આકાશી નથણી !!


નથણી !

images

 

 

 

આજે

સૂર્યની પાછળ
બ્હાવરી બનેલી સંધ્યા,
ઉતાવળી કૈં મન બ્હેકાવતી
દોડી ગૈ.
કે આ –
બીજ કેરી નથણી પ્હેરવી
ભૂલી ગઈ !
જુઓને…
ચોરીછૂપીથી
ચંડાળ નિશાએ પ્હેરી લીધી,
કૂબડા નાક પર કેવી જડી દીધી !
– ‘સુક્રિત’ (બુદ્ધિપ્રકાશ ડિસેં. ૬૩)

7 thoughts on “આકાશી નથણી !!

 1. બીજ કેરી નથણી પ્હેરવી…
  સુંદર કલ્પના
  જૂના કાળમાં દર બીજના ચંદ્ર દર્શન લોકો અવશ્ય કરતા હતા. બીજનો ચંદ્ર એટલે ત્યાગનો મહિમા, કર્તૃત્વ અને પુરૂષાર્થ માટેની મૂર્તિમંત પ્રેરણા, જીવનની શોભા, જીવનનું સૌંદર્ય .બીજનો ચંદ્ર દેખાય એટલે લોકો આનંદીત થાય, ચંદ્ર દર્શન જ મધુર છે, આનંદ આપનાર છે.
  કોઇ કવિ આકાશ અને ધરતીની પુત્રી તરીકે બીજને વર્ણવે છે. બીજ તો ખેતરે-ખેતરે દૂર-દૂર રમતી ફરે છે. પૂર્ણિમાના ચાંદમાં કલંક હોય છે, જ્યારે બીજનો ચંદ્રમાં તો ક્ષીણ રેખા હોય છે, એનામાં કોઈ કલંક હોતું નથી. પૂનમ પછી પૂર્ણિમાના ચંદ્રનો ક્ષય થાય છે અને પછી અધંકારભરી અમાસ આવે છે, જ્યારે બીજના ચંદ્રનો ઉત્તરોત્તર વિકાસ જ થાય છે. ભવિષ્યની અનંત ઉજ્જવળ સંભાવના એના ગર્ભમાં છૂપાઈ છે. બીજનો ચંદ્ર નિરંતર વિકાસ પામતો જ રહે છે
  કવિશ્રી રાજેન્દ્ર શાહ આ રીતે વર્ણવે છે
  તને જોઈ જોઈ તોય તું અજાણી
  (જાણે) બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા
  ઝાઝેરો ધૂમટો તાણી…
  ઝવેરચંદ મેઘાણી બીજ માવડી વાતે કહે
  અજવાળી બીજનું આ નાનકડું વ્રત છે. મહિને મહિને બીજનો ચંદ્ર ઊગે. તેને આકાશમાથી પારખી લેવા છોકરાં ટોળે વળે. રૂપાના તાંતણા જેવી પાતળી ચંદ્રલેખાને જોતાં જ છોકરાં બોલે :
  બીજ માવડી !
  ચૂલે તાવડી
  બે ગોધા ને એક ગાવડી.
  અમાસના અંધકારમાં ડૂબેલો ચંદ્ર ભાઈબીજના દિવસે ઉજજવળ ભાવિની નવી શરુઆતો કરે છે શિવજીના ભાલપ્રદેશ ઉપર શોભી રહે પણ શરીરના લાલ રક્ત કણ આવો આકાર ધારણ કરી લે ત્યારે એ સિકલ સેલ એનીમિયા નામની એક મહાભયાનક બીમારી બની જાય છે. તો કોઇ વિધવાની તુટેલી બંગડીની કલ્પના કરે ત્યારે અહીં બીજ કેરી નથણી
  ચંડાળ નિશાએ પ્હેરી લીધી,
  કૂબડા નાક પર કેવી જડી દીધી !

  Like

 2. વાહ! કેવી મજાની યાદ કરાવી આપી! નિશાએ ચોરીને નથણી પહેરી લીધી અને યુગાનુયુગથી સંધ્યા આદિત્યને ઝંખી રહી છે. અને નિશા? એ કુબડીએ નથણી તો પહેરી, પણ તેને ઉતારનાર ભરથારની શોધમાં તે પણ તડફડી નથી રહી?
  આ અનુસંધાનમાં યાદ આવી ગયું મન્ના’દાનું ગીત : નથલીસે ટૂટા મોતી રે! કજરારી અઁખિયાઁ રહ ગઈ રોતી રે….

  Like

   1. ધર્મ હોય કે રાજકારણ આચાર સંહીતા એ મુખ્ય અને મુળભુત સર્વસ્વીકૃત સીધ્ધાંત છે. આજે આપણા સમાજમાં જે આચારની અવ્યવસ્થા, સંકરતા ને શિથિલતા દેખાય છે, તેને દૂર કરવી હોય તો સમાજના શ્રેષ્ઠ મનાતા, અગ્રગણ્ય ગણાતા માનવોએ જીવનનું પરિશોધન કરવું પડશે. માનવતાનાં મૂલ્યોને વળગી રહેવું પડશે. આચાર, વિચાર અને ઉચાર એ ચંચળ ભાગમાં છે. વિચાર ની ભ્રષ્ટતા જાતને અને આચારની ભ્રષ્ટતા અનેકને ડુબાડે છે. અમારા દાદા ધર્માધિકારે તો વિચારક્રાંતિ પ્રવચનો આપ્યાં અને તેનું પુસ્તક પણ બહાર પાડ્યું જેમા વિનોબા,ગાંધીજી ના ચિંતન અંગે સમજ પડે.અને ધર્મ અંગે કહ્યું કે ગમે તેટલું કહીએ શેષ રહે જ
    આ શેષ આચારેણ પૂરયેત
    આપે આચાર લખ્યું અને અમારા વિચારવાયુમાં…અસ્તુ

    Like

 3. રસિક રસજ્ઞ ભાવકના ભીતરનું પોત પોકારે ! આકાશ દર્શન આટલી સુક્ષ્મતાથી આજકાલ કોણ કરી શકે ? ‘કંઈક’ નિમિત્ત બાહ્યમાં દેખાતાં સર્જનાત્મકતા જાગી ઉઠે , અભિવ્યક્તિ સક્રિય બને ..અવનવું પ્રકટે તે આનું નામ ! વધુમાં , .. ‘Capt. Narendra ‘ ની ભેટ :મન્નાડે …. ડોલાવી ગયા … અને પછી તો જુના અમુક પ્રિય ગીતો ને રસલ્હાણ !

  પ્રગનાજુ/pragnaju …નું મનોગત ….ક્યાંથી …..ક્યાં ….એક નવી ઊંચાઈએ લઇ ગયા એ ,.તે તેમના વાંચન-બાહુલ્ય અને ઊંડા ચિંતનનું દ્યોતક પ્રતીક-રૂપ પ્રતિપાદન .:”આપે આચાર લખ્યું અને અમારા વિચારવાયુમાં…અસ્તુ …”
  આનંદ .આભાર .

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.