ઇ–ઊ–ઋ–ષ–કૃ–હૃ–દૃ–ન્–મ્ વગેરેની વાત.

ઉપર યાદી આપી છે તે સૌને અમે કેટલાક લોકો માથાનો દુખાવો ગણીએ છીએ.

ઇ,ઈ,ઉ,ઊ આ ચાર સ્વરોમાંથી કોઈ પણ એક સ્વર જે શબ્દોમાં હોય તેવા લગભગ ૪૬ % શબ્દો કોશમાં છે !! સાવ સાચી ને ભાષાવીજ્ઞાનીઓએ મોટા ભાગે સ્વીકારેલી વાત એ છે કે આ ઉચ્ચારભેદો હવે રહ્યા જ નથી ને છતાં તે ચારને કારણે જ ભુલો પડે છે. (ગોળ અને ગૉળ બન્નેના ઉચ્ચારો જુદા પડતા હોવા છતાં ગુજરાતી કોશ તેને માટેનું ચીહ્ન – ૅ – વાપરવાની મનાઈ ફરમાવે છે !! જ્યારે અંગ્રેજીના શબ્દો ગુજરાતીમાં લખતી વખતે જોપહોળા ઉચ્ચારો બતાવતા હોય તો ઉંધો માત્ર ૅ  “મૅનેજમૅન્ટ” કરવાનું ફરજીયાત કરે છે !!! જો ઈ–ઇ તથા ઉ–ઊના ઉચ્ચારભેદ રહ્યા જ ન હોય તે છતાં તેનાં ચીહ્નો રાખવાનાં અને ગોળ–ગૉળના ઉચ્ચારોમાં તેની મનાઈ કેમ ?) આ ચારને બદલે બે જ ચીહ્નો કરવામાં આવે તો ૪૬ % ભુલો થાય જ નહીં ! (આમેય તે હવે આ પ્રકારની ભુલોના માર્ક્સ કાપવાનું બંધ થયું છે કે, થવામાં જ છે ! તપાસવાવાળા જ ભુલો કરતા હોય પછી કોનો વાંક કાઢે ?)

ઋ, ષ આ બન્નેને જાકારો આપવાની વાત હતી જ પણ ઉંઝાવાળા (સારું થયું કે નહીં ?!) ઉંઘી ગયા ! એટલે આ બન્ને તો આંદોલનમાંથી બચી ગયા…બચાડાં રસ્વૈ, દીર્ઘૈ જેવા એકલા કુટાઈ ગયા.

કૃ અને દૃથી શરુ થતા શબ્દો શબ્દકોશમાં ક્યાં શોધવા તેની ઘણાને હજી પણ ખબર નથી !! પ્રયત્ન કરી જોજો. કોઈ હવે કૃષ્ણ કહેતું નથી, ક્રશ્ણ કે ક્રશ્ન જ બોલાય છે. દૃષ્ટી પણ કોઈ બોલતું નથી (કારણ કે ખબર જ નથી) પણ દ્રષ્ટી જ સૌ બોલે છે. હૃદય હવે હ્રદય તરીકે જ બોલાય છે…તેથી આ ત્રેયને હીંમત કરીને કાઢવાની જરુર છે….

તો વળી જોડણીની ભુલો (જો માર્ક્સ કપાતા હોય તો)નો બહુ મોટો હીસ્સો હજી આજેય સતાવતો હોય તો આ અનુસ્વારો/અનુનાસીકોના કમઠાણને કારણે. કાન્ત અને કાંતવુંમાં જે ભેદ છે તેની પરવા કરવાની તસ્દી કોઈ લેતું નથી. એટલે માથે મીંડું કરી દેવાનું ચલણ ચાલુ થઈ જ ગયું છે ને એનો વાંધો કોઈ લેતું હોય તેવું જણાતું નથી. આમેય તે પ્રથમ ત્રણ કંઠ્ય  ; તાલવ્ય તથા મુર્ધન્ય ણ્ નો ઉપયોગ હવે થતો નથી.

ટુંકમાં મારા જેવા ભાષાના વીદ્યાર્થીને આ ત્રાસની સામે થવું ગમતું હોય તો એણે આ બધાં કમઠાણોને આરામ આપવો જોઈએ….છેલ્લાં સાતેક વરસથી ઇ તથા ઊને મેં નેટગુર્જરી ઉપરથી તગેડી મુક્યાં છે. એનું નુકસાન મને વ્યક્તીગત રીતે થયું હશે, પણ તેનો વાંધો નહીં માનીને ચલાવ્યું હતું…..

પરંતુ જે લોકોને સાર્થ જોડણીકોશ મુજબ જ સાચું ગુજરાતી લખવું હતું તેમને માટે મેં મારી શક્તી ને સમજણ મુજબ સાર્થમાં જ ઘણા બધા પાઠો લખ્યા. હજી આજે પણ મારા તે પાઠો ટૉપ ઉપર છે…

એટલેથી સંતોષ ન થતાં “વેબગુર્જરી” દ્વારા એક આદર્શ સ્થાપવા માટે પણ પ્રયત્ન ચાલુ જ છે. હું મારી શક્તી હશે ત્યાં સુધી આ કામ કરીશ જ પણ જે મારું પોતાનું છે તે નેટગુર્જરી પરનું બધું તો ઉપરનાં બધાં જ કમઠાણો વગરનું કરવા ધારું છું……

કોઈ વાંચે–ન–વાંચે તે સૌની સ્વતંત્રતાની વાત હોઈ સૌને વંદન !!

– જુગલકીશોર.

3 thoughts on “ઇ–ઊ–ઋ–ષ–કૃ–હૃ–દૃ–ન્–મ્ વગેરેની વાત.

 1. ભાષાવીજ્ઞાનીઓ સાચા છે કે ઉચ્ચાર ભેદ એ ભાષાભુલ નથી.

  મોટી યુનીવર્સીટીમાં કોઈ વૈજ્ઞાનીક કે ગણીતશાસ્ત્રી ભાષણ આપે અને આપણને ખબર પડે કે એને અંગ્રેજી ટી નો ઉચ્ચાર કરતાં તો આવડતું નથી. આ દુનીયામાં ઈરાન, ઈરાક, ઈટલી, ફ્રાન્સ, જર્મની, બ્રીટન થી લઈ અમેરીકા સુધીના લોકો જે અંગ્રેજી બોલે છે એમાં ઉચ્ચારમાં ભેદ ખબર પડી જાય છે. કીટીબારીનો નાગરીક હીન્દી બોલે ત્યારે ખબર પડે કે હીન્દી બોલે છે પણ સમજતા વાર લાગે છે.

  જુ.ભાઈએ જણાવ્યું છે કે કૃ અને દૃ થી શરુ થતા શબ્દો શબ્દકોશમાં શોધવાની ઘણાને ખબર નથી. ભલું થાજો આ યુનીકોડવાળાનું કે ગુજરાતી લખવાની પ્રેકટીસ થઈ. કૃ ફ ક્રુ, દૃ દ્રુ, હૃ હ્ર યુનીકોડમાં ટાઈપ થઈ શકે છે. પણ ઉચ્ચાર કેમ થાય અથવા શું ફરક છે એ તો ઉપરવાળો જ જાણે…

  Like

 2. આપ ગુજરાતી ભાષાના ગાલિબ છો.
  ગાલિબ’નો અર્થ થાય છે શ્રેષ્ઠ, સૌથી ઉચ્ચ.
  ‘વો હર એક બાત પે કહના,
  જો યૂં હોતા તો ક્યા હોતા’.
  આપ નાની સંવેદનાઓ સજાગ રહીને તમારા બ્લોગ પર ઉતારો છો. આપ શબ્દોના જાદુગર છો અને સામાન્ય માણસના દુખ દર્દને વાચા આપો છો.
  ‘કોઈ વાંચે–ન–વાંચે તે સૌની સ્વતંત્રતાની વાત હોઈ સૌને વંદન !!’
  વાતને વંદન
  કતરા દરિયામેં જો મિલ જાયે, તો દરિયા હો જાયે,
  કામ અચ્છા હૈ વહ જિસકા કિ મઆલ અચ્છા હૈ..’

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.