પાંચમની છઠ થાય જ નહીં !!

પાંચમની છઠ થાય ખરી ?!
–જુગલકીશોર.
***************************************************************

બધા જ રોગો અવસ્થા-ઉંમરને કારણે નથી આવતા. શારીરીક નબળાઈ કે અન્ય ખામીઓ પણ અનીવાર્ય નથી, રોગો થવા માટે. ખોરાક અને રોજીંદી રહેણીકરણી પણ દર વખતે રોગનું કારણ બને જ એવું નથી.

માનસીક અને કેવળ માનસીક કારણોસર પણ રોગો વળગે છે. વળગીને ઘર કરી જાય છે. ને ઘર પછી પચાવી પાડે છે.માનવીનું શરીર રોગોને ગમી જતું ઘર છે.માનવી આવા રોગોને પણ અતીથી દેવો ભવ ગણીને ચલાવી લે છે. કેટલાક વીરલાઓ તો રોગોને નીમંત્રણપત્રીકા પાઠવીને બોલાવે છે; એની આગતાસ્વાગતાય કરે છે અને એને કાયમી રોકાઈ જવાનું મન થાય એટલી હદે એને આળપંપાળપુર્વક સંભાળે, સાચવે  છે.

આયુષ્યની લંબાઈ નક્કી જ હોય છે અને પાંચમની છઠ થતી નથી એવો વીશ્વાસ અથવા કંઈ નહીં તોય એવી માન્યતા પણ માણસને નબળો પાડી દેવાનું એક સબળ કારણ છે, કે જે ઘાતક હથીયાર બનીને પોતાને જ ઘાયલ કરતું રહે છે અને એની પાંચમ વહેલી લાવી આપે છે. મૃત્યુનો દીવસ જ્યારે પણ આવી ચડે ત્યારે તેને ” તે તો અગાઉથી નીર્ધારીત થઈ ચુકેલી પાંચમ તરીકે સ્વીકારી લેવાનું બહુ સ્વાભાવીક છે, આપણે ત્યાં ! કોઈ પુરુષાર્થી, વખત છે ને પ્રયત્નપુર્વક આયુષ્યને લંબાવી દે તો પણ એ લંબાવી દેવાયેલી તીથીને જ “નીર્ધારીત પાંચમ” સાબીત કરી દેવામાં આવે છે. કારણ કે છઠવાળાની પાસે, પેલાએ આયુષ્ય લંબાવી દીધું છે એવું સાબીત કરવા માટે કશું પ્રમાણ હોતું નથી ! પાંચમ તરફી લોકો પાસે પણ સાબીતી તો નથી જ હોતી પરંતુ “પાંચમની છઠ થતી નથી” એવું  ‘ભ્રહ્મવાક્ય’ એમની તરફેણમાં હાજરાહજુર હોઈ પાંચમવાળા જ જીતી જતા હોય છે ! મરણ ગમે ત્યારે, ગમે તે રીતે, ગમે તે સ્થળે આવે ભલે ને; એ જે દીવસે આવ્યું તે દીવસ જ નક્કી થયેલી પાંચમ હતો એવું માન્યતાના શાસ્ત્રમાં લખેલું જ છે; તમે ન જાણતાં હો તો એ તમારો દોષ, બીજું શું ?!  છઠતરફી લોકો ગમે તેટલા પુરુષાર્થ પુર્વક શરીરને સાચવે, સાજું કરે કે નવજીવન અપાવી જાણે તો પણ યશ તો છઠને નહીં જ મળવાનો. એ લંબાયેલા જીવનનો પણ અંતીમ દીવસ તો ક્યારેક આવશે જ ને ?! બસ, એ જ સાચી પાંચમ ! પુરુષાર્થ થયો તે બીનજરુરી હતો. આયુષ્ય તો હતું જ !!

નવા જન્મેલા બાળકના ભાગ્યના લેખ લખવા માટે વીધાતા જન્મ પછીના પાંચમા દીવસે નથી પધારતાં. બાળકની “છઠ્ઠીના લેખ”  એના જન્મ્યાના છઠ્ઠા દીવસે લખાય છે ! પુરુષાર્થીઓ ધારે તો આ રહસ્યને આગળ કરીને પાંચમતરફીઓને હરાવી શકે ખરા !!
——————————————–
લખ્યા તા. 22-11-05.

[ડાયાબીટીસનો રીપોર્ટ નોર્મલ આવ્યો એ સમાચારને આધારે લખાયેલું.]     

3 thoughts on “પાંચમની છઠ થાય જ નહીં !!

 1. હવે દીલ દઈને પેંડા બરફી અને લાડવા જમો! બ્રાહ્મણ જમાડવાનું પુણ્ય લેવું હોય તો અમને પાર્સલ પણ મોકલી આપો. અમને કોઈને ડાયબીટીસ નથી !

  મારા માનવા પ્રમાણે લલીત નીબંધમાં લેખક હાજર હોય છે, અને તેના અનુભવો, સતત ડોકાયા કરતા હોય છે.
  ગદ્યના પ્રકારો વીશે માર્ગદર્શન મળે તો ઘણું જાણવા મળે.

  Like

 2. જ્યાં સુધી બીજાની માન્યતાને આદર આપવાનો સવાલ છે, ત્યાં સુધી ‘પાંચમ’ કે ‘છઠ’ની માન્યતાથી કોઈ ફેર નથી પડતો. મારે માટે ‘છઠ’ સાચી તો બીજાને માટે ‘પાંચમ’. હું મને જે દેખાય છે એને વળગીને સત્યને પામું.

  કાકા, હવે તો ભેળા મળીને સંગાથે ગળ્યું મોઢું કરવામાં વાંધો નહીં આવે. :-)

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.