‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી‘ગૌરવાન્વીત’ થનાર ગોવીન્દ મારુ

એક આનંદસમાચાર !

નેટજગતે પોતાની રૅશનલ પ્રવૃત્તીઓથી જાણીતા (અને માનીતા તો ખરા જ, કારણ કે તેમના બ્લૉગ ‘અભીવ્યક્તી’ પર તેમના વાચકોનો જરદાર ધસારો હોય છે !) લેખક શ્રી ગોવીન્દભાઈ મારુ આ વર્ષે ગુજરાતના રૅશનલ વીચારસરણીવાળા વીશાળ સમુદાયમાં ગૌરવપ્રદ એવા ઍવોર્ડ “રમણભ્રમણ સુવર્ણચંદ્રક”થી સન્માનીત કરાઈ રહ્યા છે !!

ગોવીન્દભાઈના બ્લૉગ પર રૅશનલ વીચારોથી સભર લખાણો નીર્ભીક રીતે વર્ષોથી પ્રગટ થઈ રહ્યા છે. ને ખાસ તો એ છે કે આ બધાં જ લખાણો એક જ ઈ અને એક જ ઉની જોડણીમાં લખાયેલાં હોય છે !

હું પોતે પણ એ જ “ઘરાના”નો છું ! એટલે આ સન્માન એમનાં એક જ ઈ–ઉવાળી વીચારસરણીને પણ આપોઆપ મળ્યાનું ગૌરવ અનુભવું છું. આજે જ્યારે સામાન્યથી લઈને મોટા લેખકો ઉપરાંત પ્રકાશકો પણ સાચી જોડણીમાં લખી–પ્રકાશીત કરી શકતા નથી, ને ચારેબાજુ જોડણી વીષયક જાણે અરાજકતા વ્યાપી ગઈ હોય તેવા સમયમાં (ગોવર્ધનરા ત્રીપાઠીથી લઈને શ્રી કનુભાઈ જાની તથા સ્વ. જયંત કોઠારી જેવા ભાષાવીજ્ઞાનીઓએ પ્રેરેલો)આ પ્રયોગ વીચાર માગી લેનારો – ને અમલમાં મુકી દેવા જેવો જણાયો છે. લગભગ ૫૦ ટકા ભુલો આપોઆપ સુધારી આપનારો આ પ્રયોગ ખોટી જોડણી કરીને સહેજ પણ ક્ષોભ ન અનુભવતા લોકો માટે પ્રેરણા આપી શકે એમ છે !!

શ્રી ગોવીન્દભાઈને મળી રહેલા આ વીશેષ સન્માન માટે હું મારા વાચકો વતી એમને અભીનંદન પાઠવું છું અને સંસ્થાને પણ આ ગૌરવ માટે શ્રી ગોવીન્દભાઈની પસંદગી કરવા બદલ આભારસહ ધન્યવાદ પાઠવું છું. – જુ.

======================================================

સન્માન વીષયક માહીતી આપતો લેખ અહીં અક્ષરશ: મુકું છું.

 

ઈન્ટરનેટની દુનીયાના જાણકાર રૅશનાલીસ્ટો ગોવીન્દભાઈથી ખુબ પરીચીત છે. પાંસઠ વર્ષના મારુના ‘અભીવ્યક્તી’ http://govindmaru.com બ્લૉગદ્વારા રૅશનાલીઝમનો જાણે ધોધ વહે છે. આ બ્લૉગમાં તેઓ છેલ્લાં અગીયાર વર્ષથી રૅશનલ વીચારધારા શ્રેણીનું સંચાલન કરે છે. આ શ્રેણી એના નામ પ્રમાણે સમાજવીરોધી રુઢી–વહેમ વગેરેનો વીરોધ કરે છે, અને માનવને આનન્દ આપનાર ‘રૅશનાલીઝમ’નો પ્રચાર કરે છે. આ માટે તેઓ નીવૃત્તી પછી રોજના છ કલાક આપે છે. અત્યાર સુધી 46 જેટલા દેશોના સાડા પાંચ લાખ લોકોએ આ બ્લૉગની મુલાકાત લીધી છે.

રૅશનાલીઝમ પરની 28 ‘ઈ–બુક્સ’નું એમણે પ્રકાશન કર્યું છે. એમની આ પ્રવૃત્તીઓને સુરતના ધોળકીયા ફાઉન્ડેશને ‘વીશીષ્ટ સન્માન’થી બીરદાવી છે. આ ઉપરાંત એઓશ્રી નવસારીના ‘ચર્ચાપત્રી મંડળ’ તેમ જ ‘વીજ્ઞાન મંચ’ના સ્થાપક પદાધીકારી છે. તેઓશ્રીએ રૅશનાલીઝમનો પ્રચાર કરતી કૃતી ગુજરાતના ‘દુરદર્શન’ કેન્દ્ર પર રજુ કરી છે. ન્યુ યોર્ક, અમેરીકાના રેડીયો સ્ટેશન ‘રેડીયો દીલ’ પર રૅશનાલીઝમ અંગે વાર્તાલાપ આપ્યો છે. આવા રૅશનાલીઝમને વરેલા ગોવીન્દભાઈ મારુને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’અર્પણ કરીને ‘સત્યશોધક સભા’ ગૌરવ અનુભવે છે.

 • કાર્યક્રમ

તારીખ : 17/03/2019ને સવારે 10.30 કલાકે

પ્રમુખ : સીદ્ધાર્થ દેગામી

અતીથીવીશેષ : રમેશભાઈ સવાણી

સ્થળ : લોક સમ્પર્ક બ્લડ બેંક

સરદાર પાટીદાર સમાજની વાડીની સામે

સુરત

 • કાર્યશીબીર●

‘સત્યશોધક સભા’ અને ‘ગુજરાત–મુમ્બઈ રૅશનાલીસ્ટ એસોસીએશન’ના સંયુક્ત ઉપક્રમે રૅશનાલીઝમની પ્રવૃત્તી કરનાર કાર્યકરો માટે તા. 16 અને 17મી માર્ચ, સુરત ખાતે ‘કાર્ય શીબીર’નું આયોજન કરેલ છે. ભાગ લેનારે રજીસ્ટ્રેશ ફી પેટે રુપીયા 100/- ભરવાના રહેશે. અગાઉથી નોંધણી કરાવવી જરુરી છે.

સમ્પર્ક : સીદ્ધાર્થ દેગામી :

94268 06446

સુર્યકાન્ત શાહ :

98793 65173

પ્રેમ સુમેસરા :

94261 84500

સુનીલ શાહ :

94268 91670

મનસુખ નારીયા : 94268 12273

–પ્રા. સુર્યકાન્ત શાહ, મુખ્ય સમ્પાદક, ‘સત્યાન્વેષણ’

લેખકસમ્પર્ક : Prof. SURYAKANT SHAH, 17, Gayatri Ganga Nagar, Near Makanji Park, Adajan, Surat–395009. Mobile :98793 65173 eMail : suryasshah@yahoo.co.in

તા. 15 ફેબ્રુઆરી, 2019ના ‘સત્યાન્વેષણ’ માસીકમાંથી, મુખ્ય સમ્પાદકશ્રીના અને સત્યાન્વેષણના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

–પ્રા. સુર્યકાન્ત શાહ,

મુખ્ય સમ્પાદક, ‘સત્યાન્વેષણ’

 

પોસ્ટ કર્યા તારીખ : 01–03–2019

 

2 thoughts on “‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી‘ગૌરવાન્વીત’ થનાર ગોવીન્દ મારુ

 1. વહાલા વડીલ,
  નમસ્તે…
  મને અભીનંદન પાઠવવા બદલ ખુબ ખુબ આભાર..
  હું કંઈ ભાષાનો માણસ નથી. મારી જોડણીયે કાચી. ગુજરાતીના શીક્ષકો અને પ્રાધ્યાપકોની જોડણી પણ ખોટી પડતી હોય છે. જોડણીની મોટા ભાગની ભુલો બબ્બે ‘ઈ–ઉ’ની જ હોય છે! જ્યારે ‘ઈ–ઉ’ હ્રસ્વ લખો કે દીર્ઘ, શબ્દાર્થ સમજવામાં કશો ફરક થતો નથી કે આકાશ તુટી પડતું નથી; તો પછી શાળાનાં બાળકો પર જોડણીનો આ જુલમ શા માટે કરવામાં આવે છે? બાળકો પર જોડણી અંગે થતા જુલમથી વ્યથીત થઈને, હું ‘ઉંઝાજોડણી’નો સમર્થક થયો. મને કહેતા ગર્વ થાય છે કે સર્વ રૅશનલ સામયીકોએ ‘ઉંઝાજોડણી’ સ્વીકારી છે. તેથી મેં પણ મારા રૅશનલ બ્લૉગ ‘અભીવ્યક્તી’ માટે તે જોડણી સ્વીકારી. શરુઆતમાં થોડી ટીકા–ટીપ્પણીઓ થઈ; પરન્તુ હું મક્કમ અને અડીખમ રહ્યો. હવે વાચકમીત્રોની આંખો આનાથી ટેવાઈ ગઈ છે. ત્યારબાદ તો લાખો મુલાકાતીઓએ રૅશનલવીચારો અને રૅશનલજોડણીને વરેલા મારા ‘અભીવ્યક્તી’ બ્લૉગને આવકાર્યો એ નાનીસુની વાત નથી. આમ એનાથી મને બે બાબતનો સન્તોષ થયો : ‘ઉંઝાજોડણી મારફતે રૅશનલવીચારોની વહેંચણી’.

  ફરીથી આપશ્રી અને આપશ્રીના વાચકમીત્રોનો આભાર..

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.