મારી નવી સાઈટનું ઉદઘાટન દરેક વાચક દ્વારા !

સહયોગીઓ !

છેવટે –

હા આજે, માગશરી પુનમે મારું નવું કાર્યક્ષેત્ર આરંભાઈ રહ્યું છે. આપ સૌને તેની જાણ કરતાં એક નવો જ અનુભવ કરી રહ્યો છું…..

આજ સુધી નેટગુર્જરીના માધ્યમથી મારાથી શક્ય તેટલું કામ કરતો રહ્યો હતો. પરંતુ આજથી આરંભાતી આ કામગીરી કેવળ અને કેવળ માતૃભાષા માટે જ છે !! કહું કે માતૃભાષાની, માતૃભાષા માટેની, માતૃભાષીઓ દ્વારા થનારી આ લાંબાગાળાથી સેવાતા આવેલા સ્વપ્નના સાફલ્યની કથા હશે ! દસ વરસ પહેલાં સાવ શરુમાં જ જે વાતો મુક્યાં કરેલી તે આજે કેવળ “માતૃભાષા”ના જ નામથી ને એના જ કામથી આપ સૌ સમક્ષ મુકી રહ્યો છું.

આ સાઈટ પર સાઈટનો “સંચાલક” ગૌણ હશે. ‘માતૃભાષા’ જ આ સાઈટનું ‘લક્ષ્ય’ હશે; એ જ એને સફળ બનાવવા માટેનું ‘સાધન’ હશે ને એ જ ‘માધ્યમ’ પણ હશે !! આ સાઈટનાં વાચકો અને લેખકો એના સાચા અને સાર્થક અર્થમાં સહયોગીઓ હશે.

કેટલાક શુભેચ્છાસંદેશાઓ મારા આયોજનના અનુસંધાને મળેલા તેને જુદી પોસ્ટરુપે મુકીશું. પરંતુ આજે આ આરંભાયેલી સાઈટના પ્રથમ વાચન પછી મને મળનારા સંદેશાઓ આ કાર્યમાં મને માર્ગદર્શકરુપ હશે તેથી મન મુકીને પ્રતીભાવો મોકલીને ઋણી કરશો. (સંદેશો મુકવા માટે હેડર પરના પેઈઝ “વાચકોના સંદેશાઓ”નો ઉપયોગ કરી શકાશે.)

સૌ જોઈ શકશો કે જે લેખકોએ મને પોતાનાં લખાણો આગોતરાં મોકલી આપેલાં તેમાંનાં આજે વારા પ્રમાણે ત્રણેક લખાણો મુકી દીધાં છે. બીજાં લખાણો પણ હવે પછી મુકાશે જ…..હું આશા રાખું છું કે લખાણો મને મળતાં જ રહેશે…..આ અંગેની કેટલીક વીગતો સાઈટના હેડર સાથે જોડાયેલા પેજીસમાં મુકાઈ છે. લેખકો તેના આધારે પોતાનાં લખાણો મોકલશે તો ખુબ અનુકુળ થશે. (શક્ય હશે ત્યાં સુધી દર મંગળ–શનીએ નવી પોસ્ટો મુકવાની ગણતરી છે.)

(મને જે લેખકોનાં લખાણો મળ્યાં છે તેમનાં નામ આ પ્રમાણે છે : સુ.જા; સરયૂબહેન; આતા; દાવડાજી; મહેન્દ્રભાઈ; લા’કાન્ત; ધનસુખ ગોહેલ; ચિમન પટેલ; નયનાબહેન; યોગેશભાઈ; ચિરાગભાઈ; જિજ્ઞેષભાઈ; પ્રજ્ઞાદીદી….બાકી લખાણો સાભાર ક્રમશ: ) સૌને લખાણો મોકલવા માટેનું આમંત્રણ ખુલ્લું જ ગણશો.

આ સાઈટના લોકાર્પણની કોઈ વીધી રાખી નથી. વાચકો એને ખોલશે એ જ એનું ઉદઘાટન ગણીશું….!

તો લ્યો ! આ સાઈટનું નામ : ‘MATRU-BHASHA’ (NET-ગુર્જરી) નક્કી કર્યું છે.

(કૌંસમાંનું નામ થોડા સમય પુરતું જ રહેશે.)

સાઈટનું સરનામું પણ નોંધી રાખશો : www.jjugalkishor.in

આપ સૌના સહકારની અપેક્ષાઓ સાથે –

– જુગલકીશોર.

 

Advertisements

14 thoughts on “મારી નવી સાઈટનું ઉદઘાટન દરેક વાચક દ્વારા !

 1. માતૃભાષા ગુજરાતીનો પ્રચાર પરદેશમાં વસતા લોકોમાં વધુમાં વધુ થાય અને તેમના બાળકો ઘરમાં ગુજરાતીમાં બોલતાં થાય તે જરુરી છે. બાકી તો અમારા જેવા નિવૃતોને તો ગુજરાતી વાંચવાનો લહાવો મળશે જ.અભિનંદન અને શુભેચ્છા.

  Like

 2. MATRU-BHASHA (NET-ગુર્જરી)ની અત્યારે તો છ પોસ્ટના ટાઈટલની ઝલક જોઈ..
  પરમ આદરણીય વડીલ શ્રી. હીમ્મતલાલ જોશી “આતા”ના જીવનનો પ્રસંગ માણ્યો…
  ખુબ જ સરસ મજાની વેબસાઈટ… સરસ કાર્ય…. અભીનન્દન…..

  Like

 3. આદરણીય જુગલકિશોરભાઈ ,
  નેટ-ગુર્જરી અને વેબ ગુર્જરીના પ્રણેતા અને અનુભવી બ્લોગ સંચાલક તરીકે બહોળા અનુભવ પછી આપને હસ્તે હવે આધુનિક લેબાસમાં જ્યારે નવી વેબ સાઈટ MATRU-BHASHA(NET-ગુર્જરી) નો મંગલ પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આપને હાર્દિક અભિનંદન અને એની સફળતા માટે અનેક શુભેચ્છાઓ.
  સૌના સહ્કારથી આ વેબ સાઈટ અગત્યનો ફાળો આપશે જ એવી મને ખાત્રી છે.આપનો રાહ નિષ્કંટક બની રહો .

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.