હાર-જીતની વચાળે

કોઈ જીતે કોઈ હારે રે મન્નવા, કોઈ હારે કોઈ જીતે.
એમને તો રહેવાનું મ્હેલાતે, બંગલે, આપણ ફુટપાથ ને પછીતે !
– કોઈ હારે કોઈ જીતે.

સળગ્યું લાગે છ આખું વંન ભલે, આપણાં આ ઝુંપડાં હજીય છે સલામત;
એને બાળીને કાંઈ તીરથ કરાય ના, વ્હેલેરી આવશે કયામત !
બળતાં ઝુંપડાંની આગ ઓલવશે કોઈ નહીં , લખીયું વંચાય સામી ભીંતે !
– કોઈ હારે કોઈ જીતે.

‘નાનાં’ ને ‘નબળાં’ સૌ કોઈ કહે આપણને, માની લીધું છ એય આપણે,
‘મોટાં’ હતાં તો કેમ માગવાને આવે છે મતવાલા આપણે જ આંગણે ?!
છુટાંછવાયાં કરી દેશે આપણને પછી ભેગા થાશું ન કોઈ રીતે !
– કોઈ હારે કોઈ જીતે.

વડલા જેવો છ દેશ આપણો વડેરો, ને આશરે એને જ છીએ સુખીયાં,
નાનામોટાના ભેદ પાડીને માળાને વીંખીશું તો થઈ રહીશું દુખીયાં;
ભાગલા પાડીને રાજ કરવાના પેંતરા થાય શું સફળ તે કદી તે ?!

કોઈ જીતે કોઈ હારે રે મન્નવા, કોઈ હારે કોઈ જીતે.

– જુગલકીશોર.

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.