કેવાં રે અમે કેવાં !!

ગાંધીના વારસદારો !     –જુગલકીશોર.

[શીખરીણી]

‘તમોને  વીંધી ગૈ સનન’, અવ  આ  આમજનને
વીંધી ર્ હૈ છે બાપુ ! સતત વરસોથી,પજવતી
રહેતી, નીષ્ઠાનાં  શીથીલ  કરતી   પોત;  તમને
હણ્યા એનો ના ર્ હે  કંઈ વસવસો  એટલી હદે !

વછુટેલી  હીંસા  સનન,  ગણતી  જે   ત્રણ,   તમે
ભરી રાખી  હૈયે ! રુધીર  વહ્યું   તેને   પણ  અહો
ઝીલી લીધું  સાદા, શુચી વસન માંહી;  થયું હશે
તમોને  કે  હીંસા તણી   કશી   નીશાની  નવ  રહે
ભુમીમાં – જે  મોંઘું  ઉજવી રહી સ્વાતંત્ર્ય નવલું !

તમે તો  ઉચ્ચારી દઈ ફકત   ‘હે રામ !’,  ઉજવ્યું
અહીંસાનું મોંઘું  પરવ; પણ  આ   ખાસ જન    ના
શક્યું    ઝીલી  એને.  કળણ   બહુ   ઉંડાં   શબદનાં !

તમે  ઝીલ્યા  હૈયે   ક્ષણ ક્ષણ  પ્રહારો – ત્રણ  નહીં !
અમે એવાં એવાં,  નહીં ગમ  કશો,  કો’ ગણ   નહીં !

=====================

Advertisements

7 thoughts on “કેવાં રે અમે કેવાં !!

  1. સાબરમતીના આ સંતની કર્મભુમી પર રહીને તમે જે રચના કરી એ જ અનેરું તર્પણ છે. ગાંધીબાપુના બધાં વીચારો સાથે સંમત ના થઈએ, તો પણ તેમણે કરેલા કાર્યોને માપવા આપણે બહુ જ નાના પડીએ.

    Like

  2. બહુ જ સરસ શબ્દાંજલી.જો મારી સમજવામાં ભુલ ન થતી હોય તો
    ———
    કળણ બહુ ઉંડાં શબદનાં !

    તમે ઝીલ્યા હૈયે ક્ષણ ક્ષણ પ્રહારો – ત્રણ નહીં !
    અમે એવાં એવાં, નહીં ગમ કશો, કો’ ગણ નહીં !
    ————

    આ પંક્તીઓ વડે શબદની ગોળી અભીપ્રેત છે?

    Like

  3. વંદનીય જુગલકાકા,

    આ સાથે મેં તમારી આ સુંદર કૃતિઓ ને બંસીનાદ http://bansinaad.wordpress.com/2007/09/06/satya-upaasak/ પર ઉમેરી છે. ખરેખર, તમારાં બધાં જ લખાણોમાંથી ખુબ જ શીખવાનું મળી રહે છે. કંઈક જાણવાની તાલાવેલી થઈ આવે છે. રાત્રે ઘરે આવતી વખતે ટ્રેન સ્ટેશન નજીકના એક પુસ્તકોની દુકાનમાં જાઉ છું અને જ્યારે ગાંધીજી વિષયક પુસ્તકો નિહાળું છું ત્યારે મને ખાતરી થાય છે કે અહીં અમેરિકામાં પણ લોકો ગાંધીજીના જીવનમાં થી કશુક શીખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, અને ખાસ તો એ વાત કે આ સ્ટોરમાં આવતાં લોકો મોટે ભાગે અમેરિકનો જ હોય છે. ગાંધીજીના હસ્તાક્ષર સાથેનું એક પુસ્તક જોઈ અવર્ણનીય આનંદ અનુભવ્યો.

    જય

    Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.