ભવીષ્યનો વાચક કોઈ જાગશે –

જાતને સવાલ

(ઉપજાતી)

 

લખી, લખી પુસ્તક–પોથીઓ ઘણી,

મોટા રચ્યા મેં દળદાર ગ્રંથ હા;

મઢ્યા અલંકાર, કર્યાં સુશોભનો,

ઉડાડિયા કલ્પનના ફુવારા !

 

લેખો, કવીતા, ગઝલોય, વારતા

ને હાઈકુ, મુક્તક, જોક્સ, નાટકો –

નાખ્યાં લખી; વ્હેંચી દીધાં નીશુલ્ક !

શો NETનો લાભ બધો લીધો મેં !

પરંતુ રે, ક્વોન્ટીટી–મોહમાં મેં

ક્વૉલીટીને છેહ દીધો  હશે તો ?

ને માતૃભાષા અવ્યવસ્થીતા વડે

ટુંપો દઈ મુંઝવી મારી શું હશે ?

 

ભવીષ્યનો વાચક કોઈ જાગશે –

સ્વચ્છંદતાનો ન હીસાબ માગશે ?!

જુગલકીશોર.

 

(ઉમાશંકરભાઈના ‘જઠરાગ્નિ’ કાવ્ય પરથી સ્ફુરિત)

 

 

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.