સોળ વર્ષે બાપ-દીકરીનો ફોન !!

સોળ વર્ષે દીકરીનો વતનમાં ફોન.*

 

તાપ,

ગ્રીષ્મો સોળ સોળ સુધી ઝીલ્યો,
તે બાષ્પ થઈ અકળાવતો,
લાચાર કરતો,
સાત સાગર પાર્
જાવા ઝંખવે.

આટલું છેટું
સમય-સ્થળનું વીંધીને
એક ‘હેલો’ માત્ર
સાંભળવા મથે.

ને અચીંતી —
બે અંતીમોને સાંધતી —
એ એક ચેષ્ટા

અવશ એવાં ટેરવાંની,
દુ..ર, દરીયા વીંધતી
રણકી ઉઠે !!

એક અમથું સાવ
‘હેલો’
સાંભળું-ના સાંભળું ત્યાં
સોળ વર્ષો સામટાં
ઉભરાઈને, છલકાઈને
હેલી બની વરસી રહે…

એક ‘હેલો’ આહીંથી
ને એક સામેથી વહે;
ને પછી ક્ષણ મૌન !!

એ મૌનથી
બસ સોળ વર્ષાની ઝડી
વરસી રહે;
સોળ હેમંતો-શીશીરોને
મળી ર્ હે હુંફ;
વસંતો સોળ સોળ
ખીલી ઉઠે !

બસ એક ક્ષણ
ને
આટલું અંતર વીંધીને સામટું
મૌનની ઉંડી ગુહાથી નીકળ્યો
ભેટે પીતા !
બુચકારતો, પુચકારતો
શો કોચમેન્ ડોસો અલી
સંભળાય કાને !
ગાલ – મરીયમ પત્ર – પર
અંકાઈ ર્ હે શી છાપ !

બે અંતીમોને સાંધતી
એ ચાર આંખો
એટલું ટપકે પછી –
કે
સાત સાગરની બધી ખારાશ
મીઠું મઘમઘે !
———————-

– જુ.

* ઊર્મિ બહેને આપેલા વીચાર પરથી;
એમની મંજુરી સાથેનું સહીયારું (કે મજીયારું)
સર્જન.
 

9 thoughts on “સોળ વર્ષે બાપ-દીકરીનો ફોન !!

 1. જુગલકાકા, અભિનન્દન. ખરેખર ખૂબ સુન્દર અભિવ્યકતિ..
  સાત સાગરની બધી ખારાશ…

  કે બે અંતિમોને સાન્ધતી..ચાર આંખો…!

  વાહ…અભિનન્દન.

  મારે તો સોળ નહીં પચ્ચીસ વરસો છલકી રહે છે એક હેલ્લો માં..સાત સાગર પારથી આવતો આવતો દીકરીનો અવાજ…મમ્મા…

  અને સાત સાત સાગર મનમાં છલકી રહે…અસ્તિત્વ આખું ભીનું…અને..આંખો ધૂન્ધળી..આ ક્ષણે પણ..કાકા. ખૂબ સરસ.

  Like

 2. અત્યંત ભાવસભર અને લયબદ્ધ રચના. બહુ જ ગમી.
  કોચમેન અલી ડોસા અને મરીયમ એ ગુજરાતી સાહીત્યનાં અમર પાત્રો બની ગયા છે.
  કાવ્યમાં તેને વણી લઈને ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહીત્યનું ભાવ-તાદાત્મ્ય તમે સર્જ્યું છે.
  મારું જ્ઞાન અને વાંચન બહુ સીમીત છે. પણ કદાચ કાવ્ય રચનામાં આ સાવ નવતર પ્રયત્ન અને પ્રયોગ બની રહેશે.

  Like

 3. મારી એક સખી છે જેની સાથે વર્ષો થી દોસ્તી છે સાચ્ચે જ આવુ થાય જ્યારે એની સાથે વાત થાય.હુ તો ફક્ત એને એટ્લુ જ કહુ કે તુ બાજુમાં કેમ નથી કે જ્યારે ઇછ્છા થાય તારી સાથે કલાકો વાત કરી શકુ.
  અને એમાં એ પણ જેમનાં બાળકો બહારગામ હોય, મારા જેઠ નો દિકરો CHICAGO માં છે હુ એની સાથે વાત જ ન કરી શકુ. શ્રાવણ ભાદરવો ચાલુ જ થઈ જાય મારે તો….
  હમાણા વિચારુ છુ તો પણ આંખ ભીની થઈ ગઈ.

  ખુબ સરસ જુગલ ભાઈ

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.