(કંઇ) કહેવાય નહીં !!

આ શ્હેર સજી શણગાર ઉભાં, ભરમાવી દે, કહેવાય નહીં;
એ  ઝૅર જીવનમાં કૅર  કદી વરતાવી  દે, કહેવાય  નહીં.

આ  ઝ્હેર ઑકતાં  શ્હેર કદી ભડકાવી  દે, કહેવાય  નહીં;
આ ઝૅર  આપણાં અંગોને  અભડાવી  દે, કહેવાય  નહીં !

આ  રસ્તે રસ્તે  રૅંકડીઓ, આ ગલીએ ગલીએ લારી પર
બણબણતાં નરનારી ને મૉત્ અપનાવી લે,કહેવાય નહીં !

આ  ફાસ્ટ-ફૂડનાં  ફળિયાંમાં,  આ  ઝંકફૂડની   ઝંઝામાં
આ ઘરનો રસ્તો  હોસ્પિટલ  બતલાવી દે, કહેવાય નહીં !

આ‘ગરમ’,‘નરમ’,ઠંડાંપીણાંની શોભિત બૉટલ રાહ જુએ-
જીવતાં જ મુખે જઇ ‘ગંદાં જળ’ પધરાવી દે,કહેવાય નહીં!

આ હોલીવૂડ, બોલીવૂડ,જૉલીવૂડ  ખીસ્સાને  ગમી ગયાં-
ખીસ્સું જ નથી, એનું જીવન કકળાવી દે, કહેવાય નહીં!

આ પરદા પરનાં સ્ટાર, રમતવીરોનું ધન છલકાતું રહે-
વાસ્તવ જીવનારાંને સ્વપ્ને  ટટળાવી દે, કહેવાય નહીં !

હું બ્લોગ સજાવી મારો, સૌના બ્લોગ  મૌનથી માણું છું;
ફરમાઇશ મઝબુરન કલમું પકડાવી  દે,કહેવાય નહીં !!  

– જુગલકીશોર

4 thoughts on “(કંઇ) કહેવાય નહીં !!

 1. વાહ!.. આ વાંચીને રમેશ પારેખ યાદ આવી ગયાં.. “આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં…”

  અને કેમ છો વડીલ? ઘણાં સમયથી આપની સાથે સંપર્ક નથી તો પણ આશા છે કે આપની સ્મૃતિના ક્યાંક ખુણે અમે હજુયે ઝાંખા-ઝાંખા સચવાયેલાં હોઇશું…

  Like

  1. આખી રચના બોલકી છે. અભિધામાં છે ને એટલે..

   જ્યાં સુધી વ્યંજનાવ્યાપાર ન થાય ત્યાં સુધી નકામું. ભાવ કે વીચાર પ્રગટ થઈ જાય તેથી સંતોષ લઈ લેવો ગમતું નથી….પણ આ તો પદ્યરમતો જ ગણીને આગળ ચાલવાનું…..

   Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.