યોગાનુયોગ !!

 સાહીત્ય પછીનો મારો ગમતો વીષય સંગીત છે – શાસ્ત્રીય સંગીત.

કોણ જાણે કેમ પણ ઉત્તમ કાવ્યના પઠનમાં મારું ધ્યાન મોટે ભાગે શબ્દોથીય વધુ લય, સુર પર વધુ રહે છે ! જોકે પછીની તરતની બાબત જે હોય છે તે કાવ્યના છંદની કે જે લય સાથે જોડાયેલી હોવા ઉપરાંત કાવ્યના બાહ્યાંગ સાથે પણ જોડાયલી ગણાય.

આવી જ રીતે મારું ખેંચાણ મારા શિક્ષકો, અધ્યાપકો અને કેટલાક વીશેષ ગુરુજનો પ્રત્યે રહ્યું છે. માતાપીતા પછી એ સૌ મારા સૌથી વધુ આત્મીય રહ્યા છે. (માતાપીતા તથા કેટલાક સંબંધીઓ તરફ પણ મારું ખેંચાણ એમની સાથેના લોહીના સંબંધની જેટલું જ કદાચ એમની પાસેથી મળતું રહેલું શિક્ષણને કારણે હોય છે તે પણ એક વીશેષ બાબત ગણું છું !)

આટલી લાંબી પ્રસ્તાવના કર્યા પછી હવે હું આ લખાણના શીર્ષક પાસે આવું.

ગુરુજનો ને એમાંય સંગીત શીખવનાર એક આદરણીય ગુરુજીની એક વાત અહીં કહેવાનો ઉપક્રમ છે. ઉપરની પ્રસ્તાવના આના અનુસંધાને જરુરી હતી અને છે. (એક વાત કેટલીક માન્યતાઓની પણ કરવાની થશે જેને આકસ્મીક કહીને કોઈ પણ વાચક એક બાજુ ધકેલી દઈ શકે !)

તો લ્યો, હવે મુળ વાત પર આવી જ જઉં.

મારા સંગીતના જ શોખને પુરો કરવાના ભાગ રુપે મેં શાસ્ત્રીયસંગીત ખુબ સારી રીતે માણી શકાય એ માટે સાંભળવા માટેનું એક ઉપકરણ ખરીદ્યું. પાર્સલવાળો આવીને આપી ગયો એટલે બાળકની ભુમીકાએ આવી જઈને મેં એને ખોલ્યું. એમાંથી એ હેડફોન જેવું બહાર આવ્યું કે તરત જ – આમ જોવા જઈએ તો છેતરાયા તો નથી ને, એ ધારણાએ આપણે પાર્સલ ખોલતાં હોઈએ, પણ પણ મારે તો જલદીમાં જલદી એનો લાભ સંગીતનો કોઈ કાર્યક્રમ સાંભળવામાં કરવો હતો.

એક છેડો ફોનમાં ભરાવીને બીજી બાજુનાં બન્ને ધ્વનીવર્ધકોને કાને લગાડ્યાં. પછીનો તરતનો કાર્યક્રમ કોઈ સારો કાર્યક્રમ પસંદ કરવાનો હોય, ને હતો પણ. સહજ જ યુ ટ્યુબ ચાલુ કર્યું. સ્ક્રોલ કરતાં કરતાં પસંદગીનું કાંઈ આવે એટલે એને ક્લીક કરવાનું હતું……

પરંતુ –

સ્ક્રોલ કરવાની જરુર ન જ પડી અને પહેલો જ જે કાર્યક્રમ સામે આવ્યો તેણે જ આજનો આ આખો લેખ (કોઈ આને વાતનું વતેસર કહી શકે છે હોં !) લખવા માટે મને રોમાંચીત કરી દીધો !!

કોનો હતો એ કાર્યક્રમ ?

એનો જવાબ સાંભળતાં પહેલાં હજી એક વાર્તા આપે સાંભળવી પડશે ! (થાક્યા હો તો અટકી જવાની છુટ લેજો – ખોટું નહીં લાગે.)

વર્ષો પહેલાં જ્યારે ધાબા ઉપર વીસ ફુટનાં એન્ટેના લાગતાં હતાં તે દીવસોમાં મારે ત્યાં એક નવું – આમ તો સેકન્ડનું ટીવી આવ્યું હતું. હું જમવા બેઠલો. દરમ્યાન ટીવી લાવનાર એનું જોડાણ કરીને અમને બતાવવા માટે તૈયાર હતો. એણે ટીવી ચાલુય કર્યું. દુરદર્શન જ એ દીવસોમાં રીમોટવગું હતું.

કાર્યક્રમ પડદા પર ચાલુ થયો ત્યારે કૉળીયો હાથમાં લઈને મોંમા મુકવાનો સમયગાળો વીતતો હતો. પડદા પર મારું ધ્યાન નહોતું. જેવું ટીવી ચાલુ થયું કે કંઠ્યસંગીત પર આલાપ સંભળાયો……

ને, સાચ્ચે સાચ, કૉળીયો હાથમાં જ ઠઠ્યો રહ્યો !! અવાજ સાંભળીને મારાથી બોલાઈ ગયું, “અરે ! આ તો –”

બસ ! અહીં હવે બન્ને વાર્તાઓ – વર્ષો પહેલાંના એ નવા ટીવીના ઉદઘાટનરુપ સૌથી પ્રથમ કાર્યક્રમની તથા આજની હેડફોનના ઉદઘાટનરુપ સૌથી પ્રથમ સ્ક્રોલ થઈ ગયેલા કાર્યક્રમની વાર્તાઓ – ભેગી થઈને એક (મારા પુરતો ) રોમાંચક યોગાનુયોગ રજુ કરશે !

ફરી વાર, પેલો હમણાં જ પુછેલો સવાલ “કોનો હતો એ કાર્યક્રમ ?”

તો હા. એ બન્ને કાર્યક્રમો હતા મારા આદરણીય સંગીતગુરુજી મુ. વિઠ્ઠલદાસ બાપોદરાજીના !!!

ભાવપુર્વકના પ્રણામ સાથે આ યોગાનુયોગની વાર્તા !!

2 thoughts on “યોગાનુયોગ !!

  1. એમનો એ કાર્યક્રમ કૉપી કરીને આ લેખના છેડે મુકવાનું અનીવાર્ય જ છે પણ વર્ડપ્રેસના નવા વર્જ્યનમાં એ વીડીયો અપલોડ કરતાં મને આવડતું નથી એટલે લાચારી સાથે લેખ ફક્ત મુકી રહ્યો છું !! (બીચારો હું !)

    Like

  2. આદરણીય વિઠ્ઠલરાય બાપોદરાજીના કંઠ્યસંગીતને માણ્યું છે, જુગલભાઈ! તેથી આપની વાત હું સમજી શકું છું. આવા સંગીતજ્ઞ ગુરુજન વિશે આપની વાત હૃદયને સ્પર્શે છે. દુનિયાના શોરબકોર વચ્ચે આજે પણ શાસ્ત્રીય સંગીત વહેતું રહે છે, તે આપણું સદભાગ્ય છે.

    Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.