હેમંત ગોહિલનું ‘ધોધમાર ઝંખના’નું ગીત

ધોધમાર ઝંખનાનું ગીત / હેમંત ગોહિલ “મર્મર”

 

હાલ્યને અટાણે સૈ, હાલીએ હટાણે મારે આખ્ખું ચોમાસું આજ વ્હોરવું….
મુઠ્ઠીભર માવઠામાં તળિયુંય ઢંકાય નહીં, કેમ કરી હાંડલીમાં ઓરવું ?

માંગ્યું મંગાય કૈંક માંગવાની રીતમાં 
ચોમાસું કોઈનું મંગાય કૈં ?
વીંઝાતા વાયરામાં તૈડાતી જાય સીમ 
ભીતરમાં કૈંક લંઘાય, સૈ.
અરધા આંધણ મૂઆં માગે ઓબાળ હજી,  છાણાને કેટલું સંકોરવું ?

ફળિયામાં આમતેમ ટોળે વળીને કોક 
મેંદી મૂક્યાની કરે વાતું;
વાતું તો હોય સખી, ઝરમરીયું ઝાપટું,
ભીનું તરબોળ ક્યાં થવાતું ?
ચોમાસું હોય તોય મૂંગો મંતર એવા ખોટુંડા મોરમાં શું દોરવું ?

થઇ જાતી રાળ રાળ આખ્ખીયે સીમ એવો 
ધીંગો વરસાદ મને ગોઠે;
માટીની મહેક બની ફોરે ગરમાવો ત્યારે 
તરસ્યું છીપાય મારી હોઠે.
ક્યાં લગ તરાગડે મોતીડાં ઠેલતીક વણવરસ્યા દિવસોને પોરવું ?

(ફેસબુક પરથી બઠાવેલું, એમના સૌજન્ય–આભાર સાથે…– જુ.) 

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

આ રચનાનાં કેટલાંક આકર્ષણો નોંધવા રેખાં છે. જુઓ એમની ભાષાભિવ્યક્તિ !

હાલ્યને અટાણે સૈ, હાલીએ હટાણે”માંના અલંકારો;

આખ્ખું ચોમાસું વ્હોરવાની વાત;

“મુઠ્ઠીભર માવઠા”ને  હાંડલીમાં ઓરીને ખોટ ખાવાની વાત;

વીંઝાતા વાયરામાં તૈડાતી સીમ;

લંઘાતું ભીતર;

ઓબાળ માગતાં મૂઆં અરધા આંધણ;

ચોમાસું હોવા છતાં ‘મૂંગો મંતર’ રહે એવો ખોટુંડો મોર;

રાળ રાળ થઇ જાતી આખ્ખી સીમ;

ધીંગો વરસાદ;

સાચાં મોતીડાંને આઘાં ઠેલીને વણવરસ્યા દિવસોને દોરે પોરવવાની ખોટ ખાવાવાળી વાત…..

 

સૌરાષ્ટ્રની ધીંગી ભાષાનો પરિચય કરાવતી આ રચનાના સર્જકને સલામ ! 

– જુગલકીશોર.

 

Advertisements

5 thoughts on “હેમંત ગોહિલનું ‘ધોધમાર ઝંખના’નું ગીત

  1. પહેલી બે પંક્તિ વાંચતા એવો ખ્યાલ આવ્યો કે આ કૃષ્ણ દવેની રચના છે. શૈલી અને શબ્દવ્યક્તિત્વ એમના જેવી જ લાગી. પછી નામ વંચાયું,હેમંતભાઈનું. અને છેલ્લે જાણ્યું કે ફેસબુક પર વહેતું આવ્યું અને એને આપે મઠાર્યું. જે હોય તે…પણ મારા જેવાને (મને કેટલાક મિત્રો કાવ્ય શત્રુ માને છે, અને મારાથી દલીલ થઈ શકે એમ નથી) ગમ્યુ એટલે ગમ્યુ. હવે તો જ્યારથી મારી વાર્તાઓ ફેસબુક પર મુકવાની શરુઆત કરી છે ત્યારથી શેર થતાં થતાં પ્રવીણ શાસ્ત્રી અદૃષ્ય થઈ જઈ અજ્ઞાત બની જાય છે. મેં ક્યાં દિલ્હી કે વોશિંગ્ટનમાં પૈસા ભરીને કોપીરાઈટ મેળવ્યો છે?

    Like

    1. પ્રવીણભાઈ, તમે મારા એક કાઠિયાવાડી શબ્દને ઉંધો લીધો છે. એમનું કાવ્ય બઠાવ્યું એટલે ઉઠાવી લીધું ! પુછ્યા વિના કોઈની ચીજ લઇ લેવી એટલે બઠાવવી !! મેં એમાં સુધારો કર્યો નથી…પણ હું જાણીજોઈને તળપદા શબ્દો વાપરીને ભુલાતો જતો ભંડોળ સંભારતો રહું છું…વાંક તમારો લગરીકેય (જરીકેય) નથ્ય . ખુબ આભાર સાથે…

      Liked by 1 person

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.