પ્રજા–આંદોલનની દીશા નહીં, દશા ! (૪)

પ્રજા–આંદોલન – (૪) :                                                      – જુગલકીશોર.

 

બીજા આંદોલનનો પ્રથમ તબક્કો પુરો થયો ! રામલીલા મેદાનમાં થયેલા છેલ્લા આંદોલનને બીજું આંદોલન કહીશું કારણ કે પહેલું આંદોલન તો અણ્ણાજી અને રામદેવજીના આંદોલનના તબક્કે થયું તે. બીજા તબક્કા પહેલાં રામદેવજીમાં જે ભુલો રહી તેને કારણે સત્તાપક્ષ જીતી ગયેલો લાગ્યો. બીજા તબક્કામાં તો સત્તાપક્ષે ભુલોની પરંપરા સર્જીને અર્ધું આંદોલન ગુમાવી દીધું હતું. ત્રણ–ચાર પ્રધાનોએ કરેલા બેફામ વાર્તાલાપો, આક્ષેપો અને ઉપવાસ શરુ થાય તે પહેલાંની ધરપકડ વગેરેએ દેશને જગાડી દીધો.

આ બીજા આંદોલનના હવે પછીના તબક્કે જે થવાનું હતું તેની શરુઆત થઈ ચુકી છે. એક બાજુ ઉપવાસ સંકેલાયા; બીજી બાજુ અણ્ણાજી સારવારે ગયા; ત્રીજું ૧૩ દીવસ પછીની શાંતીનો નાનકડો ગાળો પસાર થઈ ગયો; ચોથું, સત્તાપક્ષે આંદોલનના સુત્રધારો સામે તોપો માંડી દીધી છે ! અને પાંચમું તે અણ્ણાજી અંગે ગમેતેમ બોલનારને, (તેણે માફી માંગીને ભુલ કબુલ કરી હતી તેને) પાછા સમીતીમાં લઈ લીધા છે !!

લોકસભા–રાજ્યસભામાં જે કુલડીમાં ગોળ ભંગાયો તે તત્કાલ ઉપવાસ છોડાવવાની તરકીબ હતી. ઉપવાસનું કોઈ અનીષ્ટ પરીણામ આવે તો શું થાય ?ની ચીંતાને કારણે સૌએ પોતાની પ્રકૃતીને એકબાજુ મુકીનેય ઠરાવ પસાર થવા દીધો. મુખ્યા કામ પતી ગયું છે.

હવે જે થશે તેમાં આ દેશની ખાસીયત મુજબ બધું ઠરીઠામ કરી દેવાશે. હવે આંદોલનકારીઓની સામે તોપો મંડાશે. બેચાર સારા નીર્ણયો પ્રજાને ગમે તેવા કદાચ લેવાઈ જશે. લોકપાલ મુદ્દે ગુજરાતનો દાખલો લઈને ભાજપને ભીડાવી શકાશે. સમીતી પોતાનું ઠાગાઠૈયાકાર્ય રાબેતા મુજબ કર્યા કરશે. બીલ પસાર કરવાની કાર્યવાહીને અક્ષમ્ય લંબાણ આપી દેવાશે. કાર્યવાહી ચાલુ હોઈ વીરોધ થઈ શકે નહીં એવું પણ બને !

ટુંકમાં પ્રજા–આંદોલન બીજા તબક્કામાં ગયા પછી હવે કોઈ તબક્કો જ ન આવે અને આ તબક્કો જ બીજો અને છેલ્લો બની રહે એવી કોઈ રસમ અપનાવાઈ જાય તેવી પુરી શક્યતા હોઈ કેવળ “જોયા કરવા” સીવાય કશું કરવાની જરુર ખરી ? એવો સવાલ મુકીને અહીં (હાલ તરત તો) અટકી જવાનું ગનીમત નથી શું ? સમય તક આપશે તો ( આ તકની શક્યતા પુરેપુરી હોઈ આ નીરાશા નથી, ફક્ત અલ્પવીરામ છે) આગળ વધીશું, બાકી અત્યારે તો આટલે જ –

5 thoughts on “પ્રજા–આંદોલનની દીશા નહીં, દશા ! (૪)

 1. શ્રી.જુગલકીશોરભાઈ,
  આ લેખમાળાના પ્રથમ ભાગથી જ અમે આંદોલીત થયેલા, જે આંદોલનો અમારા મનમાં હજુ ચાલુ જ છે. આંદોલન વિષયે સંદર્ભ તરીકે લઈ શકાય તેવી લેખમાળા વાંચવા મળી, આભાર.

  વિદ્યાર્થીકાળમાં, વિદ્યાર્થી આંદોલનોમાં ભાગ લેવો ગમતો અને અમારા જેવા નવશીખીયાઓને માટે આંદોલનોની આવડત બાબતે વર્ગો પણ યોજાતા જેમાં અમે ભાગ લેતા. આજે આપની પાસેથી બે નવી વાતો જાણવા મળી. ખાસ તો આંદોલનકર્તા સ્વયં સ્થિતિવસ આંદોલીત ન થવા માંડે અને પ્રથમથી જ એક સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરી તેને વફાદાર રહેવું અને લક્ષ ન ચૂકાય તેની દરકાર રાખવી એ બાબતો બહુ મહત્વની લાગી. આ મુદ્દાઓનાં પ્રકાશમાં અણ્ણાજીનાં આંદોલનની આકારણી પણ વિચારપ્રેરક રહી. આપે કહ્યું તેમ આ તબક્કે આપણે અલ્પવિરામે ઊભા છીએ. હવે કેવળ “જોયા કરવા” સીવાય (સંસદનું પછીનું સત્ર ન મળે ત્યાં સુધી) અન્ય મારગ નથી. જો કે પ્રજાને આંદોલીત કરનાર મુળ મુદ્દો તો છે ભ્રષ્ટાચારનો, જે લગભગ લગભગ સર્વ વિચારકોનાં મંતવ્ય અનૂસાર માત્ર કોઈ એક કાયદા વડે સંપૂર્ણ કાબુમાં આવવાની શક્યતા ઓછી છે. આ માટે વ્યક્તિએ (અહીં ’સમાજે’ નથી લખ્યું, સરવાળે વ્યક્તિઓ મળી સમાજ રચાય છે) આંદોલીત થવાનું ચાલુ રાખવું પડશે. મારી નમ્ર મતિ અનૂસાર અહીં “હું પણું” દાખવવું એ અહંકાર નહીં પણ ઉપાય સમાન ગણાશે ! ’હું મારી પહોંચ હશે ત્યાં સુધી ભ્રષ્ટાચાર નહીં કરૂં, નહીં થવા દઉં’ આ ભાવના કેળવાશે તો કાયદાઓનું (હાલનાં અને નવા બનનારા) અમલીકરણ સરળ બનશે.

  આગળ પણ આવા પ્રાસંગીક અને જ્ઞાનપ્રદ લેખોની રાહ રહેશે. આભાર.

  Like

  1. ખુબ આભાર, અશોકભાઈ,

   હું પદ પણ આપણા અસ્તીત્વનો જ ભાગ હોઈ સામાજીક કાર્યોમાં એને ખુમારીના અર્થમાં કે ગૌરવ/દેશદાઝના અર્થમાં લઈને સાતત્ય જાળવવું એવી આપની વાત સાચે જ ખુબ મહત્ત્વની છે.

   Like

 2. જો ખરેખર ભ્રષ્ટાચારની સામે ઉતરવું હોય તો આટલા જુવાનિયાઓએ પંદર દિવસ સરકારી અધિકારીઓના ચોવીસે કલાકની “પાપારાઝી”ની જેમ ફિલમ ઉતારવાની જરૂર હતી. વગર લોકપાલે ઘણું બહાર આવત.
  હવે જો આંદોલન થાય તો આવો આક્રમક અહિંસક રસ્તો અપનાવ્યા વિના છુટકો નથી.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.