નવી ‘NET-GURJARI’ના હેતુઓના અનુસંધાને સાઈટની “કેટેગરીઝ”

સહયોગીઓ !

છેલ્લે મારા આ બ્લૉગ પર એક સપનું મુક્યું હતું.

સપનાને પણ તર્ક હોઈ શકે !! મારું એ સ્વપ્ન અ–તાર્કીક નહોતું. એ સ્વપ્ન “પંચમુખી” હતું. એમાનું પાંચમું ફક્ત શક્યતાઓને દર્શાવનારું હોઈ બાકીનાં ચારેય તત્ત્વોનાં કારણરુપ હેતુઓને વધુ સરળ બનાવીને આજે અહીં રજુ કરું છું.

નવી સાઈટ પાછળના મારા વીચારોનો વાચકોને જે કંઈ ખ્યાલ આવે તેના આધારે તેઓ મને માર્ગદર્શન આપી શકે તે લોભે આ હેતુઓમાંથી જ પ્રસ્ફુટ થતી કેટેગરીઝને પણ રજુ કરું છું.

આ કેટેગરીઝ મુજબ જ નવી સાઈટનાં લખાણો પ્રગટ કરવાની ધારણા છે. જેથી લક્ષ્ય તરફ સતત નજર રહે અને આડુંઅવળું ભટકી ન જવાય.

મારું લક્ષ્ય કેવળ અને કેવળ માતૃભાષા અને માતૃભાષીઓ છે. આપણા વીશ્વભરમાં પથરાયેલા ગુજરાતી જનોને માતૃભાષા સાથે કોઈ ને કોઈ રીતે સાંકળવાનો ને સાંકળી રાખવાનો નમ્ર પ્રયત્ન પહેલેથી જ રહ્યો છે. પણ હવે, આ નવી નેટગુર્જરી દ્વારા તો એ જ એકમાત્ર લક્ષ્ય રહેશે તેવી કલ્પના, અત્યારે તો છે !

આપ સૌ ઝીણવટથી જોશો તો ખ્યાલ આવશે કે આ ફક્ત સહીયારું કાર્ય જ નથી પણ એમાં સૌ કોઈ પોતાના મનની વાત પ્રગટ કરીને વધુમાં વધુ ગુજરાતી ભાષાને પ્રયોજી શકે તેવી સગવડો એમાં છે. કાવ્ય, વાર્તા, પ્રસંગવર્ણનો, નીબંધો, પત્રો, અહેવાલો, સંવાદો વગેરે જેવાં સ્વરુપોના ભલે તેઓ નીષ્ણાત ન હોય પણ જેવું ફાવે તેવું ગદ્ય કે પદ્ય રજુ કરીને પોતાની કલમને સતેજ કરશે અને એ બહાને બાહરી વાતાવરણમાં મુરઝાઈ રહેલી આપણી શાણી વાણીને સતેજ કરવામાં પોતાનો બહુમુલ્ય ફાળો આપી શકશે. સાથે સાથે પોતાની નવી પેઢીને પણ માતૃભાષાથી વીમુખ થતાં બચાવી શકશે !!!

થોડું અતીશયોક્તી ભરેલું લાગશે તોય આ એક સ્વપ્ન છે ! સાકાર થઈ શકવાની ગુંજાઈશ ધરાવતું સ્વપ્ન !!

વાચકોને નમ્ર વીનંતી કે નીચે બતાવેલી કેટેગરીઝમાંથી કોઈ પણ કોઈ પણ કેટેગરીમાં બંધ બેસે તેવાં લખાણો તૈયાર કરે. સાઈટની શરુઆત થતાં જ (એના પહેલાં પણ…) મને મોકલવાની તૈયારી કરી રાખે. યાદ રહે – આપ સૌનાં લખાણોમાં કોઈ પણ જાતના ફેરફાર વીના જેમના તેમ ધોરણે જ પ્રગટ થશે. (લેખકો કહેશે તો તે પ્રમાણે જરુર ઘટતું કરીશું.)

અને હા ! આ સાઈટના શીર્ષક નીચેની ટૅગલાઈન પણ જાણી જ લેશો :

स्वान्त:सुखाय, जन सर्व हिताय, निर्झरी –

भाषा – अमारी सहुनी – सहियारी गुर्जरी !!         – જુગલકીશોર

––––––––––––––––––––––– 

મુખ્ય ચાર કેટેગરીઝ છે. તેની નીચે પેટા કેટેગરીઝ જોવા મળશે…..મારા માર્ગદર્શન માટે સુચનો સાભાર આવકાર્ય છે.

૧) PARICHAY

Ras-darshan – gadya (પસંદગીના ગદ્યનો પરીચય)

Ras-darshan – padya (પસંદગીના પદ્યનો પરીચય)

Sahity-Svarupo (સાહીત્યનાં સ્વરુપોનો પરીચય)

Vyakaran (વ્યાકરણના જરુર પુરતા પાઠો)

૨) SAMVARDHAN

About Madhyam (માધ્યમોની સરખામણી કરતાં લખાણો)

Matrubhasha-Gaurav (ગુજરાતીનું ભાષામાહાત્મ્ય)

Prachar-Prasar (નવી પેઢી માટેની પ્રવૃત્તીઓ)

૩) VACHAN-LEKHAN

Nava lekhako (નવા લેખકોનાં લખાણો પ્રગટ કરવાં)

Lekhan-Charcha (લખાણો અંગે ચર્ચાઓ)

૪) SANKALAN

Sampark (વૈશ્વીક ધોરણે સભ્યો–વાચકો–લેખકો દ્વારા સંપર્ક)

Parichayo (પુસ્તક–બ્લૉગ–વ્યક્તી–સંસ્થાઓના પરીચયો)

Samacharo (વૈશ્વીક ગુજરાતીઓના કાર્યક્રમોના સમાચારો)

Ahevalo (ઉપરોક્ત કાર્યક્રમોના અહેવાલો)

Mulakato (સ્વૈચ્છીક રીતે થતી મુલાકાતોના ઓડીઓ–વીડીઓનું પ્રકાશન)

 

 

Advertisements

One thought on “નવી ‘NET-GURJARI’ના હેતુઓના અનુસંધાને સાઈટની “કેટેગરીઝ”

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.