કાળ–ચાકડો (છ ઋતુઓનું ચક્ર)

કાળ–ચાકડે

(અનુષ્ટુપ)

 

ઝાલી   હેમંતનો  હાથ, શીશીરે  સાચવ્યો   રુડો

શીયાળો; મળતાં લાગ, વગાડ્યા દાંત–ડાકલાં.

ટાઢે  ધ્રુજવીયું    લોક,   રજૈયે   હુંફ     ઉજવી –

તન્મને   તગડાં   કીધાંવસાણાં  ખવડાવીને !

 

વસંતે  ચાર્જ  સંભાળ્યોકેસુડે પ્રગટ્યા દીવા,

ખર્ખર  ખરીયાં  જુનાં; રંગગંધે  સજ્યાં  નવાં.

ગ્રીષ્માડી આવતાં, એણે  કાળો કેર કરી દીધો;

નભે તાપ, વને ટ્હૌકોકેસરી સ્વાદયે પીધો !

 

વર્ષાબૈ વરસ્યાં ઝાઝું, ગ્રીષ્માની આગ ઓલવી,

પાથરી  ચાદરું  લીલીધરાપુત્રો  રીઝાવીયા.

શારદી  સુખી સૌ વાતે,  નવરાત્રી ઝળાંઝળાં,

ચાંદની  ભીંતડાં  ધૉળે,  છલક્યાં ખેતરે ખળાં !

 

પીતા વર્ષ;  ૠતુ  માતા ત્રણ, ને  બાર બાળકો,

રમતાંઝુમતાં  ઘુમેકાળને  ચાકડે  અહો !!

 

જુગલકીશોર.

4 thoughts on “કાળ–ચાકડો (છ ઋતુઓનું ચક્ર)

  1. “ઝાલી હેમંતનો હાથ, શીશીરે સાચવ્યો રુડો
    શીયાળો; મળતાં લાગ, વગાડ્યા દાંત–ડાકલાં.” દાંત–ડાકલાં….અનોખો શબ્દ પ્રયોગ, સરસ કાળ ચાકડો ગોઠવ્યો.
    સરયૂ પરીખ

    Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.