હવે પછી કોઈએ સ્વેચ્છાએ સાચી જોડણી………?

ઉપરનું મથાળું અધુરું છાંડીને મુકી રાખવા પાછળ પેલા ગાંધીલખ્યા પ્રખ્યાત વાક્યની આડે ઉતરવાનો કોઈ ઈરાદો નથી; એવી હીંમત પણ ન હોય. પણ તે છતાં આદરણીય નારાયણભાઈની વીદાયે જોડણી વીશયક બે વાત મુકી દેવા સહેજે મન થયું.

એમને મળવાનું સાવ જ અચાનક બનેલું. ગાંધીકથા અંગે મેં પત્રો લખેલા તેના જવાબમાં તેમણે, મારા બ્લૉગ પરનાં લખાણોના પણ સંદર્ભે, મને દસેક મીનીટ મળાશે કહીને બોલાવેલો. પણ પછી તો વીદ્યાપીઠના જ, ગુજરાતી વીશય સાથેના અનુસ્નાતક વીદ્યાર્થી તરીકે વાતું નીકળતી ગયેલી….કલાકથી વધુ સમયમાં. ને એમાંય મારા બ્લૉગ નેટગુર્જરી પર એમની પુસ્તીકા ‘સંત સેવતાં સુકૃત વાધે’ હપતા વાર પ્રગટ કરવાની મંજુરી એમણે આપેલી તેનીય વાત નીકળેલી. મેં જાણે કે ‘પાકું કરવા’ માટે જ પુછી નાખેલું કે “મારા બ્લૉગ પર તો હું એક જ ઈ–ઉમાં લખું છું તો આપની પુસ્તીકાના હપતા એક જ ઈ–ઉમાં…….” મારા વાક્યનો જવાબ એમણે કંઈક એમ કહીને આપેલો કે “તમે મારો પત્ર ફરી વાંચી જજો….મેં તમને પત્રમાં મંજુરી આપી ત્યારે તમારા બ્લૉગનાં પાનાં મેં વાંચેલાં જ હતાં જેમાં તમે કરેલી જોડણીની મને જાણ હતી….ને પછી જ તમને મંજુરી આપી છે !!”

એ લગભગ આખી પુસ્તીકા મારા બ્લૉગ પર એક ઈઉમાં પ્રગટ થયાનું સદ્ભાગ્ય વાગોળતો આજે આ લખવા બેઠો છું ત્યારે આજકાલ ચાલી રહેલી જોડણી વીશયક બાબતો મનમાં મોટી ગડમથલ ઉભી કરી જાય છે.

જોડણીકોશ પ્રગટ કરનારી સંસ્થાના વડા તરીકે તેઓ (શ્રી ના.દે.) કાંઈ અમારી જોડણીને મંજુરી તો ન જ આપી દ્યે તે હું જાણું જ પરંતુ એમની જોડણીનીષ્ઠા કે સમગ્ર ભાશાનીષ્ઠા એવી તો તાતી કે એમણે સૌના આગ્રહ પછી જોડણીના જાણકારો (પક્ષકારો)સાથે મીટીંગ કરીને તંતનો કાંક અંત લાવવાનો ભાવપુર્વક પ્રયત્ન કરેલો. (જોકે સાંભળ્યા મુજબ, સભા અધવચ્ચે છોડીને ઉભા થઈ જનાર કોઈ સભ્યના પ્રસંગે કરીને પછી તો સભાનો કોઈ સાર નીકળ્યો નહોતો.)

તો –

હવે પછી, “સાચી જોડણી” શબ્દને વીશે શું કહી/કરી શકવાનાં આપણે ? સાચી જોડણી, સાચી જોડણી, સાચી જોડણી એમ રટ્યા કરવાનો કોઈ અર્થ રહ્યો છે ખરો ? સાર્થકોશે સુચવેલી જોડણી, આમેય કોઈને હાથવગી થઈ કે રહી નથી. એમાંય પ્રુફરીડરો હવે મળતા જ નથી તેથી પ્રકાશીત થતાં પુસ્તકો, સામયીકો, સરકારી પરીપત્રો, છાપાંઓ, દુકાનોનાં પાટીયાં, ટીવીની ચેનલો – અરે, ક્યાંય કરતાં ક્યાંયેય આપણને સાચી જોડણીનાં દર્શન થાય છે ખરાં ?

નેટ પર અમે જ્યારે સુધારાની વાત મુકી ત્યારે સખ્ખત વીરોધ કરનારા પ્રામાણીક ભાશાપ્રેમીઓએ અમને ઠીક ઠીક ઠમઠોરેલા તે યાદ છે. ને છતાં તેમાંના ઘણાબધા, રીપીટ – ઘણાબધાં જોડણીને નામે કચ્ચરઘાણ વાળે છે ત્યારે (ને ન સહન થાય તેટલી ભુલો ભરેલી ઈ–બુકો ફટાફટ છાપવા માંડ્યાં છે ત્યારે) કોણ કોને ફરીયાદ કરશે વારુ ?

નેટ પર લગભગ ભાશા અંગે જ લખવાની ધખના લઈને બેઠા પછી આજે આઠેક વરસનાં વાણાં વાઈ ગયાં પછી પણ જોડણી અંગે કોઈ પણ પ્રગતી થઈ હોય તેવી આસાયેશ કોઈ આપશે તો ગમતી વાત હશે….પણ એવું કાંઈ જોવા મળતું નથી. મારાં લખાણોમાંથી છંદો શીખનારાં ઘણાં આજે છંદોબદ્ધ કાવ્યો રચે છે ખરાં. એનો આનંદ અપાર છે. પરંતુ જોડણીના બહુ જ ચીવટપુર્વક મેં લખેલાં લખાણો પછી ને એનાથી ફાયદો થયાનું કહેનારાંઓ હોવા પછી પણ એક પણ વ્યક્તીએ કહ્યાનું જાણમાં નથી કે તેમની જોડણી હવે સાવ સાચી થઈ છે !! કોઈ કરતાં કોઈને પણ આ વરસો દરમીયાનનાં મારાં લખાણો “ઉપયોગી સીદ્ધ” થયાં હોય તેવું જાણવામાં નથી આવ્યું.

મારી આ વેદનાનો પડઘો કટાક્ષથી કે ગાંભીર્ય સહ એમ કહીને પાડી શકાય કે, “જુ.ભૈ, તમને પોતાને જ સાચી (?!) જોડણીમાં શ્રદ્ધા નથી એટલે તો તમે તમારા ભાશાશુદ્ધીના પાઠો એક ઈઉમાં લખો છો પછી એની અસર ક્યાંથી થાય ?!” ને વાતને મજબુત કરવા પેલા સાધુની છોકરાને ગોળ ન ખાવાની શીખામણવાળી વાર્તા પણ તમે અહીં મને ‘સંભળાવી’ શકો છો !!

આવો ટોણો કોઈ મારે કે ન મારે પણ હું તો એની કલ્પના કરી જ રાખું છું. સાર્થ જોડણીકોશના જ નીયમો વડે સાર્થ જો.કો. મુજબની જોડણી શીખવવાના મારા પ્રયત્નો પણ એક ઈ–ઇમાં હોય તો તેને “મારા દૃષ્ટીકોણ”થી સમજવા કોણ નવરું હોય ?!

છેવટે નેટગુર્જરીના મારા વ્યક્તીગત બ્લૉગ પર મારી જોડણી જેમની તેમ રાખીને વેબગુર્જરી શરુ કરી તે ઉપરોક્ત કાલ્પનીક કટાક્ષ – ટોણાનો જ જાણે જવાબ હતો. વેબગુર્જરીના પાનાં ઉપર ખોટી જોડણી અમે થવા નહીં દઈએ એવી જાહેરાત છપાવ્યા પછી આજે ફક્ત બે જ વરસને અંતે જોઈ શકાયું છે કે વેગુના કેટલાક લેખકોને અમે જોડણીની ભુલો બતાવીને ફરી તે ભુલો ન થાય તે માટે પ્રયત્નો કરતા જ રહ્યા છીએ….પરંતુ જોડણી જેનું નામ, કે સુધરવાનું નામ જ નથી લેતી !!

ભાશાપ્રેમીઓ ગુજરાતી માધ્યમ માટે થઈને અંગ્રેજી માધ્યમ સામે બળાપો કાઢે છે; ગુજરાતી વાક્યોમાં ઢગલાબંધ આવતા રહેતા અંગ્રેજી શબ્દો સામે રોશ વ્યક્ત કરતા રહે છે; વીદેશે વસતાં કુટુંબોની નવી પેઢી ગુજરાતીને ભુલી રહી છે તે વાતે દુખ વ્યક્ત કરતાં રહે છે….ને એ બધી લાગણી સાચી અને સહજ છે. પરંતુ ગુજરાતી બચાવવા કે સાચવવાની ધખનામાં સમયના કુદરતી પ્રવાહનું શું ?! આ ધસમસતા પ્રવાહોને રોકી રાખવાનું ગજું છે કોઈનું ? વળી સૌથી વધુ મોટો ઉહાપોહ કરનારો વર્ગ જ પોતાનાં સંતાનોને કે પોતાની બીજી પેઢીને ગુજરાતી વિમુખ બનતાં ન અટકાવી શકતો  હોય ત્યાં બીજાંઓની તો વાત જ શી (શા માટે) કરવી?!

ઈ–બુકનું હાથવગું પ્રકાશન હવે સૌને ઉપલબ્ધ હોવાથી લોકો સંસ્થાઓ રચીરચીને પુસ્તકો છાપવા લાગ્યા છે. આવાં, ગુજરાતી ભાશાને લાંછનરુપ લાગે તેવાં, પુસ્તકોની કીંમત પણ લોકો પાછાં હોંશેહોંશે ચુકવે છે. નવી પેઢીનાંને કે ચાલુ પેઢીનાં ફાલી ઉઠેલા લેખકફાલને સાચી જોડણીની જ ખબર નથી ત્યાં જુની પેઢીનાં ઉત્તમ સાહીત્યકારોની ભાશાની કીંમત કોણ આંકવાનું ?! હવે તો વધુ ‘લાઈક’ મેળવે તે જ મોટો લેખક ! એમણે પોતે જાતે જ છાપી નાખીને પ્રચાર–પ્રસાર કરી દીધેલાં પુસ્તકોની જોડણી તે જ જોડણી સાચી એ વાતે તો હવે ‘ઈતી સીદ્ધમ !!’

એટલે જ –

“હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.” એ ગાંધીજીએ ડંડો પછાડીને કહેલા વાક્યનો શો અર્થ કરીશું આપણે બધાં જ ?! હા, આપણે બધાં જ. કારણ કે હવે આપણે લગભગ બધ્ધાં જ પોતપોતાની સ્વેચ્છાએ જ જોડણી કરવા માંડ્યાં છીએ. હવે સાર્થકોશી જોડણી કે ઉંઝાજોડણી કે મીલાપજોડણી કે કુમારજોડણી જેવું કશું જ રહ્યું નથી. સૌની જોડણી પોતપોતાની જોડણી છે; કહો કે સ્વચ્છાજોડણી છે. વાણી સ્વાતંત્ર્યનો જ જાણે કે અમલ થઈ રહ્યો છે. જોડણીમાં સ્વેચ્છાચાર એ જ હવે આચાર, સદાચાર બની ગયો હોય તેવું માનવાને સહેજ પણ તાર્કીક કારણ કોઈને નજર સામે જ ઉભેલું દેખાય, તો,

હા, તો –

તો પછી આ લખાણને શીર્શકે મુકેલું, અધુરું છાંડેલું પેલું વાક્ય પુરું કરવાની છુટ, કોઈ પણ વાચક લઈ શકે છે !

સુજ્ઞેશુ કીં બહુના ?!

8 thoughts on “હવે પછી કોઈએ સ્વેચ્છાએ સાચી જોડણી………?

 1. જુગલકિશોરભાઈ, મને એમ લાગે છે કે પરીસ્થીતી ગમે તે હોય જો આપણને એમ લાગે કે એક જ ઈ-ઉવાળી જોડણી પ્રચારવાને લાયક છે, (હું એમ માનું છું) તો એને માટે મંડ્યા રહેવું જોઈએ. એમાંયે આપના જેવા સાહીત્યના માણસ આમ નીરાશા વ્યક્ત કરે અને પ્રયત્નો છોડી દે એ મને તો ગમતું નથી. કદાચ ભવીષ્યની પેઢી આ પ્રકારના પ્રયત્નો થયેલા એ જોઈને પ્રેરણા લે અને ગુજરાતીમાં જોડણીની એકવાક્યતા આવે પણ. એમાં કદાચ વર્ષો વીતી જાય તો પણ શું?

  Liked by 1 person

 2. સુંદર માર્ગદર્શન
  પર્યાય શબ્દ ત્યારે વપરાય જ્યારે તમને મૂળ શબ્દની જોડણી ન આવડતી હોય! – બાલ્ટાસર ગ્રાસિયાં ના વિચાર સાથે જ્યાં શંકા પડે અને કોઈક રીતે તમે શબ્દકોશને રિફર કરી શકતા ન હો કે મૂળ લેખકને પૂછી ન શકતા હો ત્યાં પોતાનું દોઢ ડહાપણ વાપરીને જોડણીમાં સુધારાવધારા-ઉમેરા કરવાના નહીં. આ કરું કે ન કરું એવો ડાઉટ આવે ત્યારે કરવાને બદલે ન કરવું વધારે સારું. પરિણામ ઓછું ખરાબ આવશે. બાકી, કાલે પૂરું કરીએ.

  Like

 3. જુ.કાકા, હવે તો “તુન્ડે તુન્ડે જોડણી-ભીન્ના” છે. એમ જ ચાલતું રહેશે। આજનો સમય એટલો દોડ-ધામ વાળો છે કે. જોડણી-ભાષા-વ્યાકરણ કોઈના “મુદ્દા”માં છે જ નહીં।

  એક આડવાત, અમેરીકામાં જન્મેલા અને ઉછરેલા વૃન્દના સતત ત્રીજા વર્ષે ગુજરાતીમાં 100/100 ગુણ આવ્યા! મારી બીજી પેઢીએ ગુજરાતી સાચવી તો છે જ એનો આનન્દ સહુ સાથે વહેંચી લઉં।

  Liked by 1 person

 4. સૌ પ્રથમ વૃંદનીમીત્તે પ્રીય ચીરાગને ધન્યવાદ !! બીજી પેઢીને સોમાંથી સો ગુણ અપાવવાની વાતે શેર લોહી ચડે છે. ચીરાગ ઉંઝાજોડણીના સમર્થક હતા ને એમણે આ ભાશાપ્રેમ બીજી પેઢીને આપ્યો છે !

  એક વાત ગુજ.ના જાણીતા એક પ્રકાશકે લખેલી તે યાદ આવે છે. તેમણે કહેલું કે મારે ત્યાં સાર્થ જોડણીમાં છપાવવા આવતાં પુસ્તકોના લેખકોની જોડણી કરતાં સરખામણીએ ઉંઝાજોડણીવાળા લેખકોની જોડણી ઉપરાંત ભાશાશુદ્ધી પણ વધુ જોવા મળી છે !! એટલે કે ભાશાશુદ્ધી બાબતે સાર્થના આગ્રહીઓ પાછળ રહેલા હતા ! (આ વાત બધાને લાગુ ન જ પડે પણ એક પ્રકાશકના અભીપ્રાયને પણ મહત્વનો ગણવો જોઈએ.) તે જ રીતે ભાશાસુધારનો વીરોધ થયા પછી ઈબુકોમાં ઢગલાબંધ ભુલો રાખનાર કરતાં સુધારવાદીઓની ભાશાનીષ્ઠા કંઈક અંશે વધુ હોય તેવો નાનકડો સંદેશો વૃંદના નીમીત્તે મળે છે.

  આ લખાણમાંની નીરાશા ફક્ત નીરાશા નથી. વેબગુર્જરીમાં લખાણો સુધારી આપ્યા બાદ પણ ભુલો કરનારા બધા એ ભુલોને સુધારી શકતા નથી ત્યારે આવા પ્રકારના વીવીધ પ્રયોગો કરનારને થતા અનુભવનું બયાન કરવાનું સહજ છે. હમણાં થોડા સમય પહેલાં મેં ત્રણેક નવલકથા અને બેએક કાવ્યસંગ્રહોનાં પ્રુફરીડીંગ કરી આપ્યાં ત્યારે એક મોટો સંતોશ એ થયેલો કે હજી પણ ભાશાશુદ્ધી માટે ખર્ચ કરવામાં માનનારાં ભાશાપ્રેમીઓ નેટ પર વસે છે ખરાં ! આવતી કાલે, નેટ પર ઈબુક છપાઈ તેને જો પ્રીન્ટ કરાવવાની થશે તો ત્યાં પણ એ બધી ઢગલાબંધ ભુલો પ્રીન્ટમાં પણ રહેવાની જ ને ?! કે પછી ત્યાં એને રીપેર કરવામાં આવશે ?

  **********************************

  ભાશા તો નદીની જેમ સતત પ્રવાહીત રહેતી ચીજ છે. એ કોઈના વશમાં રહે તે શક્ય નથી. નેટસગવડો અને ધાંધલીયા જીવનને લીધે આવનારા સમયમાં ગુજ. જ નહીં પણ બધી જ ભાશા ઉપર અરાજકતાનાં પુર ફરી વળવાનાં છે. જોડણી જ નહીં પણ વાક્યરચનાઓ ઉપર પણ ત્સુનામી ફરી વળશે. ભાશામાં હમણાં સુધી “ધીરે ધીરે સુધારાનો સાર” મનાતો હતો પણ વીજાણુયુગ જેનું નામ ! એ હવે એટલી ઝડપે બધું ફેરવી નાખશે કે ‘સુધારો’ શબ્દ લપટો પડી જશે….હવે પછી સુધારાની વાત કરવાની તક જ મળશે નહીં.

  વીદ્યાર્થીઓની ભાશાભુલોના ગુણ કપાશે નહીં તે તો સમજી શકાય તેવી વાત છે પણ કદાચ માતૃભાશા અને અન્ય ભાશા એવો ભેદ પણ રહેશે કે કેમ તે સવાલ હશે.

  આ વાતને “એક અતીશયોક્તીભરી આગાહી” તરીકે આપણે યાદ રાખીશું ???

  Liked by 1 person

 5. સાચી જોડણી સાથે લખેલી ભાષાનો પ્રયોગ ભાષાનું માત્ર જ્ઞાન જ નહીં, પણ ભાષા માટેનો પ્રેમ અને માન પણ બતાવે છે. બોલીમાં પ્રાદેશીક લઢણ આવી જતી હોય, તે ઔપચારીક લખાણમાં સ્વીકાર્ય નથી ગણાતી. જો કે પ્રાદેશીક લઢણમાં બોલીનો પ્રયોગ પણ અન્ય પ્રદેશનાં લોકો સાથેના કે ઔપચારીક વ્યવહારોમાં સ્વિકારાતો નથી જ.
  સાચી ભાષાની આવડત બાલપણ અને કિશોરવયનાં ઘડતરનાં વર્ષોમાં કેળવાય તો જ પછીથી તે સ્વૈચ્છિક રીતે વપરાય.
  હાલની ભણતર પધ્ધતિમાં ભાષાને જ પ્રાથમિકતા નથી, તો વ્યાકરણને તો કોણ જ પૂછે? અને આ પરિસ્થિતિ ગુજરાતી જેવી પ્રાદેશીક ભાષાને જ નહીં પણ જેના પર જીવન વ્યવહાર ચલાવવાનો ભાર નાખવાની ગણત્રી છે તેવી અંગ્રેજી ભાષાનાં ભણતરને પણ લાગૂ પડે છે.
  હવે આભ ફાટી ચૂક્યું છે, ત્યાં થીગડાં દેવાથી તો કામ ક્યાંથી જ થશે?

  Liked by 1 person

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.