મારી કૉમેન્ટીકાઓ (૩) શબ્દ પણ એક ચેપી ચીજ છે !

શબ્દ પણ એક મજાનો ચેપ છે ! એકને અડકો એટલે બીજા આજુબાજુથી ગોઠવાઈ જાય ! પછી તો આપણે એમનું માન રાખ્યે જ છુટકો. નીબંધોમાં તો વળી એક ફકરાનો અંત જ બીજા ફકરાને ઉઘાડી આપે ને એમ શૃંખલા રચાતી જાય. (નીબંધ વીશે આપણે ત્યાં બહુ જાગૃતી નથી બાકી ગદ્યમાં રમવા માટે નીબંધ એ નીર્બંધ એવો રમતોત્સવ, કહો કે રસોત્સવ બની રહે છે !! )

શબ્દકોશ લઈને ક્યારેક બેસવા જેવું હોય છે. શબ્દકોશનો કોઈ એક શબ્દ હાથે ચડે ને એનામાં સહેજ જ રસ લો એટલે થઈ રહ્યું ! પછી તો શબ્દની અનેક છાયાઓ આપણને પાનાંનાં પાનાં ફેરવવા મજબુર કરી મુકે ! ઉમાશંકરભાઈ જેવાને “દૂરથી મંગલ શબ્દ આવતો” સંભળાય પછી જે ઘટના ઘટે તેમાં આપણ વાચક–ભાવકને પંચેન્દ્રીયસુખ પ્રાપ્ત થઈ જાય ! સર્જકો પાસે શબ્દો કેવી કેવી લીલા કરાવી જાય છે !!

આજે આ ‘પત્રાવલિ’માં એક નવું વ્યંજન પીરસાયું તો આટલો અમી–ઓડકાર થયો. આપણા વાચકોને આ પંગતે બેસવા નીમંત્રણ છે !


જુ.

(દેવિકા ધ્રુવના બ્લૉગ ‘શબ્દોને પાલવડે’ https://devikadhruva.wordpress.com/ ના લેખમાં મારી ટીપ્પણી.)

Advertisements

3 thoughts on “મારી કૉમેન્ટીકાઓ (૩) શબ્દ પણ એક ચેપી ચીજ છે !

 1. આ ખરેખર મઝાની વાત! જુગલભાઈ!
  સાચો સર્જક અને સાચો વાચક બંને હંમેશા શબ્દને પ્રેમ કરશે, પરખશે, પંપાળશે અને વહેતો પણ મૂકશે! તેમાંથી જ, આપે વાત કરી તે, શબ્દનો ચેપ જન્મશે.
  શબ્દકોશની ઓળખાણમાં હવે થોડાને રસ રહ્યો છે તે આપણું દુર્ભાગ્ય. બાકી શબ્દકોશમાંથી જાગતો શબ્દથી શબ્દનો ચેપ ઘણો તંદુરસ્ત હોય છે!
  આપે શબ્દોની વાત કરી ત્યારે “આજ મહારાજ જલ પર ઉદય ..” અને “જલધિજલદલ ઉપર દામિની દમકતી..” યાદ આવે. આજની ગુજરાતી પેઢી શબ્દકોશ પકડ્યા વિના આ શબ્દોને માણી શકશે?
  હું સૌ બ્લૉગર મિત્રોને કહું છું, જુગલભાઈ, કે આપણા માથે મોટી જવાબદારી છે. માતૃભાષાનું માન રાખજો!

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.