સમરથકો નહીં દોષ, જુ.ભાઈ ?!

સહયોગીઓ !

ગુજરાતની એક જાણીતી સાહીત્ય સાથે સંકળાયેલી સંસ્થાની સાઇટ પરના આરંભના પાના (હોમપેજ) પર જોડણીની કેટલીક ભુલો મને બતાવવામાં આવી હતી ! અંદરનાં પાનાંઓ પર જવાની હીંમત નહોતી તેથી બહારથી જ મળી તેને અહીં મુકી છે. 

સાવ સાદા શબ્દોમાં પણ સાહીત્યકારો જો ભુલો કરતા હોય તો આપણો શો દોષ ?! – જુ.

 

ખોટી જોડણી                               સાચી જોડણી

 

સભ્યોને મળતાં લાભ                 મળતા લાભ  

સેક્શન                                      સૅક્શન

દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ                  દૃશ્ય–શ્રાવ્ય વિભાગ

ઓડિયો વિડિયો                         વીડિયો

ક્લીક                                        ક્લિ

૧૦૦ વર્ષથી ય વધુ                 વર્ષથીય

ઇ-ન્યુઝલેટરના                       ન્યૂઝલેટર

મિડિયા -પ્રેસ                           મીડિયા

અન્ય લીન્કસ (links)            લિંક્સ 

પરિષદ–વિશે                           પરિષદ વિશે

 

8 thoughts on “સમરથકો નહીં દોષ, જુ.ભાઈ ?!

 1. હંમણા રાજકારણમાં એક ગતકડું આ પણ ચાલ્યું છે !
  સમરથકો નહીં દોષ
  સમર્થ ‘કો’.નહીં દોષ
  …………………………
  કોલ ઇન્ડિયાનું કોલસાનું ઉત્પાદન અને વેચાણ ધારણા કરતા ઓછું હોવાની ગણતરી મૂકાય છે ત્યારે ઘટતી જતા નફાકારકતા વચ્ચે આવા તગડા ડિવિડંડની જાહેરાતનાં ઔચિત્ય વિશે અનેક સવાલો ઊઠી રહ્યા છે પણ
  સમરથકો નહીં દોષ ગુંસાઈ!
  જો કે આ વાત સાહીત્ય સાથે સંકળાયેલી નથી.વેબ જગતના સમરથ સાહીત્યકારોને પ્રતીભાવ નથી મળતો કે ઓછો મળે છે ત્યારે અસરથની વાતને જે પ્રતીભાવ મળ્યો તેની સંખ્યા આંબવાની વાત તો દૂર પણ તેની નજીક પણ પહોંચી શક્યા નથી.તે છે મનોજ વિ હિરલ…જેમાં ભલભલા મહારથીઓ મેદાને આવ્યા!
  રી.ગુ.ના તંત્રીશ્રી હિરલના પક્ષે કહે-‘કવિયત્રીએ આ બધી રચનાઓમાંથી પ્રેરણા લીધી હોય… તેમને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરું છું, ‘
  અનિમેશ અંતાણી કહે ‘ મનોજે હિરલ પાસેથી પ્રેરણા લીધી હોય એમ પણ બને!’
  ડૉ.વિવેક કહે-‘ હું મૃગેશભાઈની પ્રોત્સાહનવાળી વાત સાથે સહમત નથી થઈ શક્તો. ચોરી કરવામાં વળી “હીર” કયું? ચોરીને બિરદાવવા સુધી આપણા મૂલ્યો ખાડે ગયા છે એ જાણીને દુઃખ થયું. પ્લેટફોર્મ આપવાની વાત સાચી પણ કોને અપાઈ રહ્યું છે એ જોવાની જવાબદારીમાંથી જ્યારે છટકવાનું વિચારીશું ત્યારે એ પ્લેટફોર્મની ગરિમા નંદવાઈ રહી છે એટલું નક્કી જાણજો. સાચું સૌજન્ય અને સાચકલું હીર તો આ કૃતિને હટાવી લેવામાં અને કવયિત્રી યોગ્ય ખુલાસો કરે એમાં રહેલું છે. સાથે મીના છેડા ને પણ આ સ્થળે આ ક્ષણે એની આ કવિતાને પણ હું એટલી જ સખ્ત રીતે વખોડું છું ‘
  Vikram Bhatt Nothing wong or new to have inspiration from Vetarns. Keep it up Hiral. Yo have real હીર.-‘
  વિવેક કહે-‘ સાહિત્યમાં ચોરી ઘુસી અને ચોરીને બિરદાવનારા મળી રહેશે ત્યારે સમાજનું પતન નિશ્ચિત બની રહેશે.
  અંતે, મનોજ ખંડેરિયા જેવા સિદ્ધહસ્ત કવિ, જે આજે તો આપણી વચ્ચે હયાત પણ નથી, એમણે આ કવયિત્રીમાંથી પ્રેરણા લીધી હોઈ શકે એવું માનનાર પણ આજે ઉપસ્થિત છે એ જાણીને કદાચ આગળ કંઈ ન બોલવું જ વધુ ઉચિત લાગે છે’
  Vikram Bhatt ,’Cool down. Be calm. Readers are not critics. They are simply vewing this & other such sites for નિજાનંદ. They are ભાવક. Some of them may be ignorant about Manj Khandaria’s stature & status.All Bhavaks cna not be well known about author’s background. We should not expect also such knowledge from them. They are enjoying, let them……Cheers…
  વિવેક’ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા….સાચી વાત… કાન પકડ્યા, મિત્રો!.ત્યાં અમારા આદિગુરુ મેદાનમા
  SV What is wrong with readers?
  The above is a plain and simple case of plagiarism. The site admin and the readers are and should be responsible in preventing it. Deterring scholarly dishonesty and cheating, and raising creative ethics.
  In most western country plagiarism is a crime.
  I think the site admin should seek an apology and in future should check the authenticity of the submissions.
  I am 100% with Dr. Vivek Tailor, wish there are more people who value originality.
  swity ‘ વાચકમિત્રો,
  એ વાતનો વિચાર કર્યો કે આ બધા નકારાત્મક પ્રતિભાવોનો આ ઉગતી કવયિત્રી પર શુ અસર પડશે?
  તેમણે જે પ્રયત્ન કર્યો ઍને બિરદાવવો જોઇએ’
  વિનય ખત્રી -‘હિરલ દેવાશ્રયી (વડોદરા) હાજિર હો’
  હાજિર હો કહિને, what we are trying to proove? Are we THAKADAR of so called plagarism?
  I strongly object this words, HAJIR HO. It is attack on individual’s constitutional right. Any literature will learn “Honour to Individual”. If at all it was humour, it was in bad taste.
  Hiral has prooved mature herself by not reacting to so called critics comments. We know what is going on, on the front of palgarism in our own world of Gujarati literature. We all have kept mum when it comes to notable celebrity, when it comes to upcomong, we takes the role THAKADAR. Pl. End this ARANYA RUDAN…………………………………છેલ્લે તમારા મગળકારી વિચાર સાથે દર્શન થયા
  સૌ હવે આને એક અનુભવ ગણીને વસંતના આ સમયને સાચવી લે ! અસ્તુ. જુગલકિશોર.બાદ ઘણાં પ્રતીભાવ આવ્યા છેલ્લે વિવેક-‘હીરલ દેવાશ્રયી અને મૃગેશભાઈના સંકેતસૂચક મૌનને સખેદાશ્ચર્ય સ્વીકારી હું આ ચર્ચા શરૂ કરવા બદલ બંનેની જાહેર માફી માંગું છું…..”તો પણ યુધ્ધ ચાલુ જ રહ્યું અને આપણી આજની વાત આ રીતે કહેવાઇ
  Vikram Bhatt-‘સમરથકો દોષ નહિ ગુસાઇ.
  જાગ્રુતિએ બતાવેલ જાગુતિ માટે ધન્યવાદ. પાખ ફફ્ડાવતા બાળપન્ખિને આડે ચકરાવા ના મારવાના હોય, પાનો ચડાવવાનો હોય. ઝાટકણીની આટલી તત્પરતા સિધ્ધહસ્ત લેખકોની ચોરી વખતે દર્શાવવી જરુરી છએ. ઊગતા છાએડને ઉખએડી નાખવામા કયા વિવેક-વિનય છએ?
  આટલા બધા પ્રતિભાવમા મને સૌથી વધુ ગમ્યો.Atul Jani મારા આત્મા સિવાય – તારું કશું જ નથી.

  વાહ શશિનનભાઈ, અદભુત્ વીલ. વાસ્તવ માં આત્મા સિવાય આપણું કશું નથી તો પછી બીજાને કશું આપી શકાય તેવું તો ક્યાંથી હોય.

  મને થયું કે જે લેખ ને આટલી બધી કોમેન્ટ્સ મળી છે તે લેખ માં મારું પણ નામ આવે તો ઠીક.

  દિ’આખો ચુગલી ને ચોવટમાં ગુંથાતો ચોરો,
  સાંજ પડે બેઉ હાથ જોડી ઠાકોરમય થઇ જાતો ચોરો.

  આ લેખ સારી રીતે ચુગલી ને ચોવટમાં ગુંથાણો છે, હવે સાંજ પડે થોડુ ઠાકોરજી નું પણ સ્મરણ કરવાનુ યાદ કરાવવા બદલ પ્રીતમજી ને ખુબ ખુબ ધન્યવાદ.

  આપણો સંબંધ શું ? જૂની પુરાણી વારતા
  લાગણીનું નામ શું ? જૂની પુરાણી વારતા

  આટલી બધી ચર્ચા શું ? જૂની પુરાણી વારતા
  તંત નો કાંઈ અંત હોય ? જૂની પુરાણી વારતા

  જુઓ ભાઈ મે તો ગુંજનભાઈ પાસેથી પ્રેરણા લઈ ને ઉપર નો શેર લખ્યો છે, ઍમાં મારૂં કશું નથી સીવાય કે જોડણીની ભુલો.
  જોડણીની ભુલો માટે વિચારતા મા શ્રી અતુલભાઇ જોડણીની ભુલોથી અસ્તુ
  પશ્ન આવ્યો કે અમે ક્યાં હતા ?
  લખવાનો વિચાર કર્યો ત્યાં તો ‘…લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.’
  લટકી ગયા કે વિનંતિને માન આપ્યું ?

  Like

 2. જોડણીની ભુલો માટે વિચારતાં ….. ઉચ્ચાર પ્રમાણે, આ શબ્દોની જોડણી —> “સાહિત્ય”,”પ્રતિભાવ”,”હિમ્મત “અને ” ભૂલ ” ” મૂકી” ઈ. ન હોવી જોઇયે??? વેટરંસ / અનુભવીઓ પ્રકાશ પાડી શકે ,અલ્બત્ત વિશ્વસ્નીય સ્થળે પૂરી ચકાસણી કર્યા પછી પ્રમાણ સહ રેફ. સાથે જ …
  ” ચોરી એ ચોરી જ ….” હા એમાં વગવાળા સમરથને દોશ આપવાની હિમ્મત ભલા કોણ કરે?

  Like

  1. શ્રી કાન્તજી, આ બ્લૉગ પરનાં લખાણોમાં હ્રસ્વ ઇ તથા દીર્ઘ ઊ વાપરવામાં આવતાં નથી !! જોડણીમાં પડતી ભુલોને ઘટાડવાના અમારા અભીયાનનો એ મુખ્ય મુદ્દો છે ! આ મુદ્દો અશાસ્ત્રીય નથી. પંડીતોના મનમાં પુરાઈ ગયેલી સંસ્કૃત આધારીત જોડણીએ ગુજરાતીથી વીદ્યાર્થીઓને દુર કરી દીધા હોઈ એક ઈ–ઉનું આંદોલન શરુ થયેલું…..આપના પ્રતીભાવ માટે આભાર સાથે – જુ.

   Like

 3. ખોટી અને સાચી જોડણી બંને સાથે વાંચ્યા વગર મારા જેવાને તો ખબર જ નથી પડતી કઈ સાચી અને કઈ ખોટી. શ્રી જુગલકિશોરભાઈનું અભિયાન બહુ સમજણપૂર્વકનું છે. જુનુ એટલુ સોનુ નથી હોતુ જડતાથી નિયમોને વળગી રહેવુ એ બદલાતા સમય સાથે તાલ મિલાવવામાં અવરોધ છે પણ એનો મતલબ એવો નથી કે નિયમો જ ન હોય. નિયમો તો હોવા જ જોઈએ અને સમર્થ લોકો થકી ફેરફાર માન્ય થાય પછી જ નીચલા સ્તર સુધી એનો અમલ શક્ય બને છે પરંતુ જયારે સમર્થ લોકો જ નિયમોને નેવે મૂકે ત્યારે તેનો દોષ ન ગણીએ તો પણ તેમને આ ક્ષેત્રે કોઈના દોષ કાઢવાનો અધિકાર તો પછી રહેતો જ નથી. આમ એનું સમર્થપણુ જોખમાઈ જાય છે.

  પ્રજ્ઞાજુબેનની કોમેન્ટ વાંચી તાજ્જુબી અનુભવી.

  ખેર, આ આપના અભિયાનમાં જોડાવાની ઈચ્છા તો ઘણા વખતથી જાગી છે કારણ કે શીખવાનો ઉત્સાહ હજુ જીવંત છે . મને લાગે છે કે આજે જે રીતે આપે ફર્ક બતાવ્યો છે તે ફર્ક જોવો તે પહેલું પગથિયુ છે. ભૂલ ખબર પડે તો સુધારી શકાય પણ ભૂલ ક્યાં થાય છે તે તો ખબર પડવી જોઈએ ને! આ અભિયાનમાં આવી જાહેર ભૂલોને આ રીતે તફાવત સાથે બતાવી ભૂલ સુધારણાનો આખો ગ્રંથ તૈયાર થઈ શકે… ગુજરાતી સ્પેલ ચેકર મારા જેવાને વાપરવાનું સરળ બને તે માટે શું થઈ શકે? તે જણાવશો તો આભારી થઈશ.

  Like

 4. શ્રી જુ. ભાઈ,

  ઉંઝા જોડણી માન્ય જોડણી તો છે જ નહીં ને? માત્ર તેને વ્યાપક બનાવવાની ચળવળ ચલાવવામાં આવી છે અને થોડાક લોકો કહે કે અમે ઉંઝા જોડણીમાં લખશું. જ્યાં સુધી તે માન્યતાપ્રાપ્ત જોડણી ન બને ત્યાં સુધી તો તે ભુલ જ કહેવાય અથવા તો તેને સમાંતર સરકારની જેમ વિદ્રોહી જુથની સમાંતર જોડણી કહેવી જોઈએ.

  નાનપણથી મને ગુજરાતીની જોડણી આવડી જ નથી. મારી બહેન અને મારા બા મારા પ્રત્યેક લખાણમાંથી અઢળક જોડણી ભુલો શોધી બતાવતા. છેવટે મેં સ્વીકારી લીધેલું કે જોડણીના નીયમોને લીધે માર્ક જાય તો ઘોળ્યાં પણ કાઈ તેથી પેપર લખવાનું થોડું છોડી દેવાશે? તેથી નાનપણથી જ હું વિચિત્ર જોડણી લખતો આવ્યો છું. હવે મારી આ જન્મજાત(?) અથવા તો મેં જાતે જ કેળવેલી નબળાઈને હું મારા બ્લોગ પર લખી દઉ કે અહીં વિચિત્ર જોડણીમાં લેખ લખવામાં આવે છે તમારે વાંચવા હોય તો વાંચો નહીં તો ચાલતી પકડો તો શું તે વ્યાજબી ગણાશે? ઉંઝા જોડણી વાળા એવું જ કરી રહ્યાં છે.

  સહુ પ્રથમ તો ઉંઝા જોડણીને માન્ય જોડણી અથવા તો વૈકલ્પિક જોડણી તરીકે સ્વીકૃતિ અપાવો અથવા તો સહુ કોઈને તેમની મન ફાવે તેવી વિચિત્ર જોડણી કરવાનો બ્લોગસિદ્ધ અધિકાર છે તેવી જાહેરાત કરાવરાવો.

  Like

  1. સૌ પ્રથમ વાત તો એ કે હું કોઈને ઉંઝા માટે આગ્રહ કરતો જ નથી. બીજી વાત એ કે મેં જે ભુલો બતાવી છે તે સાર્થ જોડણી મુજબની બતાવીને સાર્થના જ નીયમો મુજબ સુધારા સુચવ્યા છે !! હું ઉંઝા અંગે જે કાંઈ માનું છું તે મારા બ્લૉગ ઉપર જ અમલી બનાવું છું….

   અને સૌથી મોટી વાત તો એ છે કે, પાંચેક વરસથી હું જે ભાષાની વાતો સમજાવું છું તે પણ સાર્થ જોડણીકોશના નીયમ મુજબ જ સમજાવું છું !! વેબગુર્જરીનો જન્મ પણ ઉંઝાને એક બાજુ રાખીને સાર્થનો જ પ્રસાર કરવા માટે થયો છે !!! આમ કોઈ રીતે એવું કહી શકાય તેમ નથી કે મારે ઉંઝા સૌના માથે મારવી છે. એ મારી પોતાની માન્યતા હોઈ મારે કોઈની માન્યતાની જરુર નથી. મારા બ્લૉગ ઉપર હું તે કરી શકું છું. કોઈ વાંચે ન વાંચે તેની પરવા નથી. પણ આગળ પડતા માણસો સાર્થ જોડણીનો આગ્રહ કરતા હોય ને છતાં જાહેરમાં ખોટું લખતા હોય તો બતાવવામાં શું વાંધો છે ?! હું તો સાચું ને શુદ્ધ સાર્થમાં લખાય તે માટેના પાઠો પણ લખું છું જેના આધારે ઘણા લોકોએ પોતાની સાર્થ જોડણી સુધારી પણ છે. આમ મારો હેતુ તો સર્યો જ છે…..રહ્યો સવાલ તે મારા બ્લૉગ પરની જોડણીનો. તો તે તો મારી પોતાની મરજી પર જ આધાર રાખે છે. જેમને ઠીક લાગે તેઓ જ વાંચે.

   Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.