માતૃભાષા પર એક નવા સર્જકની રચના : “હરિને અરજ”

હેમાબહેન રાવલનો પરીચય :

વ્યવસાયે ગ્રંથાલય કર્મચારી. છેલ્લાં સોળેક વર્ષોમાં વિવિધ શૈક્ષણિક/સાર્વજનિક/વિશિષ્ટ સંસ્થાઓનાં ગ્રંથાલયો સાથે ગ્રંથાલય વ્યાવસાયિક તરીકે સંકળાયેલ. હાલ ઈડીઆઈમાં મદદનીશ ગ્રંથપાલ. મૂળ નાતો ભાષા અને સાહિત્યની સાથે. વિવિધ લેખકો, પ્રકાશકો, સાહિત્યિક સંસ્થાઓ, સમૂહમાધ્યમો સાથે છેલ્લાં છવ્વીસેક વર્ષોથી હસ્તપ્રતલેખન/પ્રતપરીક્ષણ/સંપાદન, પ્રૂફવાચન, કૉપી એડિટિંગ, અનુવાદ તેમ જ કોશકાર્ય વગેરે સંદર્ભે સંકળાયેલ રહેવાનું બન્યું. સાહિત્ય અને સંગીત મૂળભૂત રસના વિષયો.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

હરિને અરજ

હરિ, અમારી મઢૂલી નાની, પાવન કરશો ક્યારે ?

અરજ અમારી સુણી રાંકની, અંતર ધરશો ક્યારે ?……….. હરિ !

 

હા ભૈ, ગોપી નથી અમે કંઈ, નહિ રાધા, નહિ વેણુ;

નહિ ધેનુ, નહિ યમુના-રેણુ, અમ સંગે શું લ્હેણું ?

ભાગ્ય અમારાં કે’દી ખૂલશે? અમ પર રીઝશો ક્યારે ?….. હરિ !

 

જરા અમસ્તું કહીએ ત્યાં તો જુઓ નહિ આ દિશ,

જાઓ, અમે યે નહિ બોલીએ- ભલી તમારી રીસ !

લ્યો, આ મૂક્યા અમે અબોલા, તમે મૂકશો ક્યારે ?………. હરિ !

 

તડકે-છાંયે, વા-વંટોળે; એક તમારી આશ,

મઝધારે નૈ મૂકો નૈયા, હેયે છે વિશ્વાસ,

આંગણ નયન બિછાવ્યાં, પ્રભુજી ! અનુગ્રહ કરશો ક્યારે ?… હરિ !

 

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.