકીયે, આદિલ, ખરે !

  પપ્પાનાં અંતીમ સમયે હું એમનાથી 15મીનીટ જ દુરના અંતરે હતો! નસીબે મને અમેરીકાથી વડોદરા ઉતરવાને બદલે અમદાવાદ ઉતરવાનું થયું અને પપ્પાને અંતીમ સમયે બે ઘડી જોઈ ના શક્યો.

  Like

 2. જુ કાકા,
  આપની આ સુંદર રચના , આપની પરવાનગી વગર શ્રી આદીલ સાહેબ ના બ્લોગ પર કોમેન્ટ માં પોસ્ટ કરી છે.

  શું કરું રહેવાયું જ નહીં……

  ગુસ્તાખી બદલ શ્રમા…..

  જય ગુર્જરી,

  ચેતન ફ્રેમવાલા

  Like

 3. તમે ઉપાડ્યો જે પગ ધરતીથી આ વતનની,
  અને મેલ્યો એને નવતર ભુમીમાં જઈ, ભલે.
  લીધું-દીધું જે કૈં વતનનું બધું ચોગુણ થયું !!

  ભલે માનો માનો, ગયું બધુંય પાછું નવ મળે;
  પરંતુ, જાણો ,’એ’ ગયું ન; રહ્યું,મ્હોર્યું,હર પળે ?!

  DEAR JUGALBHAI,

  YOU ARE GOOD IN POETRY AND GUJARATI.
  KEEP BRINGING TO GUJARATI TO SURFERS AND BLOGERS ON INTERNET.
  DO VISIT OUR BPA IN AMADAVAD.
  WHEN YOU VISIT BOSTON LET US KNOW!
  STAY CONNECTED.

  RAJENDRA
  http://www.bpaindia.org
  http://www.yogaeast.net
  http://tulsidal.wordpress.com/
  http://dhavalrajgeera.wordpress.com/

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.