રાત્રી : પુરુષાર્થીની માતા !

“રજનિ પુરુષાર્થોને અંતે ઊગે’, નહીં સત્ય તે;
    રજનિ પુરુષાર્થોને છાયા ધરે મધુમાત–શી !”

– જેઠાલાલ ત્રિવેદી.

રાત અને દીવસને આપણે મોટા ભાગે સામસામા છેડે બેસાડેલાં છે. તે બન્ને જાણે એકબીજાથી વીરોધી ને વીપરીત પ્રકૃતીનાં ગણીને જોયાં છે.

દીવસ અને રાત; અજવાળું ને અંધારું, પોઝીટીવ–નેગેટીવ; શુભ–અશુભ; દેવ–દાનવ વગેરે ! અને એ વાત, એ સરખામણી, એ બન્ને માટેના સાવ વીપરીત ભાવ એ એક જાતની અણસમજ છે તેવું જાણે સમજાવવા માગતા હોય તેમ કવીશ્રી  ઉપરની બે પક્તીઓમાં રાત્રીને એક મહત્ત્વની ઉંચાઈ આપી તેનું બહુમાન કરતા જણાય છે.

સામાન્ય રીતે રાત્રીને દીવસભરની કામગીરીનો અંત ગણાવાતો હોય તેમ, પુરુષાર્થનો અંત એ જ જાણે રાત્રીનું ઉગવું હોય તેવો પણ એક અર્થ દર્શાવીને કવી રાત્રી, રજનીને પુરુષાર્થ પછીની સંભવીત નીરાશા, પરીશ્રમ પછીની થકાવટ વગેરેને દુર કરીને પુરુષાર્થીને આવતી કાલ માટે તૈયાર કરવા માટેનો શીળો વાત્સલ્ય ભર્યો લેપ કરનારી બતાવે છે !!

સેવાકાર્યો કરવાં, ફરજ બજાવવી, નીત્ય જીવનકાર્યો કરવાં વગેરેનો અંત થાય ત્યારે જ રાત્રી પ્રગટ થઈને આરંભાય છે તેવું ગણીત કવીને મંજુર નથી. સારાં તત્ત્વોનો અંત એજ રાત્રીનો આરંભ એવી વાતને તેઓ સત્ય કહેતા નથી કે કોઈ એવું કહેતું–માનતું હોય તો તે બરાબર નથી તેમ કહીને બીજી પંક્તીમાં રાત્રીનો મહીમા ગાય છે !

કહે છે, રાત્રી તો માતાની ગોદ જેવી છે ! મધુમાત એટલે મધુરી, મીઠી માતા ! દીવસભર જેઓ પુરુષાર્થ કરે છે તેમને આવતી કાલ માટે સ્વસ્થ, નીર્ભર, નીર્ભય, પ્રોત્સાહીત કરવા માટેનો શીળો હાથ ફેરવવાનું કામ કરતી રાત્રી જાણે માતા બનીને પુરુષાર્થીને પોતાની ગોદમાં પોઢાડે છે એવો ભાવ આ પંક્તીમાં પ્રગટે છે.

અને એક વાત તો ડંકેકી ચોટ છે જ ને, કે જેઓ પુરુષાર્થી, મહેનતુ છે તેઓ જ સાચી, ઘસઘસાટ નીદ્રાના અધીકારી હોય છે; અનેક પ્રકારનાં અનીષ્ટો આચરનારાંઓને તો ઉજાગરો નસીબે કાયમ વળગેલો રહે છે; તેમની દયા રાત્રી શી રીતે ખાય ?!

સાહીત્યજગતમાંનાં અનેક કાવ્યોમાં રાત્રીનાં વર્ણનો વાંચવાની ભુખ જગાડે તેવી વાત લઈને આવેલી આ બે પંક્તીઓને આપણે મમળાવતાં રહીશું ?

– જુ.

6 thoughts on “રાત્રી : પુરુષાર્થીની માતા !

 1. બે વાર વાંચતા ચિંતને ચઢ્યા
  રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
  પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.
  અહીં ‘રજનિ-દન નીરખે’ માં સતત જાગૃતિનો સાક્ષીભાવ અભિપ્રેત છે
  અને પ્રહલાદની આ પંક્તી
  મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી,જજે સકલ તો ભૂલી રજનિ ને દિનો આપણાં;
  રચે સ્વપ્ન ભવ્ય કો જગતનું બીજા સાથમાં,ભલે વિસરજે પછી જગત આપણે જે ઘડ્યાં.
  અને નરસિંહરાવ દિવેટિયા
  મધ્ય રજનિ ચાંદનીમાં ચળકે, સાગવાને ગૂંચવાયું રે,
  ધુમસ રૂપેરી તે પર તરતું ગાન ચમકતું આવ્યું,
  જો ! ગિરિકોકિલ ! તું.
  ગૂઢ શક્તિને ગૂઢ અર્થ તુજ કળી સકું શી પેરે રે?
  મૂઢ અબ્ને ગિરિવર જ્ય્હાં પીતાં અવિરત અમીરસેર
  તુજ ગિરિકોકિલ ઓ! અને ફરી આ મમળાવતા
  “રજનિ પુરુષાર્થોને અંતે ઊગે’, નહીં સત્ય તે;
  રજનિ પુરુષાર્થોને છાયા ધરે મધુમાત–શી !”
  આપની આ વાત-‘ જેઓ પુરુષાર્થી, મહેનતુ છે તેઓ જ સાચી, ઘસઘસાટ નીદ્રાના અધીકારી હોય છે; અનેક પ્રકારનાં અનીષ્ટો આચરનારાંઓને તો ઉજાગરો નસીબે કાયમ વળગેલો રહે છે; તેમની દયા રાત્રી શી રીતે ખાય ?-‘ સમજાઇ

  Like

  1. रात और दिन दिया जले, मेरे मन में फिर भी अंधियारा है
   जाने कहा है, ओ साथी, तू जो मिले जीवन उजियारा है

   पग पग मन मेरा ठोकर खाये, चाँद सूरज भी राह ना दिखाये
   ऐसा उजाला कोई मन में समाये, जिस से पिया का दर्शन मिल जाये

   गहरा ये भेद कोई मुझ को बताये, किसने किया है मुझपर अन्याय
   जिस का हो दीप वो सुख नहीं पाये, ज्योत दिये की दूजे घर को सजाये

   खुद नहीं जानू ढूँढे किस को नज़र, कौन दिशा है मेरे मन की डगर
   कितना अजब ये दिल का सफ़र, नदियाँ में आये जाये जैसे लहर4:46
   RAAT AUR DIN DIYA JALE BY ADARSH ANAND
   ADARSH ANAND દ્વારા
   2 વર્ષ પહેલાં262 વાર જોવાઈ
   फिल्म — रात और दिन — 1967 रात और दिन दिया जले मेरे मन में फिर भी अंधियारा है जाने…

   Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.