બે મૃત્યુ-ગીતો.

                                

મરણપથારીએ

હાડપીંજરમાં  શ્વસે   છે જીંદગી;
નસનસોમાં શી લસે છે જીંદગી!

આટલાં વરસોનાં જે  સંભારણાં;
સાથમાં લઈને ખસે  છે જીંદગી.

દર્દને લાગુ પડે એવી  દવા શી?!
દર્દને   ખુદને   ડસે   છે  જીંદગી !

આજુબાજુ    વીંટળાઈ   જે  ઉભાં
લાગણી  સૌની   કસે  છે  જીંદગી.

ગામ,ફળીયું,ડેલી,  ને  આ ઓરડે
બાકી   સંબંધો  ઘસે   છે   જીંદગી.

સૌના વ્યવહારો કર્યા,ને સાચવ્યા;
ખુદનો આ છેલ્લો  રચે છે જીંદગી !

જીંદગી   વીતી   ભલે   ધીમે ધીમે;
મોતને   રસ્તે   ધસે   છે    જીંદગી !

===000===

હે મરણ !
હે મરણ !
જીંદગીને એક બસ તારું શરણ………હે મરણ.

જન્મ લીધો ત્યારથી એક જ દીશામાં
આજીવન   દોડ્યાં   કર્યું જીજીવીષામાં;
આખરે તારી કને રુક્યાં ચરણ !!……હે મરણ.

સુર્ય ઉગ્યો આથમે એ તો નકી,
આથમ્યાને ઉગવાની પણ વકી;
બે અંતીમોને સાંધનારું તું કરણ……..હે મરણ.

ખેતરો ખેડ્યાં, મબલક પાક લીધો;
‘ત્રણે ઋતુ’* નો મજાનો લાભ લીધો;
ખળાં ટાણે હાથ ના’વ્યો  એક કણ !…હે મરણ.

અંતહીન મુસાફરી ચાલ્યાં કરે,
સ્ટેશને   કોઈ  ચડે,  કો’   ઉતરે;
અધવચાળે રોકી દે તું એક ક્ષણ…….હે મરણ.

ક્યાં હશે ગંગોત્રી જીવનની,અહો !
કયા સાગરમાં જઈ   ઠરશે,  કહો-
ક્યાં સુધી વહેતું રહેશે આ ઝરણ?!….હે મરણ.

કેટલાં   વીત્યાં,  વીતશે   કેટલાં ?
આયખાં તો પાર ના’વે એટલાં!
ગણતરીને નડે તારું આવરણ !!……..હે મરણ.

———————————

* ત્રણ અવસ્થાઓ

8 thoughts on “બે મૃત્યુ-ગીતો.

 1. અંતહીન મુસાફરી ચાલ્યાં કરે,
  સ્ટેશને કોઈ ચડે, કો’ ઉતરે;
  અધવચાળે રોકી દે તું એક ક્ષણ…….હે મરણ.

  આ પંક્તી બહુ જ ગમી. લય પણ બહુ જ સરસ છે. શેખ આદમ આબુવાલાની ‘ હે, વ્યથા!’ યાદ આવી ગઈ.

  Like

 2. દર્દને લાગુ પડે એવી દવા શી?!
  દર્દને ખુદને ડસે છે જીંદગી !

  જીંદગી વીતી ભલે ધીમે ધીમે;
  મોતને રસ્તે ધસે છે જીંદગી !

  અંતહીન મુસાફરી ચાલ્યાં કરે,
  સ્ટેશને કોઈ ચડે, કો’ ઉતરે;
  અધવચાળે રોકી દે તું એક ક્ષણ…….હે મરણ.
  આ પંક્તીઓ દ્વારા જીંદગીની વાસ્તવીકતાનો સરસ પરીચય. સરસ અંજલી.

  Like

 3. સુર્ય ઉગ્યો આથમે એ તો નકી,
  આથમ્યાને ઉગવાની પણ વકી;

  જુગલભાઈ! ખૂબ સુંદર રીતે, સરળ શબ્દ-પ્રતીકથી શ્રીમદ ભગવદ ગીતાનો ગહન બોધ: “જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ..” તમે પ્રસ્તુત કર્યો! .. હરીશ દવે અમદાવાદ

  Like

 4. પિંગબેક: જિંદગી_વફા «
 5. દરેક ઉમ્મરને એનું આગવું આકર્ષણ હોય છે. દરેકનું લક્ષ્ય મૃત્યુ-પ્રીયતમાના આગોશમાં લપેટાવાનું છે જ, તો પછી એનો પણ બુલંદીથી આવકારો કરવો જ જોઈએ. એ બાબતો આ ગીતોમાં જોવા મળે છે.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.