સર્જકની નિષ્ઠા – ૨

– જુગલકિશોર.

કવિની નિષ્ઠાની વાત કરતાં પહેલાં આપણે ગયા હપતામાં સર્જનના બે પ્રકારો જોયા.

કારીગીરી અને કલા.

હવે એ જ બન્ને પ્રકારોને નજર સમક્ષ રાખીને વાત આગળ લંબાવીએ.

કારીગરની સર્જન–નિષ્ઠા

કુંભાર એના ચાકડા ઉપર માટલું બનાવે છે. આ એનો વ્યવસાય છે. આ સર્જન કારીગરીનો એક ઉત્તમ નમૂનો પણ છે. આ કામ તે કુંભાર પોતાના ગ્રાહકો માટે કરે છે. એનો હેતુ ગુજરાન ચલાવવાનો છે. (માટલાને બને તેટલું શણગારીને કુંભાર ગ્રાહકને એક પ્રકારનો સ્થૂળ આનંદ પણ આપવા મથતો હોય છે પણ આ આનંદ એના વ્યવસાય–વ્યાપારનો જ એક ભાગ છે.)

માટલું ઘડવાની સાથે સાથે એનો આ સર્જક ચારે પ્રકારની નિષ્ઠા વ્યક્ત કરે છે –

૧) માટલાની ગુણવત્તા જાળવવા દ્વારા ગ્રાહક તરફની નિષ્ઠા પ્રગટ કરે છે.

૨) સારું માટલું, કોઈ પણ જાતની ખામી વિનાનું માટલું બનાવવાની સાથે તે ઉત્તમ માટલાનાં લક્ષણો–ગુણો તરફ ધ્યાન આપે છે, જે બતાવે છે કે કુંભાર માટલાનું જે નક્કી થયેલું સ્વરૂપ છે તેને ખ્યાલમાં રાખીને માટલાની સ્વરૂપનિષ્ઠા પણ જાળવે છે.

૩) ઉત્તમ માટલું ઘડવાની કુંભારની આવડત, કે જે તેની માટલાના સર્જક તરીકેની લાયકાત સાબિત કરનારી છે તે “આવડત” દ્વારા તે પોતાની સર્જક–નિષ્ઠા પણ સાબિત કરે છે.  

૪) અને માટલાનું સ્વરૂપ એટલે કે તેનાં જરૂરી બધાં લક્ષણો સાચવીને, માટલાને સારા ભાવથી વેચીને તથા ગ્રાહકને સંતોષ આપીને કુંભાર પોતાની વ્યવસાયનિષ્ઠા પણ જાળવે–સાચવે છે.

હવે જો એક કારીગર પણ પોતાના વ્યવસાય બાબતે આટલો પ્રામાણિક રહેવા મથતો હોય તો અવર્ણનીય આનંદને વહેંચવાનો હેતુ રાખનાર કલાસર્જકની નિષ્ઠા અંગે તો જેટલું વિચારીએ એટલું ઓછું જ ગણાય ને ?!

2 thoughts on “સર્જકની નિષ્ઠા – ૨

  1. કારીગરનો હેતુ અને કલાના હેતુમાં પાયાનો ફર્ક છે, એકમાં અર્થોપાજનનો હેતુ છે જ્યારે બીજા હેતુઓ ગૌણ છે અને બીજામાં નિજાનંદ મુખ્ય છે જ્યારે બીજા હેતુઓ ગૌણ છે. કલા ખાતર કલા નિજાનંદથી પ્રગટે છે તેમાં જ્યારે અર્થોપાર્જન ભળે ત્યારે કલાનું સ્તર જોખમાય છે જેમાં ગ્રાહક પ્રત્યેની નિષ્ઠા કદાચ વધે પણ સ્વરૂપનિષ્ઠા ઘટે કારણ કે ગમે તે ઘાટનું માટલુ હોય પણ તેમાં છિદ્ર ન હોય અને વ્યાજબી ભાવ હોય તો જ વેચાય. ગ્રાહકની દ્રષ્ટિ પૈસા અને પાણી ભરવાના સાધન પર છે જેમાં કલાત્મતાના ય પૈસાથી મૂલાવાય છે પણ સાધન તરીકે તેમાં છિદ્ર ન હોવું અનિવાર્ય છે આથી છિદ્ર એ ગુણવતાનું માપદંડ બને છે અને ગ્રાહકનિષ્ઠા સાથે જોડાય જાય છે તેથી અહીં કલા કરતા કારીગરી મુખ્ય રહે છે. હવે કલાની વાત કરીએ તો બધા કારીગરો કંઈ કલાકારો નથી હોતા તેમ જ બધા કલાકારો કંઈ કારીગરો નથી હોતા. નિજાનંદ એટલે કે કલા માટે ઘડેલા અનેક માટલાઓમાં અલગ અલગ સ્વરૂપો ઉપરાંત છિદ્રોનો ય બાદ નથી તેનો હેતુ કલાનો હોઈ પાણી ભરવાની ક્ષમતા સાથે તેને નિસ્બત નથી કે નથી ગ્રાહક પ્રત્યેની નિષ્ઠા પર આધારીત સ્વરૂપ આથી તેનું મૂલ્ય પણ જુદું અંકાય છે જે મહદઅંશે ઊંચુ હોય છે. તેમાં નિજાનંદનો વિસ્તાર છે અને પરંપરાગત સ્વરૂપોથી કઈક અલગની અપેક્ષા પણ છે. કલાકાર નિજાનંદ પર નિર્ભર છે જ્યારે કારીગર ગ્રાહકના સંતોષ અને આનંદ પર નિર્ભર છે. કલા તત્વની સ્વરૂપ સાથે જરૂર નિષ્ઠા હોવી ઘટે પરંતુ તે પરંપરાગત જ હોવી જરૂરી નથી જોડણીઓ કે અક્ષરો કે તેથી બનતી ભાષા બદલવાથી કલા તત્વ મરી નથી જતું ફક્ત તેનો ઢાંચો બદલાય છે. આમ જ હોવું જોઈએ કે તેમ જ હોવું જોઈએ તેવો દ્રઢાગ્રહ ફક્ત કલાને વેચવા માટે જ હોય છે. અને જે વેચાય છે તેમાં કલા કરતા કારીગરી વધારે હોય તેમ પણ બને જ છે તે આપણે જાણીએ છીએ. મારા મતે તો કલા એ સ્વયં સ્ફૂરણા છે જેને શણગારણા માટે ભાષાના અલંકારો અને આભૂષણો સમ નિયમોની જરૂર છે કારણ કે તેનું નગ્નસ્વરૂપ સુંદર હોય તો પણ સ્વીકારવાની આપણી તૈયારી નથી. માનવી છીએ ને! એટલે આવરણો, આભૂષણો અને અલંકારોની શોભાને વધુ મૂલવીએ છીએ.અને કેટલીકવાર તો કલા કરતાં ય તેની કિંમત ઊંચી આંકીએ છીએ. હીરાનું મૂલ્ય જેમ ઝવેરી પારખે તેમ કલાનું મૂલ્ય ભાવક જાણે. હીરો ગમે તે સ્વરૂપે હીરો જ રહે છે. સ્વરૂપનિષ્ઠા એટલે કે આકારને મૂલ્ય સાથે કે ગ્રાહક સાથે ફક્ત ઝવેરી જ જોડી શકે બાકી તો એ પણ રસ્તે રઝડતો કાચ જ રહે છે.

    Like

    1. કલા અને કારીગરી બન્ને અલગ બાબત છે. બન્નેના સર્જકોનાં હેતુ, એમની કક્ષા તથા એમનો ધર્મ એ બધું જ સાવ નોખી બાબત હોઈ તેમની વચ્ચેના ભેદો તો કલાને સમજવા પૂરતા જ બતાવવામાં આવ્યા છે.

      Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.