લખાણમાં આવતાં પ્રત્યયો અને વીશેષણો અંગે.

                                   –જુગલકીશોર.

1]  પ્રિય ગુજરાતી ભાષા ના રસિકો, 

2]  હેતુ ધરાવી છી

3]  ભાષા ના દરેક ગઝલકાર ની કૃતિ ગુજરાતી સાહિત્ય ના પ્રેમી ને દુનિયા ના છેવાડા સુધી
===========================================

ઉપર ત્રણ વાક્યો [અલબત્ત, અધુરાં] મુક્યાં છે. એને ક્રમશ: જોઈએ :

1]  પ્રિય શબ્દ વીશેષણ છે અર્થાત્ એ શબ્દ કોઈ નામના ગુણમાં વધારો કરે છે. હવે આ વાક્ય તપાસશો તો સવાલ થશે કે એ વીશેષણ કયા નામને માટે છે ? સામાન્ય રીતે નામની પહેલાં વીશેષણ આવીને એ નામને શણગારે છે. જેમ કે લાલ ઘોડો, પીળું ફુલ વગેરે. આમાં ઘોડો અને ફુલ એ નામ છે અને લાલ અને પીળું એનાં વીશેષણો છે જે નામની તદ્દન આગળ આવે છે.

ઉપરના વાક્યમાં સ્પષ્ટ સમજાય છે કે પ્રિય શબ્દ એ રસિકોને માટે વપરાયો છે, ” પ્રિય રસિકો ” તરીકે. પણ વાંચતાં એમ લાગે છે જાણે તે શબ્દ ગુજ.ભાષા માટે ન વપરાયો હોય ?! તેથી આ વાક્ય આમ હોવું જોઈએ : “ગુજરાતીભાષાના પ્રિય રસિકો !”

હવે જો આપણે લખનારની ભુલ ન કાઢવી હોય અને એમાં સાધારણ ફેરફાર કરીને વીશેષણને એ જ જગ્યાએ રાખવું હોય તો આમ લખવું જોઈએ : “પ્રિય, ગુજભાષાના રસિકો !” એક અલ્પવીરામ મુકીને પણ ચલાવી શકાય.

2]  બીજા વાક્યમાં બે માત્ર ઉંધા મુક્યા છે. છીઍ અને ધરાવીઍ. આ બંને માત્ર (કાનો માતર કહીએ છે તેમાનો આ ‘માતર’ છે !) ઉલટા લખવાથી એનો ઉચ્ચાર પહોળો વંચાશે. મોટે ભાગે અંગ્રેજી શબ્દોના ગુજ.કરણમાં આવા ઉચ્ચારો આવે છે; જેમ કે bat બૅટ; cat કૅટ વગેરે. ગુજ.માં ઍંટ અને ઍંઠ શબ્દોમાં આવા પહોળા ઉચ્ચાર થાય તેથી એમાં માત્ર ઉંધો લખી શકાય. જોકે હવે એ ઉંધી માત્રાને વાપરવાનો ચાલ ઘટતો જાય છે.

3]  ત્રીજા વાક્યમાં ‘ને’ , નો, નું વગેરે પ્રત્યયોને અલગ બતાવાયા છે. ગુજરાતીમાં આ પ્રત્યયો ઉપરાંત ‘થી’ વગેરેને પણ શબ્દની સાથે જોડીને જ લખાય, અલગ નહીં. ભાષાના; ગઝલકારની; પ્રેમીને એ રીતે ના-ની-ને એ ત્રણે પ્રત્યયોને સાથે જ જોડેલા રાખવા જોઈએ. પ્રથમ વાક્ય ‘ગુજ.ભાષા ના’ માં પણ ‘ના’ જુદો લખાયો હોઈ તે ભુલ છે. [ હીન્દીમાં આ જ પ્રત્યયોને અલગથી લખવાનો રીવાજ છે.]

આજે આ પ્રત્યયો, ઉંધા માત્ર અને વીશેષણ પુરતી વાત કરી. ફરી ક્યારેક વધુ ચર્ચા કરીશું.
 

3 thoughts on “લખાણમાં આવતાં પ્રત્યયો અને વીશેષણો અંગે.

 1. ‘એ’ અને ‘ઓ’ માં પહોળા ઉચ્ચાર અંગ્રેજીમાંથી નહીં આવેલા શબ્દોમાં પણ થાય છે.
  દા.ત.
  ઓ – જોડ, તોડ ( સાંકડો ઉચ્ચાર) ……. બોડ( સીંહની), વોંકળો ( પહોળો ઉચ્ચાર)
  એ – મેળ, લેખ ( સાંકડો ઉચ્ચાર) …… બેસ,ઘેંશ ( પહોળો ઉચ્ચાર )

  છતાં પહોળા ઉચ્ચાર માટે ક્યાં આપણે જુદું લખીએ છીએ ?

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.