રક્ષાબંધન આ વખતનું……………

આ વર્ષે રાખડી બાંધી અમારા ઘરની કર્મશીલા સોનલ (વાસણ–કપડાં–પોતાં કર્મચારી) રાણાએ –

5 IMG_20150829_115837

6 IMG_20150829_115804

7 IMG_20150829_115838

1IMG_20150829_115851

2 IMG_20150829_115859

11 thoughts on “રક્ષાબંધન આ વખતનું……………

 1. ખૂબ સુંદર વિચાર/આચાર
  અમે આટલું બધુ કામ કરીએ તો પંણ કોઇ કામવાળી ( શિષ્ટભાષામાં કર્મશીલા (વાસણ–કપડાં–પોતાં કર્મચારી) નથી કહેતું…! અહીં હવે ભારે કામ કરવા દેતા નથી પહેલા લોન મોવ કરવી,પાંદડા ભેગા કરી કોથળામા ભરવા, સ્નો શેવલ કરવો, બાગકામ કરવું,ઘરની સફાઇ કરી,વાસણ સાફ કરવા,કપડા ધોવા – આયર્ન કરવી અને ડાયપર બદલાવવા (ડાયપર કોમોડમા ખંખેરી બરોબર પેક કરી તેના કેનમા મૂકવા પડે) રીસાઇકલ,ટ્રેશ,ખાતરમા કામ લાગે તે જુદા રાખવા અને લેંડ ફીલની વસ્તુ જુદી રાખી તેની નક્કી કરેલ જગ્યામા મૂકવા જવું તો કોઇ હરીજન નથી કહેતું .અહીં બધા જ આવું કામ કરે તેથી ખાસ તેમા નવાઇ જેવું લાગતું નથી !
  હા, પણ રક્ષા બંધાવે અને ભરપુર ભેટ આપે .કોક એને ફ્રેંડશીપ બેંડ કહે અને દશેરા બાદ પણ રહેવા દે!! અમારા સ્નેહીના જમાઈને હાર પહેરાવીએ તો ગળામા રહેવા દે

  Like

  1. દીદી,

   અમારાં ‘ઘરવાળાં’ (ઘર જેમનાથી સુ–રક્ષીત છે તે)ને પગે ઓપરેશન થયા બાદ કામવાળાં (કર્મશીલ)ની જરુર પડી હતી. બાકી તો ભારત અને અમેરીકા વચ્ચે જે ‘અંતર’ છે તે અમાપ છે. અહીં કામવાળાં રાખવામાં કોઈ એક ગરીબ કુટુંબને મહીનાનો મોટો ટેકો ગણાય છે ! (ક્યારેક તો એવી પરીસ્થીતીવાળી વ્યક્તીઓ કામ કરવા આવે છે જેના ઘરની સ્થીતી જોઈને જ તેને છુટાં કરવાનો જીવ ન ચાલે !!) કામની આળસ નહીં પણ જરુરીયાત પણ હોઈ શકે છે જ્યારે તમારે તો ના છુટકે જાતે બધું કરવું પડતું હશે……

   ભારત–અમેરીકા વચ્ચે ૩૬નો આંકડો લાગુ પડે છે. મારા જ્યોતીષી પીતાજી કહેતા કે રાવણે ગ્રહોને ઉંધા કરી દીધા હતા તેનો અર્થ એટલો જ કે હીમાલયે તેના જે ગ્રહો હતા તેનાથી સાવ વીપરીત ગ્રહો દક્ષીણના આત્યંતીક છેડે જઈને એ સૌને બદલી નાખ્યા !!

   ભારતમાં જે હોય તે ત્યાં ક્યાંથી હોય ?

   બાકી તો દરેક માણસ સવારના પહોરમાં સંડાસપ્રક્રીયાએ કરીને સફાઈ કર્મચારી જ હોય છે ! ત્યાં કોઈનું ચાલતું નથી. ઘરના કામને વેઠ પણ ન કહેવાય અને તેને સન્માન પણ ન મળે. હા, તમે બહુ સાચું કહ્યું કે તેમની પાસે રાખડી બંધાવીને તેમને “કામવાળાં, નોકર”માંથી ઘરનાં માણસ બનાવી શકાય છે…….

   ખુબ આભાર સાથે –

   Liked by 3 people

 2. વાહ જુ.ભાઈ, આપનો શબ્દપ્રયોગ હૃદયમાં ઉતરી ગયો. ‘કર્મશીલા’ – કર્મ જેમનું શીલ છે, તેવા બહેન આખા પરિવારનો આધારસ્થંભ બની આપણા પરિવારને મદદ કરે છે, તેનાં મૂલ્ય મૂલવી શકાય નહિ. ધન્ય છે આ બહેન. આપે તેમને આદરનું સ્થાન આપીને એ નવી પરંપરા ચાલુ કરી છે તે માટે આપને ધન્યવાદ અને અભિનંદન. આશા રાખીએ કે અન્ય પરિવારો આપના ઉપક્રમને અપનાવે.

  Liked by 1 person

  1. આભાર નરેનભાઈ,

   બે વરસ પહેલાં અમારી શેરી વાળનારી ભંગીબહેન પાસે બંધાવેલી. એ તો વીચારમાં પડી ગયેલી પણ પછી બહુ જ ભાવથી રાખડી બાંધેલી. તેનો ફોટો લઈ શકાયેલો નહી પણ બ્લૉગ પર મુકેલું.

   વર્ષો પહેલાં મારી શેરીની લાઈનના છેવાડે (મારા ઘરથી આઘું)બહુ ઘાસ થયેલું તે હું પાવડેથી કાઢતો હતો તો તે ઘર પાસેની બહેને હું સાંભળું એટલે અવાજે મને ભંગીયો કહેલો !!

   એટલે પછી મેં ભંગી બાઈ પાસે જ રાખડી બંધાવીને એ ગાળને સાર્થક કરેલી ! (લોકશાળામાં મેં ખાડાના જાજરુનાં મળમાટી કાઢીને ખેતરોમાં નાખેલાં છે…..મારાં સગાંઓમાં હું કહું કે અમે ખાદીવાળાઓ તો આજન્મ હરીજનો જ ગણાઈએ)……

   Liked by 3 people

 3. ગાંધી મુલ્યોને જેઓએ સંસ્કાર અને શિક્ષણથી આત્મસાત કર્યા છે એવા જુ’ભાઈ એ એમની આગવી રીતે રક્ષાબંધન

  કર્મ શીલા બેન પાસે કરાવતાં ચિત્રો પ્રેરક છે.અમેરિકામાં આજે લેબર ડે ની રજા હતી જે કામદારો માટેનો દિવસ

  ગણાય છે. અહીં કોઈ કામ નાનું નથી ગણાતું .

  Like

 4. જાતિવાદ,કોમવાદ અને ધર્મના વાડામાં રાચતા લોકોમાં કોઇ મૂલ્યોની કિં મત હોતી નથી.અમેરિકામાં જ્ઞાતિજનોના કહેવાતા ઉધ્ધાર માટે જ્ઞાતિ સંમેલનો વારતહેવારે યોજાતા રહે છે.અેમને ગાંધી મૂલ્યોની કિંમત ક્યાંથી સમજાય ?અાપણી જડતા બીજાઓથી ઊતરતી નથી એ યાદ અાવતા દુ:ખ થાય છે.ખેર એમજ ચાલવાનું.અસ્તુ.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.