પુર્વજો નહીં, અનુજો માટે ગંગાવતરણ કરાવતા ‘ભગીરથ’ ! (રતિકાકા – ૧)

ગંગાજી સ્વર્ગમાં વીષ્ણુ ભગવાનના અંગુઠે વસતાં હતાં તેને ત્યાંથી પૃથ્વી પર લાવીને પોતાના સેંકડો પીતૃઓ – પુર્વજોના મોક્ષ માટે રાજા ભગીરથે જે તપશ્ચર્યા કરી તેને લીધે એવા મહાકાર્યોને “ભગીરથ કાર્ય”થી ઓળખાવાનું શરુ થયું.
પુર્વજોનો મોક્ષ થયો હતો તેવી વાર્તા બહુ જ જાણીતી છે. જોકે તે છેવટે તો વારતા જ ગણાશે. પણ ગંગા તો આજે હજારો વર્ષથી હયાત છે જે પોતાના ધર્મકાજે રત છે.
લખવાનાં ઉપકરણો દ્વારા જો અંગ્રેજીમાં લખી શકાય તો મારી માતૃભાષા ગુજરાતીમાં હું કેમ ન લખી શકું ?! બસ, આ સવાલે રતિકાકાને ટાઈપ રાઈટર પર લખતાં કર્યા. પછી ઈલેક્ટ્રોનિક ટાઈપરાઈટર પર ગુજરાતીમાં અક્ષરાંકન કરવા માટે તેમણે અનેક સ્થળે દોડાદોડી કરી.
પણ જ્યારે કમ્પ્યુટર પણ આવ્યું ત્યારે તો વાત જ નોખી બની રહી. દીવસો કે મહીનાઓ જ નહીં પણ બે દાયકા જેટલા લાંબા સમય સુધી એક જ ધખના લઈને કાકાએ કમ્પ્યુટર પર ગુજરાતી અક્ષરને અવતાર્યો પછી જ જંપ્યા.
આને શું ફક્ત “ભગીરથ–કાર્ય” કહીને સંતોષ લેશું આપણે ?
ભગીરથે તો પોતાના જ પીતૃઓના મોક્ષ માટે તપ કરેલું અને તે પણ પુર્વજો માટે ! રતિકાકાએ તો જગતનાં સૌ ગુજરાતીઓ – આવનારી પેઢીઓની પેઢીઓ માટે – પોતાનાં સદીઓ સુધીનાં ‘અનુજો’ માટે આ તપદાખડો કર્યો અને પોતાની હયાતીમાં જ પાર પણ પાડ્યો.
આજે આપણે માતૃભાષાના અક્ષરોને સાવ સહજતાથી જે રીતે પ્રયોજી રહ્યાં છીએ તેનું પુણ્ય રતિકાકાને જાય છે.
બીજી રીતે કહું તો, વેબગુર્જરી દ્વારા તેમનું જ્યારે સન્માન થયું ત્યારે એમને માટે તૈયાર કરેલા સન્માનપત્રમાં મેં લખેલું આ વાક્ય –
“સ્વર્ગથી ગંગાને નીચે ધરતી પર ઉતારવાના રાજા ભગીરથના એ કાર્યની સામે ભૂમિસ્થિત ગુજરાતી લિપિને આકાશગામી કરવાનું આપનું આ ‘ભગીરથ કાર્ય’ ઐતિહાસિક સીમાચિહ્ન બની રહ્યું…’
આજે એમની અનુપસ્થીતીમાં કેટલું હૈયે વળગનારું બની રહે છે ?!!
–––––––––––––––––––––––––––––––––––––––––––––––
(વ્યક્તીગત ઈચ્છાઓનું સમષ્ટીગત વ્યવહારમાં રુપાંતર !! આવતા અંકે ‘રતિકાકા – ૨’)

6 thoughts on “પુર્વજો નહીં, અનુજો માટે ગંગાવતરણ કરાવતા ‘ભગીરથ’ ! (રતિકાકા – ૧)

  1. આને શું ફક્ત “ભગીરથ–કાર્ય” કહીને સંતોષ લેશું આપણે ?
    એકદમ યોગ્ય સવાલ છે. શું, આપણે રતિકાકાના તપથી જે અવતરણ ગુજરાતીઓ માટે થયું છે તેને “મેલું” નહીં થવા દઈએ તેની તકેદારી રાખીશું? તે હંમેશા સ્વચ્છ રહે અને તેની વ્રૂદ્ધિ થાય તેવા પ્રયાસો કરતાં રહીશું?

    Like

  2. સૌ સજ્જનો, સર્વશ્રી ઉપેન્દ્રભાઈ, કલ્પનાજી, અશોકભાઈ, અનિલાબહેન તથા ગાંડાભાઈ….આપના પ્રતીભાવો બદલ આભાર. કાકાનું ઋણ આપણા સૌને સહીયારું છે…..માતૃભાષાની સેવા કરવાની યાદ તે અપાવતું રહેશે.

    Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.