લખવું એટલે… … …(કેટલુંક સાવ અંગત)

A-Mare vishe hun side 2
‘સદેહે વિદેહી’ બુચદાદા (મને લખેલા એક પત્ર સાથે)

– જુગલકીશોર.

સાવ નાના હતા ને નીશાળે બેસાડ્યા ત્યારે નાળીયેર લઈને કોઈ વડીલ સાથે આવ્યું હશે. શાળામાં આપણો પ્રવેશ એ જ ઉંમરનાં બાળકોમાં કોઈ મોટી હલચલ વગરનો જ હશે. માસ્તરસાહેબે પાટીમાં શ્રી તો ન જ લખાવ્યો હોય; કદાચ ક લખાવ્યો હોય કે એકડો ખબર નથી. પણ તે દીવસથી પાટીમાં લખવાનું (ખરેખર તો ઘુંટવાનું) શરુ થયું હશે.

એનીય પહેલાંની એક વાત અહીં યાદ કરવાનું ખોટું તો ન જ ગણાય. શાળાનું પગથીયું ચડવાને હજી વાર હતી. કોઈ શહેરના રેલવે સ્ટેશને કોઈ વડીલ સાથે બેઠો હઈશ ને સામેની કોઈ દુકાનનું ચીતરેલું બોર્ડ મનને આકર્ષી ગયું હશે; કોણ જાણે કેટલો સમય તે બોર્ડે મારું ધ્યાન ખેંચી રાખ્યું હશે….પણ ઘરે આવીને કોઈ જગ્યાએ, ખબર નથી કોઈની પાટીમાં હશે કે બાપા લખતા’તા એ કીત્તા–કલમ વડે લખ્યું હશે, પણ મેં સૌ જુએ એમ લખી બતાવેલું : “કમલબીટરખસ”.

આ લખાણ પણ સાચું હશે કે ખોટું કે પછી અધુરું – કોણ જાણે, પણ સૌને અચંબામાં નાખી દેનારું બનેલું !! વર્ષો સુધી, હું કીશોરવયે પહોંચ્યો ત્યાં સુધી અવારનવાર મારું આ પરાક્રમ મારી સમક્ષ કે કોઈની સમક્ષ મારી હાજરીમાં ચર્ચાતું રહેલું કે નીશાળે બેઠાં પહેલાં મેં એ બોર્ડ યાદ રાખીને લખી બતાવેલું !

કક્કો કે આંકમાંનું કશુંય શીખ્યા વીનાનું આ કૉપીપેસ્ટ તે મારા જીવનનું સૌ પ્રથમ લખાણ !

પછી તો લોકશાળા એટલે પાંચમા ધોરણથી ૧૧માં – મેટ્રીક પાસ થયો ત્યાં સુધી –માં ઘેર “પૂજ્ય પીતાશ્રી, મોટાભાઈ, ભાભી તથા સૌ” વગેરે સંબોધન સાથે વર્ષો સુધી પત્રોના માધ્યમથી લખાતું ગયું. મારાં એ સમયનાં પોસ્ટકાર્ડનાં લખાણો અમુક ઘેર તો સાચવી રખાતાં ! મોટીબહેનનાં તો પડોશીઓ પણ પુછતાં કે જુગલાની ટપાલ આવી ?! આવી હોય તો સૌ સાથે બેસીને વાંચતાં ! મારું નાનપણથી જ થયેલું સારું એવું વાચન મને લખલખ કરવા પ્રેરતું, ને મારાં થતાં રહેલાં વખાણ મારી લખણવાટને સંકોરતાં. લોકશાળાના ભણતર દરમીયાન જ મેં વાંચેલી નવલકથાઓનાં પાત્રોનાં નામોની સ્મૃતી કુટુંબ ને સંબંધીઓમાં દુર દુર સુધી મને નામ પાડનાર ફૈનો દરજજો આપતું થયું. આગળ જતાં જોડણીકોશ લઈને બેસતો ને રાશી મુજબનાં નામોની આખી યાદી, મારી પસંદગીનાં નામોનાં નીશાનો સાથે રવાના થતી….

પત્રલેખન મારો સૌથી પ્રીય શોખ બની ગયો. ૧૯૬૯–૭૦ દરમીયાન એમ. એ.ના અભ્યાસકાળ પછી તરત જ ગુજરાત સમાચારના અઠવાડીક સામયીક ‘શ્રી’માં મારા નામથી ‘રમાના પત્રો’ અને ‘રમાને પત્ર’ શીર્ષકથી કેટલાંય અઠવાડીયાં સુધી પત્રો છપાયાં. એ જ સમયે જયહિન્દ દૈનીકમાં “આધુનીક રામાયણ” શીર્ષકથી ને ‘ખુડશીદાસ’ના ઉપનામથી મારાં દુહા ને સોરઠામાં લખાયેલાં પદ્યલખાણો ઘણો સમય છપાયાં. કૉલેજમાં અધ્યાપક થયો પછી તે બંને બંધ કર્યાં.

પણ ‘કવીતા કવીતા’ રમવાનો આરંભ રોમાંચક રહ્યો !!

લોકશાળાનો અભ્યાસ ચાલુ હતો. મેટ્રીક થવામાં જ હતો. એ દીવસો દરમીયાન વેકેશનમાં રૂપાવટી ગામની પંચાયતની લાઇબ્રેરીમાંના કોઈ કાવ્યસંગ્રહમાં કોઈ સર્જકનું શીખરીણી છંદમાં લખાયેલું એક કાવ્ય ‘બનું’ મનમાં રમી ગયેલું. એમાંના જ ભાવનું, એવા જ વીચારનું એક પદ્ય મેં લખીને બાપાને બતાવ્યું. પીતાજી સાહીત્યના શોખીન. વધુ ભણેલા નહીં પણ શાસ્ત્રો બહુ વાંચેલાં. ભાગવતકથા પણ કરતા. ને હવેલીના મુખીયાજી તરીકે શાસ્ત્રીય ‘હવેલી સંગીત’ના જાણકાર. (આ બન્ને વારસા મને તેમના તરફથી મળેલા.)

પદ્ય વાંચીને મને કહે, તેં લખ્યું છે ? (એમને ખાત્રી તો હતી જ છતાં પુછેલું.) મેં હા કહી કે તરત કહે, બહુ સરસ છે ! મને પોરસ ચડ્યો ને મેં ગર્વભેર જાહેર કરી દીધું : “શીખરીણી છંદમાં છે !”

તરત જ જવાબ મળ્યો, “એ વાત ખોટી !! શીખરીણી નથી !” હું તો લેવાઈ ગયો. મેં પેલી બીજાની હતી તે કવીતા ગાઈને કહ્યું, “જુઓ આ બન્ને સરખી જ ગવાય છે !”  તેમણે કહ્યું કે ગવાય તેથી શીખરીણી ન બને. મારા વકાસેલા મોઢા સામે જોઈને તેમણે મને છંદોના ગણ ત્યાં બેઠે બેઠે જ સમજાવ્યા. શીખરીણીના ગણ, સત્તર અક્ષરો, યતી વગેરે તે જ વખતે મારા મનમાં બેસી ગયાં હશે નહીંતર ફક્ત અરધા કલાક જ પછી હું એમની કને શુદ્ધ શીખરીણીમાં રચના લઈને ક્યાંથી જઈ શકું ?! મને વાંચીને કહે, હા. હવે સાવ બરાબર શીખરીણી થયો !!

ખબર નથી એમણે કયા શોર્ટ કટથી છંદના ગણ ને એના અક્ષરોનું સાચું સ્થાન વગેરે અર્ધાએક કલાકમાં જ મને ગળે ઉતરાવી દીધું હશે, જે હું તરત જ આખી પદ્યરચના મઠારીને સોમાંથી સો માર્કની કરી શક્યો હઈશ ?!

આ છંદોનો છંદ તો એવો લાગ્યો કે લોકભારતીમાં જતાં પહેલાં જ કેટલાંક જોડકણાં મંદાક્રાંતા વગેરેમાંય ઘસડી મારેલાં…..પણ લોકભારતીમાં મારાં જોડકણાં કે જેમાં છંદોબદ્ધની જેટલાં જ લોકપ્રીય (!) થયેલાં ગીતોના ઢાળમાં રચાયેલાં પદ્યો પણ હતાં તેનું સંમાર્જન કર્યું મારા પરમ આદરણીય ને પ્રાત:સ્મરણીય બુચદાદા (ન.પ્ર.બુચ)એ ! અમારા વખતના બુચભાઈ, પછીથી બુચકાકા ને છેવટે બુચદાદા બનેલા ને જેમને દર્શકે ‘સદેહે વિદેહી’ કહ્યા છે તે આ ગુરુજીએ મને જોડકણાંમાંથી થોડો ઉપર ખેંચ્યો. 

(અપુર્ણ)

Advertisements

19 thoughts on “લખવું એટલે… … …(કેટલુંક સાવ અંગત)

 1. શ્રી જુગલભાઈ,
  એ તમારી નમ્રતા છે કે તમે તમારીકવિતાઓને ‘જોડકણાં’ કહો છો. તમારી હાલની રચના “અમે ધરતીનાં ધાવણ જે ધાવ્યાં…” જેણે વાંચી હશે તેને તમારી જોડકણાંવાળી વાત પચશે નહીં. બીજાં જોડકણાં પણ આવાં જ હશે ને?

  તમારી આખી શૈક્ષણિક જીવનયાત્રા તમારા બ્લૉગમાં મહોરી ઊઠી છે. એના એક એક લેખ કે વિભાગો એની સાક્ષી પૂરે છે.

  ગુજરાતી ભાષાની સેવા માટે તમે જે કર્યું છે તે અનુપમ છે. છંદો વગેરે માટે તો તમારો બ્લૉગ મારા માટે લાઇબ્રેરી બની રહ્યો છે. તમારી સાથે વેબગુર્જરી પર કામ કરવાનો મોકો મળ્યો છે, તેને હું મારા માટે સુખદ સંયોગ માનું છું.

  Like

 2. અંગત અંગત
  ખાનગીમા જાહેર કર્યું !
  તમારું પ્રગટ થવું,
  તમારું અવતાર કાર્ય જ ગુજરાતી ભાષા ની સર્વાંગ સુંદર સેવા કાજે છે.
  અમારે ત્યાં તો સાયન્સનો ધખારો !
  ચિ પરેશ-યામિની સાહીત્યના જીવ પણ ધખારામા ખેંચી સાયન્સ તરફ વાળ્યા.
  વડીલ કહેતા કે સાયન્સવાળા સાહીત્યની વધારે સારી સેવા કરી શકશે
  હવે લાગે છે કદાચ તેઓ સા્ચા હતા….!
  અમારા અતિપ્રિય સ્વ સુરેશ જોષી કહેતા તે સત્ય થયું.દાસ્તાન લાંબી છે અસ્તુ

  Like

  1. સુરેશ જોશીના નીબંધો મારાં અત્યંત પ્રીય લખાણો. એમના નીબંધો કોઈ નેટ પર લાવે તો બહુ શીખવાનું મળે !

   લાંબી હોય તોય રજુ કરો ક્યારેક એ દાસ્તાન. બહુ કીંમતી હશે.

   Like

 3. “The wind turns a ship
  From its course
  Upon the waters.
  The wandering winds
  Of the lower mind
  Turn discernment
  From its course.”

  Paramahansa Yogananda:

  “The process of stablizing the discerning faculty is like keeping a ship on course. Once the Buddhi has been purified, the intuitive mind takes over and it is impossible to go off course, because, like the leaf in the wind, there is only harmony. The intellect can be cultured by education, but discernment flows from intuition. Reason is guided by the imperfect intellect, which is full of the limitations of emotions, desires and habits. Even the highest flights of reasoned thinking are uncertain and prone to error. Discernment born of intuition insures clear seeing in any given situation. The soul, through the agency of intuition, drops divine guidance into the consciousness of the devotee. The intuitive guidance manifests as wisdom through the Buddhi [discerning faculty] to guide the intellect to the right determination.

  On calm seas during good weather, a boat has smooth sailing and reaches its destination without difficulty. But a boat venturing out during stormy weather will certainly be buffeted. Similarly, students who sail the seas of life in the good weather of spiritual habits are bound to reach the shores of infinite joy. But those of spiritual aspiration who navigate their lives through the stormy waters of an ungoverned mind will surely be diverted from their course of good intentions, and may even lose sight completely of the divine polestar.”

  Like

  1. ગુગ્ગલે તુરત ભાષાંતર કર્યુ થોડું મઠારવુ પડશે

   “ધ વિન્ડ જહાજ વળે
   તેના અભ્યાસક્રમ પ્રતિ
   પાણીમાં પર.
   આ ભટકતા પવન
   નીચલા મન
   પારખું વળો
   તેના અભ્યાસક્રમ પ્રતિ “.

   પરમહંસ યોગાનંદ:

   “આ વિવેકબુદ્ધિ ફેકલ્ટી stablizing પ્રક્રિયા કોર્સ પર વહાણ રાખવા જેવી છે. એકવાર બુદ્ધિ શુદ્ધ કરવામાં આવ્યું છે, સાહજિક મન પર લઈ જાય છે અને તેને બંધ કરવા કોર્સ જાઓ અશક્ય છે, કારણ કે, પવન માં પાંદડું જેમ, ત્યાં માત્ર સંવાદિતા છે. આ બુદ્ધિ શિક્ષણ દ્વારા સંવર્ધન કરી શકાશે, પરંતુ પારખું અંતઃપ્રેરણા થી વહે છે. કારણ અપૂર્ણ બુદ્ધિ, જે લાગણીઓ અપેક્ષાઓ અને મદ્યપાન મર્યાદાઓ ભરેલી છે દ્વારા સંચાલિત થાય છે. પણ તર્ક કે વિચારની સૌથી વધુ ફ્લાઇટ્સ અનિશ્ચિત અને ભૂલ કહે છે. અંતઃપ્રેરણા જન્મ પારખું સ્પષ્ટ રક્ષણ આપે આપેલ કોઈપણ પરિસ્થિતિ માં દેખાઈ રહ્યું છે. આત્મા છે, અંતઃપ્રેરણા ની એજન્સી દ્વારા ભક્ત સભાનતા માં દૈવી માર્ગદર્શન નહીં. આ સાહજિક માર્ગદર્શન એ બુદ્ધિ મારફતે શાણપણ તરીકે સ્પષ્ટ દેખાય છે [વિવેકપૂર્ણ ફેકલ્ટી] અધિકાર નિર્ણય કરવા માટે બુદ્ધિ માર્ગદર્શન આપે છે.

   સારું હવામાન દરમિયાન શાંત સમુદ્ર પર, હોડી સરળ સઢવાળી છે અને મુશ્કેલી વગર તેના અંતિમ મુકામ સુધી પહોંચે છે. પરંતુ તોફાની હવામાન દરમિયાન બહાર નીકળવાનું સાહસ હોડી ચોક્કસપણે buffeted આવશે. એ જ રીતે, જે વિદ્યાર્થીઓ આધ્યાત્મિક મદ્યપાન સારા વાતાવરણમાં જીવન સમુદ્ર સફર અનંત આનંદ કિનારે પહોંચવાનો બંધાયેલો છે. પરંતુ આધ્યાત્મિક મહાપ્રાણ તે જે ungoverned મન તોફાની પાણીમાં મારફતે તેમના જીવન નેવિગેટ મક્કમતાપૂર્વક સારા ઇરાદા કોર્ષ ના વાળવામાં આવશે, અને તે પણ દૃષ્ટિ ગુમાવી શકે દિવ્ય polestar ઓફ સંપૂર્ણપણે. “

   Like

   1. ગુગલભાઈ જુગલભાઈની જેમ ફક્ત અજ્ઞાની જ નહીં, આડેધડજ્ઞાની પણ છે.

    ગુગલ શબ્દોનું ભાષાંતર કરી શકે, વાક્યનું નહીં. શબ્દોના અર્થો પણ ફક્ત વાક્ય આધારીત નથી હોતા, તેને લેખકના ભાવ–વીચારની સંકુલતા સાથે સંબંધ હોય છે…..જો શબ્દો પણ ફક્ત વાક્યાધારીત ન હોય તો પછી વાક્યોની તો વાત જ શી કરવી ? વાક્યો સંપુર્ણપણે લેખકના ભાવજગત અને તે પણ સંકુલ ભાવજગત સાથે સંકળાયેલાં હોય છે તેથી યંત્રને ભાષાંતરનું કામ સોંપવું તે ક્યારેક હારાકીરી જેવું બની રહે…

    અમારે એમ.એ.માં ભાષાંતરના પાઠો આવતા. તેમાં કહેવાયું હતું કે ગદ્યનું પણ સંપુર્ણ, શુદ્ધ, પ્રામાણિક ભાષાંતર શક્ય નથી, સીવાય કે તે ભૌતીક વીદ્યાના વીષયોનું હોય, જેમાં માહીતી જ મહત્ત્વની હોય…સર્જનાત્મક સાહીત્ય કે ખાસ તો પદ્યનું ભાષાંતર લગભગ શક્ય જ નથી.

    શબ્દનો અનુવાદ થઈ શકે પણ શબ્દની અર્થચ્છાયાઓને કઈ રીતે નવી ભાષામાં ઉતારવી ?! દરેક અર્થચ્છાયા લેખકના પોતાના ભાવ કે વીચારને અને સાથે સાથે વાક્યોની સંકુલ રચનાને પણ વફાદાર હોય છે.
    એક બીજી પણ ખામી ભાષાંતરમાં હોય છે. ભાષાંતરકર્તાને મુળ લખાણની ભાષા આવડતી હોય પણ બીજી ભાષા કે જેમાં મુળ રચનાને અવતારવાની છે તે ભાષા પર પુરી પક્કડ હોવી ઘટે. ભાષાંતરકર્તાની પ્રથમ જ શરત એ હોય કે તેને રુપાંતરની ભાષાનું ઉંડું જ્ઞાન હોવું જોઈએ. એટલે એમ કહી શકાય કે ભાષાંતરકર્તાએ બને ત્યાં સુધી પોતાને જે ભાષાનો ખુબ જ ખુબ મહાવરો હોય તે ભાષાની કૃતીઓનો અનુવાદ પોતાની માતૃભાષામાં કરવાનો આગ્રહ રાખવો…..મરાઠીમાંથી કે બંગાળીમાંથી જે સુંદર અનુવાદો ગુજરાતીને મળ્યા તેનું કારણ દ્વીભાષી રાજ્ય અને ટાગોર/શરદચન્દ્રની ખાસ અસર કહી શકાય.

    Like

    1. આપની વાત સત્ય છે
     સુહૃદે ગાંધીવાદી નારાયણ દેસાઈએ ૨,૫00 પાનાંમાં ચાર અંકમાં લખેલી જીવનકથા મારું જીવન એ જ મારો સંદેશનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. આ પુસ્તકનું બીજી ઓક્ટોબરના રોજ ઓરિએન્ટ બ્લેકસ્વાન દ્વારા વિમોચન થયું હતું.
     આ ઉંચાઇએ ગુગલને પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે

     Like

 4. શ્રી જુ’ભાઈ ,

  આપની લેખન યાત્રાનો અથ થી ઇતિનો આલેખ વાંચ્યો .ઘણું નવું જાણ્યું .

  આપના પૂજ્ય પિતાશ્રીનું છંદ અંગેનું જ્ઞાન અહોભાવ જગાવી ગયું .

  આપનો આ પ્રેરક લેખ વાંચીને ખુબ આનદ થયો .

  Like

 5. મોરનાં ઈંડાં ચીતરવાં ના પડે…આપના પત્રો શ્રીમાં વાંચેલા પણ આજે પરિચય થયો..કોણ હતા એ કિમિયાગર.

  મજા પડી આ મોંઘેરી નિખાલસ વાતો માણવાની.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 6. શ્રી જુગલકીશોર ભાઈ
  અંગત અંગત કહેવાય એવું સારુ લખ્યુ અને બહુ સારૂ લાગ્યું, આ પહેલા આપના તથા કુટુંબીઓ નાં ફોટા મુકેલ અને સરસ હતા,અને સારા લાગ્યા,તેનો પણ પ્રતિભાવ આપેલ,.અભિનંદન. મે પહેલા પણ કહેલું મારુ ગુજરાતિ અતિ
  ઘણુ ભુલ ભરેલું હશે, આ પણ હોય દરગુજર. નામ પુરુ લખવું જોઈએ માટે જુ.ભાઈ કે જુ.કાકા યા એવુ કંઈ નહી લખતાં,પુરૂ નામ લખ્યુ છે, જોકે જુ.કાકા તો હું નથી લખી શકતો કારણ મારી વય આપની જેટલી હશે જ.
  અકબરઅલી નરસી

  Like

 7. ઉપર આદરણીય પ્રજ્ઞાબેને જે ગૂગલાનુવાદ આપ્યો છે તે મઠારીને અહીં મૂકું છું:
  ”પવન સમુદ્રમાં વહાણનો માર્ગ બદલી નાખે છે. અધ: મનસમાં વાતા વાયરા વિવેકને રસ્તો ચતરાવી દે છે“
  પરમહંસ યોગાનંદ
  “વિવેકને અચળ રાખવાનું કામ વહાણને એના માર્ગે અચળ રાખવા જેવું છે. બુદ્ધિ શુદ્ધ બની જાય તે પછી ચિત્ત કામ સંભાળી લે છેઅને તે પછી રસ્તો ચાતરવાનું શક્ય જ નથી, કારણ કે પવનમાં ઊડતા પાંદડા જેમ એમાં માત્ર સુસંવાદિતા જ રહે છે. બુદ્ધહે તો શિક્ષણ દ્વારા કેળવી શકાય, પણ વિવેક અંતરમાંથી પ્રગટે છે. તર્કને તો લાગણીઓ, ઇચ્છાઓ અને ટેવોની મર્યાદાઓથી પ્રદૂષિત ત્રુટિયુક્ત બુદ્ધિ હાંકતી હોય છે. તર્કની મદદથી કોઈ વિચાર ગમે તેટલી ઊંચાઈને આંબી લે, એમાં અનિશ્ચિતતા હોય જ, અને ભૂલ થવાનો સંભવ પણ રહે જ. અંત:પ્રેરણામાંથી જન્મેલો વિવેક કોઈ પણ સ્થિતિમાં સ્પષ્ટ દર્શનની બાંહેધરી બની રહે છે.પ્રેરણા દ્વારા અંતરાત્મા ભક્તના ચિત્તમાં દૈવી માર્ગદર્શનનું આરોપણ કરે છે. પ્રેરણાજનિત માર્ગદર્શન બુદ્ધિ દ્વારા શાણપણના રૂપે વ્યક્ત થઈને તર્કશક્તિને સાચા માર્ગે ચડાવે છે.
  હવામાન સારું હોય, સમુદ્ર શાંત હોય ત્યારે નાવ સરળતાથી ચાલતી હોય છે અને પોતાના મુકામે કશી તકલીફ વિના પહોંચી જાય છે. પરંતુ તોફાની સમુદ્રમાં નીકળેલી નાવ જરૂર ફસાઈ જવાની છે. એ જ રીતે, જે અભ્યાસુઓ આધ્યાત્મિક ટેવોના સારા હવામાનમાં જીવનસમુદ્રમાં પોતાની નાવ હંકારતા હશે તેઓ અવશ્ય અનંત આનંદના કાંઠે પહોંચશે. પરંતુ, આધ્યાત્મિકતાના પિપાસુઓ નિરંકુશ મનના તોફાની સમુદ્રમાં નાવ હંકારશે તો શુભ ઇરાદાઓના માર્ગેથી ચલિત થઈ જ જવાના છે અને કદાચ દિવ્ય ધ્રુવતારક પણ એમની નજરમાંથી સદંતર હટી જાય એવું પણ બને.”

  Like

 8. કક્કો કે આંકમાંનું કશુંય શીખ્યા વીનાનું આ કૉપીપેસ્ટ તે મારા જીવનનું સૌ પ્રથમ લખાણ ! વાહ અને કદાચ આપના લખાણની મૂલ્યતા આપના લખાણની થતી કોપી પેસ્ટ હોય શકે.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.