વાર્ધક્યને ચેલેન્જ !!

દામનગર (અમરેલી)માં રહેતા મારા એક ગઢવી સ્નેહીએ એક દીવસ મને લખ્યું કે,
” મારી અને મારી કંપનીના સદસ્યો(વૃદ્ધો)ની સ્થીતી લગભગ નીચે પ્રમાણે છે —
અજાણ્યો ને અકિંચન છું;
વૃદ્ધત્ત્વે ઘેરાયો છું;
છુટ્યો છે સાથ ચક્ષુનો,
કર્ણોથી કંટાળ્યો છું;
છુટ્યું શરીર-સમતોલન
પરવશતાથી પિડાણો છું;
છતાં જીવન નથી ખૂટ્યું !
અધિક એથી મુંઝાણો છું. ”
આ કાવ્યનો જવાબ એ બધાંને સાગમટે પાઠવવા મેં મોકલેલી રચના જુના સંગ્રહમાંથી મળી આવતાં આજે રજુ કરું છું:

================================

મુંઝારો વળી શેનો ?!

                              —જુગલકીશોર.

વાર્ધક્યનો હોય નહીં મુંઝારો,
વૃદ્ધત્ત્વ તો આશીષ ઈશની ગણો.
આ ઈશ્વરી વીશ્વને માણવાની
સુદીર્ઘ દીધી તક આપ સૌને !

છુટે નહીં સાથ કદીય ચક્ષુનો;
બીડાય જો બાહ્ય, તુરંત ઉઘડે
આ ભીતરે આંતરચક્ષુ દીવ્ય,જે
દેખાડતાં વીશ્વ અનંત સામટાં !

ને કર્ણનો નાદ શી રીત છુટે ?
ઘોંઘાટ આ બંધ થતાં જ, સાંભળો
અણુ અણુ નાદ સદા ‘અનાહત’ !

સંતુલનો    જે   ડગતાં   શરીરી,
એની વ્યથા હોય શી આ વયે? છે
વીતાવ્યું જો જીવન ત્રાજવાં સમુ-
વાર્ધક્ય-કર્મ-સ્ખલનો ખરી જશે !

આ વીશ્વયે શું વશ ઈશને હશે ?
ક્યારેક લાગે કમઠાણ રેખું !
શરીર તો શેં વશ હોય આપણું ?
‘પેલો’ જતાં બાપડું થાય લાકડું !

શરીર તો હોય જ ‘સ્થુળ’,’સુક્ષ્મ’વા,
‘થવા કદી ‘કારણરુપ’ હોય છો —
ચલાવશે ત્યાં લગ ચાલવાનું;
‘એ’ આવતાં દીવ્ય પ્રકાશવાનું !!

તા.12-12-’99.

3 thoughts on “વાર્ધક્યને ચેલેન્જ !!

 1. આ વીશ્વયે શું વશ ઈશને હશે ?
  ક્યારેક લાગે કમઠાણ રેખું !
  શરીર તો શેં વશ હોય આપણું ?
  ‘પેલો’ જતાં બાપડું થાય લાકડું !

  ગમ્યું..આખી રચનામાં હકારાત્મક અભીગમ છે, ઘડપણને હરપલ જીવતું રાખવાનો પ્રાણ છે તમારી કવીતા.

  Like

 2. શરીર તો હોય જ ‘સ્થુળ’,’સુક્ષ્મ’વા,
  ‘થવા કદી ‘કારણરુપ’ હોય છો –
  ચલાવશે ત્યાં લગ ચાલવાનું;
  ‘એ’ આવતાં દીવ્ય પ્રકાશવાનું !!

  બહુ જ સરસ રચના. છંદ પૃથ્વી છે? ઈમેલ કરશો?

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.