‘કરમફુટલા’ જણની સ્વગતોક્તી !

ઘંટીના પડ વચાળે.
–જુગલકીશોર.

************************************

વહેલાં જાગ્યાં;
કામે લાગ્યાં;
સવારથી બસ ઘંટીના પડ વચ્ચે કાયમ
કરમે હોય લખ્યું ત્યમ
સૌની હારે હારે
રોજ હવારે;
અને બપોરે –
એમ જ હાંજે, રાતે
આખા જનમારાને દીવસ ગણીને, ખાંતે
પુરા બળદ બનીને
એક રોટલા હારુ થઈને
ઘર આખાને લઈને
મંડ્યાં રહીએ —

કોને કહીએ –

આમ જ એક આયખું વીતાવીને
આંખ પલકમાં
દીવસ-રાતની ઘટમાળાને
જીવી જઈએ ભલે,

તોય,
આ જનમારાની ભુખ;
બધાંને જીવાડવાનું કદી ન ખુટતું દુ:ખ;
કોણીએ ચોંટેલા ઈ ગોળ સરીખું સુખ….
ઈ હંધાંનો કરતાં કરતાં
વચાર,
રાતે માંડ ખાટલા ભેળાં થાતાં —

— સવારે વહેલાં પાછાં….
 

7 thoughts on “‘કરમફુટલા’ જણની સ્વગતોક્તી !

 1. જુ. કાકા,
  તમે મશીનની જેમ જીવતાં શહેરીની જીંદગી, આબેહુબ કાગળ પર ઉતારી છે.
  અમે મુંબઈકર તો માંડ રવિવારે માણસ જેવૂં જીવી શકીએ છીએ.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

  Like

 2. Dear Jugalbhai,

  It is time for a change!
  Nothing is too late!
  How true!

  “પુરા બળદ બનીને
  એક રોટલા હારુ થઈને
  ઘર આખાને લઈને
  મંડ્યાં રહીએ –
  કોને કહીએ?
  આમ જ એક આયખું વીતાવીને,
  આંખ પલકમાં
  દીવસ-રાતની ઘટમાળાને
  જીવી જઈએ ભલે…..
  Do have some time to Change! Wake up !!!

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.