ઉંડી ગહ્વરોનું મૌન.

મૌન. 

                                                                  –જુગલકીશોર.

કાજળકાળી રાતનું,
છરી લઈને ચોસલા પાડી શકાય એવું,
ઘટ્ટ અંધારું –
મૌન.

સુર્યનાં કીરણોય
ભેદી શકે નહીં જેને એવા,
સાતપાતાળી સાગરને તળીયે
ધરબાયું-કોશેટાયું –
મૌન.

સુર્યમાળાઓને
ગળી જવા મથતા
કોઈ બ્લેક હોલની
ઉંડી ગહ્વરોના
સામે છેડેય
સંભવતું –
મૌન.

નનામીમાં સુઈ ગયેલા
માનવીની ભીતર
સંતાઈને સચવાઈ ગયેલું –
‘મૌન’.

એને પામવાની
ઝંખનાય શમી જાય તે પછીનું –
(‘…..’) !

11 thoughts on “ઉંડી ગહ્વરોનું મૌન.

 1. છરી લઈને ચોસલા પાડવા જેવું મૌન! આ ઉપમા ઘણી જ નવી અને સચોટ લાગી.

  અને આ ‘બોલકું’ ‘મૌન’ જે રસ્તે લઈ જાય છે એની સાથે વહાવી દેતું કાવ્ય એકમીશ્ર થયું હોય એવું લાગે છે.

  કદાચ, આ પંક્તીઓમાં થોડો ફેરફાર થાય તો સત્યની વધુ નજીક લાગે?

  નનામીમાં સુઈ ગયેલા
  માનવીની ભીતર
  સંતાઈને સચવાઈ ગયેલું –
  ‘મૌન’.

  ફેરફાર:

  નનામીમાં સુઈ ગયેલા
  માનવીની ભીતર
  સંતાઈને “ઉડી” ગયેલું –
  ‘મૌન’.

  Like

 2. ખરેખર એ તો એવું સચવાઈ રહે છે કે એને ઉડાડી દેવાનું પાપ લાગે. હજારો સ્મૃતીઓ સંઘરીને મૌનમાં ઉતરી જવાનું એ બને છે. ઉડી જાય છે તે તો મૃત્યુ પામનારના પોઈંટ ઓફ વ્યુથી; રહેનારની દૃષ્ટીએ તો મૌન સચવાઈ જ રહે છે.

  Like

 3. આ મૌનને સમજી લેવું તે જ જીવનનો મર્મ છે. સુંદર રચના, જુગલભાઈ! શું નિઃશબ્દ થવું તે મૌન છે? મૌનને પામવા શબ્દોનો સહારો લેવો પડશે? સત્યને અશબ્દ રૂપે સ્વીકારવું કે પ્રગટાવવું પડશે?
  શું પામવું છે? શાની ઝંખના છે? ઝંખના શમી જશે પછી?

  હવે ઉત્તર આપણી પાસે જ છે. … હરીશ દવે અમદાવાદ

  Like

 4. સુરેશભાઈએ કહ્યું એમ મૌનના માધ્યમથી ચેટ કરવાનુંય હવે ગમશે.

  મૌનનો સાક્ષાત્કાર થાય પછી શબ્દની જરુર કદાચ ન રહે છતાં શબ્દ તો જીવવાનો જ. જીભ પણ સળવળે નહીં એવી રીતે આવતા વીચારોય શબ્દના વાઘા પહેરીને જ આવતા હોય છે. કાવ્યમાં વીચારથીય ઉપરની ભુમીકા હોય છે તે ભાવની હોય છે જ્યાં શબ્દો નથી હોતા.

  ભાવજગત અને વીચારજગત વચ્ચે જે ફેર છે તે જ ફેર કાવ્યને વીચારપ્રધાન કે ભાવપ્રધાનના ખાનાંઓમાં વહેંચે છે. વીચારનો બોજ ઘણીવાર કાવ્યનો નાજુક દેહ ઝીલી ન શકે. ઉર્મીકાવ્યના નાજુક દેહને ઝાકળનોય ભાર લાગે જો ઝાકળને વીચાર પ્રચારાવવાનું માધ્યમ બનાવીએ તો !

  મૌન તો વ્યાખ્યાન માટેનું પણ માધ્યમ બની શકતું હતું આ દેશની શીક્ષણપ્રણાલીમાં : ગુરોસ્તુ મૌનમ્ વ્યાખ્યાનમ્ જે શીષ્યને છીન્નસંશયા બનાવી શકે છે !!

  મૌન જ અક્ષ; મૌન જ ભક્ષ; મૌન જ કક્ષ ને મૌન જ લક્ષ્ય !

  Like

 5. નનામીમાં સુઈ ગયેલા
  માનવીની ભીતર
  સંતાઈને સચવાઈ ગયેલું –
  ‘મૌન’.

  ‘સચવાઈ ગયેલું’
  વ્યક્તિએ મોત વ્હાલું કરી
  મૌનની ગરિમા જાળવી ……!!

  એને -‘મૌન’ ને પામવાની
  ઝંખનાય શમી જાય તે પછીનું –
  (’…..’) ! ‘મૌન’

  વાહ્ કાકા ઘણું જ ગમ્યું !!

  Like

 6. હરીશ અંકલ, ખૂબ જ સરસ વાત કહી છે ….

  “મૌનને પામવા શબ્દોનો સહારો લેવો પડશે?
  સત્યને અશબ્દ રૂપે સ્વીકારી મૌન રહેવું પડશે?
  શું નિઃશબ્દ થવું તે મૌન છે?”

  ઉત્તર પરિસ્થિતિને આધીન છે પણ
  મૌન શું મૌન જ રહેશે ??!!!

  Like

 7. અરે, મીત્રો ! મૌન પરની ચર્ચા આટલી બધી ચાલી! બોલો આપણને ખરેખર મૌન ખપે છે ખરું?
  મારા જેવા અમેરીકામાં એકલતામાં જીવની વાત કરું તો, મૌન કદાચ શ્રેય હશે, પણ તે પ્રેય તો નથી જ. માણસ એક સામાજીક પ્રાણી છે. તેને માટે મૌન પથ્ય નથી લાગતું !

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.