‘પર-સેવા પર’ અને મુષક માહાત્મ્ય.

પર સેવા પર ગીત !

કમાણી !                                           –જુગલકીશોર.

આયખું આખું

પરસેવામાં ન્હાયાં;

આયખું આખું

પર-’સેવા’નાં ગાણાં ગાયાં;

આયખું હવે રહ્યું ફકત ઝાંખું પાંખું –

સેવા પરનાં નાણાં તોયે ના’વ્યાં !!

                   000===000

મુષક-માહાત્મ્ય !

                   –જુગલકીશોર.

હે જ્ઞાનદેવતા !
કરુ આપની દિવસ-રાત
હું સેવા.

     અઢળક જ્ઞાન
પછી જે લાધ્યું
એના,
મને સાંપડ્યા મેવા.

     કોઈ કહે,
આ કૃપા આપની કેવી !
કોઈ કહે, કે
જ્ઞાનસાગરા દેવ તણી
આશીષો લેવી.

     હું તો જાણું ફકત એટલું :
આપ લગી પહોંચું હું
જેને લીધે,
આપ કૃપા હું પામું
જે વીધવીધે,
એ સૌ કૃપા આપના વાહન
મુષકજીની !
મારો જ્ઞાનખજાનો પામ્યો હું જે
તેનો યશ સઘળો દઉં એને-
આપના મુષકજીને !!

 હે, મારા જ્ઞાનદેવ !
હે આરાધ્યદેવ !
એક જગાએ બેસી રહેતા,
અદોદળા અહેસાનદેવ !
હે કોમ્પ્યુટરદેવ !!
======================
[’સહીયારું સર્જન’ની અપીલને માન આપી આ તત્કાલ સર્જાયેલી રચનામાં રહેલા દોષ સહન કરશોજી. ]


2 thoughts on “‘પર-સેવા પર’ અને મુષક માહાત્મ્ય.

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.