માઈક્રો ફીક્શન પદ્યમાં !!

“વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા…..”

અમારા એ જમાનામાં (એટલે કે આજથી ૬૫–૭૦ વરસ પહેલાં) વારતાઓ પણ પદ્યમાં હતી.

“ચકી ચોખા ખાંડે છે, પીતાંબર પગલાં પાડે છે; રાજ્યો–ભોજ્યો, ટીલડી ટચાક્યો…” જેવી રમતો અને અંત્યાનુ પ્રાસ–મધ્યાનુ પ્રાસ સહીત કાન દ્વારા મનમગજમાં ઠસી જઈને જીવનભર વણાઈ રહેનારી વાતો પદ્યમાં રજુ થતી હતી.

મધ્યકાલીન સાહીત્યમાં તો આખ્યાનો વગેરે પદ્ય વાર્તાસ્વરુપોની નવાઈ નથી…..આજે અેમ જ બસ આ એક વાર્તાને આજકાલ બહુ પ્રચલીત શબ્દ ‘માઈક્રો ફીક્શન’ના નામે  અહીં મુકું છું. વાચકોને કદાચ ગમશે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 સિંહની પરોણાગત

 

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી,

સામે રાણા સીંહ મળ્યા ને આફત આવી મોટી !

 

ઝુકી ઝુકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણઃ

મારે ઘેર  પધારો  રાણા, રાખો મારું ક્હેણ.

હાડચામડાં બહુ બહુ ચુંથ્યાં, ચાખોજી મધ મીઠું,

નોતરું દેવા  ખોળું  તમને – આજે મુખડું દીઠું !

 

રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ,

સીંહ જાય છે પાછળ એની જીભ લબ લબ !!

ઘર આ મારું, જમો સુખેથી, મધની લૂમેલૂમ

ખાવા  જાતાં   રાણાજીએ   પાડી   બૂમે બૂમ !

મધપુડાનું વન હતું એ – નહીં માખીનો પાર,

બટકું પુડો  ખાવા  જાતાં  વળગી  લારોલાર !!

આંખે,  મોઢે,  જીભે,  હોઠે ડંખ  ઘણેરા લાગ્યા,

‘ખાધો બાપ રે!’ કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા !

 

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી,

સામે રાણા સીંહ મળ્યા ’તા, આફત ટાળી મોટી !

 

                            – રમણલાલ સોની

––––––––––––––––––––––––––––––––––––––––

આ રચનાને કાવ્યના ખાતામાં જ રાખી મુકવા જેવું નથી. એમાં વારતાનાં પણ કેટલાં બધાં લક્ષણો છે ! વારતામાંનાં મુખ્ય તત્ત્વો એટલે ૧) કથા, ૨) પાત્રો, ૩) સંવાદ, ૪) પ્રસંગપલટાઓ અને ૫) ગતિ (કથામાં વીકાસ)

આ પાંચેય તત્ત્વોની હાજરી આ નાનકડી રચનામાં જોવા મળે છે.

પંક્તી નં. ૨,૬,૮,૧૨માં ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ત્યાં વારતામાં વળાંકો આવ્યા છે. પછી વારતામાં પલટાઓ જણાશે. એટલું જ નહીં, કાવ્યમાં રહેલી નાટયાત્મકતા પણ છતી કરનારા છે. (આવી જ રીતે ‘અંધેરી નગરીનો ગંડુ રાજા’ કાવ્ય પણ એની નાટયાત્મકતા માટે માણવા જેવું છે.)

આ જ કાવ્યનો રસાસ્વાદ આ લીંકને સગડે જઈને માણી શકાશે : 

https://jjkishor.wordpress.com/2008/06/19/rasasvad-28/

 

Advertisements

7 thoughts on “માઈક્રો ફીક્શન પદ્યમાં !!

 1. ઓહ માય ગોડ! મને મારું ચાર ધોરણ સુધીનું બાળપણ યાદ કરાવી દીધું. કાવ્યો જ નહી પણ તે સમયના શિક્ષકો, મિત્રો અને ઘટનાઓ પણ યાદ આવી જાય. જુભાઈ, સાંપ્રત સાહિત્યથી તો અજાણ છું. પણ જાણતો હતો અને ભૂલાઈ ગયેલા બાળકાવ્યો યાદ કરાવી દીધા. લાલ પીળોને વાદળી મૂળ રંગ કહેવાય બાકીના બીજા બધા મેળવણી થી થાય જેવા કલર કોમ્બીલેશનનું જ્ઞાન આપતા કાવ્યો, ‘સૂરજ આવે સાત ઘોડલે અરૂણ રથ વાહનાર અમે તો પ્રભાતના પોકાર” બસ આટલામાં તો કેટલી બધી વાતો આવી જાય. સાત ઘોડા એટલે સ્પેકટ્રમ અને પૌરાણિક સૂર્યદેવતાનો સારથી અરૂણ…વાહ. ઘરમાં મારા પિતાશ્રી અને કાકા બને શિક્ષક હતા એટલે આવી વાતોનું પુનરાવર્તન થયા કર્તું હતું.

  Liked by 1 person

 2. સીતાને ચોટલો વાળી આપો !
  ******************************

  પંદર પગથિયા ઉતરવા
  પંદર પગથિયા ચઢવા
  સામે મહાદેવનું મંદીર
  મંદીરની બહાર ઓટલો
  સીતાએ વાળ્યો ચોટલો

  આવાતો કેટલાય બાળગીત આજની તારિખમાં પણ મોઢે છે.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.