એક વરહ વયું ગયું આ નૅટડે બંધાણા કેડ્યનું !!

એક વર્ષ !!

— જુગલકીશોર.

આ નવી દુનીયામાં આવી ગયાંને થઈ ગયું એક વર્ષ.

સૌથી પ્રથમ જ્યારે યાહૂ નામની ‘સંસ્થા’એ મને જણાવ્યું કે હવે તમે અમારામાં છો ત્યારે એક અનન્ય અનુભુતી થઈ હતી…. હું આ નૅટજગત પર ઝીલાઈ ચુક્યો હોવાનો અનુભવ અદ્વીતીય હતો. 

પછી બન્યો એક જુદો જ બનાવ. ઈ-મેઈલ પર પ્રથમ અક્ષરો જે મેં પાડ્યા, એને આશીર્વાદથી મઢ્યા સુરતના એક મારા જ શીક્ષણક્ષેત્રના શ્રી ઉત્તમભાઈ ગજ્જરે  ! આ બીજી રોમાંચીત કરી મુકનારી ઘટના હતી, જેણે મને આ નવી દુનીયામાં પ્રવેશતાં જ વધાવ્યો !

પરંતુ જેનાથી હું બ્લોગજગતમાં પ્રવેશ્યો એ તો હતો ઉત્તમભાઈના જ સાથીદાર-મીત્ર શ્રી બળવંતભાઈ (ગાંધીનગર)દ્વારા ઓળખાણ કરાવાયા બાદનો અનુભવ !! બળવંતભાઈએ મને ઓળખાવ્યો શ્રી સુરેશભાઈ જાની સાથે ! એમણે પ્રથમ જ પત્રમાં જણાવ્યું કે તમારું લખેલું કંઈ વંચાતું નથી !! પ્રથમ ગ્રાસે મક્ષીકા. પણ હારે ઈ માસ્તર નઈં ! આપણે તો તરત જ વાત શીખી લીધી ને એ જ દીએ મોકલ્યો બીજો પત્ર. તરત જ એને જવાબી દીધો જાની દાદુએ. 

પછી તો એમણે મને પોતાના સારસ્વત જુથમાં સમાવીને બીજાં ચાર ભાંડરુંને ભળાવી દીધો ! હરીશભાઈ, જયશ્રીબહેની, ઊર્મિબહેના અને અમીતભૈયા ! આ બધાંયે મને બહુ જ હેતથી સંભાળ્યો ને સાંભળ્યો. એટલું જ નહીં, મને એક બ્લોગનો ‘માલીક’ પણ બનાવી દીધો. તા.14મી નવેમ્બરને શુભ દી’એ મેં એક સૉનેટ સમાજ સામે ધરી દીધું જે સમાજના કહેવાતા અછુતોની વકીલાત કરીને એમને જ સાચા અર્થમાં ઉજળીયાત ગણાવનારું હતું. એ ‘ઉજળીયાત’ નામક કવીતડાએ મને નવી કામગીરી આપી. 

એક વર્ષ પુરું થવાને નીમીત્તે હું આ બધી બાબતોને સંભારીને ધન્યતા અનુભવું છું. 

ગુજરાતી ભાષા અને સાહીત્ય ઉપરાંત ગુજરાતી બેન્યું-ભાયુંની સેવા કરવાના આ અલભ્ય લાભનેય હંભારીને હું અનીર્વચનીય અનુભુતી કરી રહ્યો છું.

બીજાં પણ જે સૌ છે તેમને હું એક પછી એક સંભારીને એમના ઋણને સ્વીકારવા ઈચ્છું છું. અંજળે એ પણ થશે….અત્યારે તો મારાં વાચકો, મારા આલોચકો, મારા વડીલો, ટીકાકારો સૌને પ્રણામ કરીને આ નૅટવીશ્વમાંના પ્રવેશને ગાઉં છું, વધાવું છું.     

અહીં ઉલ્લેખાયેલી ત્રણેય મહત્ત્વની વાતને મુળ રુપે નીચે રજુ કરી છે. જેમાં ત્રણ પત્રો અને એક કાવ્યનો સમાવેશ થાય છે :

========================================

[1]  (યાહૂ દ્વારા મને આવકાર.)
Dear j_jugalkishor,
Welcome to Yahoo! Mail India, a smarter way of keeping in touch. Other than a whopping 1GB of email storage, message size up to 10MB, great virus and spam protection, you have also automatically acquired access to various other Yahoo! services using this single ID. With so many features and services, it’s hard to believe it’s free! You can start using your new address right away:

=========================================
[2] ( શ્રી ઉત્તમભાઈ નો પત્ર)

Mon, 10 Apr 2006 00:45:37 +0530   
Dear Jugalkishorbhai,
I am extremely happy that you and Ramjibhai are both available on Internet.
This is a golden day for me..
May I have the ID of Ramjibhai?
Would you like to install the Gujarati Fonts?
It will be a wonderful experience..
I am sending in the next mail..
By the way, we both are going to US, for six months on 16 the Sunday of this months..
 
Ramjibhai has stopped writing  even a post card to me…
Our regards to Ramjibhai and Sarojbahen..
Here is one pdf to enjoy..
–Uttam and Madhu-

==========================================================
[3] શ્રી સુરેશભાઈ જાનીના બે પત્રો :

 Fri, 13 Oct 2006 03:14:53 -0700 (PDT)
From:  “Suresh Jani” <sbjani2004@yahoo.com>  View Contact Details
Yahoo! DomainKeys has confirmed that this message was sent by yahoo.com. Learn more
Subject: Re: Reply. Pl.Read in WORD..Font : VIJAYA..
To: “jugalkishor vyas” j_jugalkishor@yahoo.co.in

પ્રથમ પત્ર : Can’t read, even with Vijaya font
==========================================================

Date: Fri, 13 Oct 2006 03:20:12 -0700 (PDT)
From:  “Suresh Jani” <sbjani2004@yahoo.com>  View Contact Details
Yahoo! DomainKeys has confirmed that this message was sent by yahoo.com. Learn more
Subject: Re: [કાવ્ય સૂર] Comment: “વાંચકોના સૂચનો ”
To: “j_jugalkishor@yahoo.co.inj_jugalkishor@yahoo.co.in

દ્વીતીય પત્ર : Thank you very much. I like precision…Please point out in future also, wherever you find that corrections are necessary.
        I shall be glad to be in touch with you on this subject of mutual interest. Any data you send is welcome. I am in  USA and I have very limited resources of my own here. But I have a passion for Guujarati – our mother.
    Regards .

===============================================================
[3] મારું પ્રથમ પબ્લીશ્ડ કાવ્ય :

ઉજળિયાત
Published November 14, 2006 કવિતડાં 1 Comment

ઉજળિયાત                      (મંદાક્રાંતા)

પ્રાત:કાળે સુરજ ચડતો થાય આભે   હજી , ત્યાં
આવી  પહોંચે   સમયસર  શાં  શેરિયું વાળનારાં!
સ્નાનાદિથી  સહજ  પરવારી, શુચિ વસ્ત્ર   પ્હેરી ,
ગંદું,  મેલું,  અહીં તહીં બધાંનું પડ્યું કાલનું , તે
વાળી ચોળી, ઝગમગ કરી જાય,સૌ આંગણાંને !

ચોખ્ખાંચોખ્ખાંતન,મન અને વાણીસંગાથ આવે,
સૌની  દીધી,   સહજ  ધરમે, ગંદકીને   સ્વીકારે.

“આપી જાજો બહન,કચરો”  સાંભળી સાદ,જાગે-
આંખો ચોળી અલસ ગ્રુહિણી મોં બગાડી, પછાડી,
આપી દેતાં ગ્રુહ–ભીતરની ગંદકી  બેઉ,  સાથે!!

રોજીંદો આ ક્રમ બદલી નાખે  જૂની માન્યતાઓ;
‘ઉંચાં-નીચાં કરમ’ તણી  સૌ  ક્ષુદ્ર   વિભાવનાઓ.

ફેલાવે જે  જગતભરમાં કુત્સિતા, ‘ઉચ્ચતા’  ના;
રેલાવે જે અણું અણું શુચિતા,નકી, ‘શૂદ્રતા’  ના!

                                                –જુગલકિશોર.
==========================================================
 

9 thoughts on “એક વરહ વયું ગયું આ નૅટડે બંધાણા કેડ્યનું !!

  1. નેટજગતમાં પ્રથમ વર્ષગાંઠની હૃદયભીની શુભેચ્છાઓ… આગામી વર્ષોમાં આપનો બ્લૉગ વધુ ને વધુ બળવત્તર બને અને નવાગંતુકો માટે દીવાદાંડી-શો બની રહે એ જ અભ્યર્થના…

    Like

  2. વ્હાલા જુબાપા, તમારા બ્લોગની પ્રથમ વર્ષગાંઠ પર અને બ્લોગની સફળતા પર અંતરની ઊર્મિથી તમને ખૂબ ખૂબ અભિનંદન … આગામી વર્ષોમાં આપને વધુ સફળતા માટે ભાવભીની હાર્દિક શુભભેચ્છાઓ સહ, સ્નેહવંદન.

    Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.