જાગીને જોઉં તો………..!

અવઢવ

(છંદઃ પરંપરીત ઝુલણાં)

 

જાગીને જોઉં તો

જગત ઝાંખું દીસે;

ઝાંખુંઝાંખું બધું સપન ભીંસે……

 

ઉંઘમાં

ભોગવ્યા ભોગનું જે વધ્યું

અટપટું ચટપટું ખટમીઠું તે બધું

જાગતી આંખનાં દ્વાર ભીડે………

 

જાગવું –

ઉંઘના ભોગને ઝાંખવા;

ઉંઘવું –

‘જગતી’* રે વાસના પાંખમાં.

ઉંઘવું–જાગવું બેઉ પીડે !………..

 

ઉંઘવું દોહ્યલું –

“જાગશું, જાગી જાશું

પછી માંહ્યલુ સાવ મીથ્યા જશે;”

જાગવું દોહ્યલું –

“ઉંઘ આવી જશે,

‘રાચરચીલું’ બધું બાહ્યલું કામ ના’વે !”……

 

માંહ્યલું–બાહ્યલું બેઉ બળીયાં

પછી

બાથમાં વળગીયાં –

કેમ રીઝે ?

 

– જુગલકીશોર.

——————————————-

 

* જગતી = જગતની, દુન્યવી.

 

 

 

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.