33 કરોડ દેવતાને જમાડવાનું પુણ્ય !

                                                        –જુગલકીશોર.

તેત્રીસ કરોડ દેવતાઓ જેનામાં બીરાજમાન છે એવી ગાયમાતાઓમાંની જ એક પડોશીના ઝાંપે દરરોજ જોવા મળે છે. પોતાનામાં બેઠેલા દેવોને જમાડવાના હેતુસર કે પછી મકાનમાલીકણને પુણ્ય ખટાવવના ઉમદા હેતુસર નહીં પરંતુ ખુદના જ પાપી પેટને ભરવા માટે એ ઓશીયાળી થઈને મકાનમાલીકણની દયાના આશરે લાળ ટપકાવતી રહે છે.

પડોશીની ધાર્મીકતા આજુબાજુમાં ખાસ્સી જાણીતી (અને વખણાતી પણ) છે. એમની પાસેથી જ પ્રેરણા પામીને સૌ આજુબાજુનાંઓએ પોતાના ઝાંપાની બહાર પવીત્ર ગાયો માટે ઍંઠવાડની કુંડીઓ ચણાવી રાખી છે. ગઈકાલનો વધેલો  ને રાતભરમાં તો ગંધાઈ ઉઠેલો એ ઍંઠવાડ પોતાની લાંબી જીભ વડે લુછી-ચાટીને હજી પણ કશુંક વધારાનું અને નક્કર સ્વરુપનું ખાવાનું મળી રહેશે એ આશાએ ઉભી રહેલી એ માતાજીના મોંએથી ટપકતી લાળને આંગણામાં પ્રસાદી રુપે લઈને પણ એ ધાર્મીક મકાનમાલીકણ માતાને કશુંય હવે આપવાને બદલે આજનું, ગંધાઈ રહે પછી જ, આવતીકાલે લઈ જવા વીનવી જુએ છે. માતા તે છતાંય ન ખસે તો ગરમાગરમ પાણી છાંટીનેય એની વીદાય નીશ્ચીત કરવામાં આવે છે.

આ જ અને આવાં તો લગભગ બધાં જ પડોશીઓ પુજાની ઓરડીમાં બેઠેલા લાલજીને તો શું, ભગવાનના ફોટાનેય કદી ઍઠું જમાડતાં નથી ! ઘેર મીષ્ટાન્ન કર્યું હોય ત્યારે તો ‘સૌ પ્રથમ ભાગ’ ભગવાનને જ ધરાવીને ખાનારાં આ ધાર્મીક જીવો જીવતીજાગતી માતા ગાય અને એના પેટમાં બીરાજેલા સો-બસો કે હજાર-બેહજાર નહીં પરંતુ પુરા તેત્રીસ કરોડ દેવતાઓને તો પોતાનું ઍંઠું, વધેલું, વાસી અને ગંધાતું જ ખવડાવીને ધાર્મીકતાને ચાટતાં રહે છે.

ગાયોએ વેદો-ઉપનીષદો વાંચ્યાં હોત તો સારું હતું. 33 કરોડમાંનાં કોઈનેય, સોમરસ તો ઠીક પણ સાદું દુધ પણ પીવાનું મન ક્યારેક તો થાય જ ને. ક્યારેક તાજી ને ગરમાગરમ રસોઈનો પ્રથમ ‘હપ્તો’ આરોગવાનો અભરખોય એ દેવોમાંનાં ઘણાંયને હોય જ વળી. ગણપતી કે લાલજીની માફક ગાયોને આઈડીયા આવતો જણાતો નથી. એટલે જ તેણીશ્રીઓ ઍંઠવાડથી સંતુષ્ટ રહી ઝાંપે લાળ ટપકાવતી રહે છે, દરરોજ.

               ===00000===

One thought on “33 કરોડ દેવતાને જમાડવાનું પુણ્ય !

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.