ઉત્તમ અનુવાદીત વાર્તાઓ માણો !

‘ભૂમિપૂત્ર’ના છેલ્લા પાને આવેલી વાર્તાઓ ‘વીણેલાં ફૂલ’ના નામે પુસ્તીકાઓના સ્વરુપે બહાર પડી છે. તેના 18 ભાગ છે. દરેક ભાગમાં 40 વાર્તાઓ સમાવવામાં આવી છે. બીજી ભાશાઓની વાર્તાઓને ગુજરાતીમાં અવતારવા માટે આપણે ‘હરિશ્ચંદ્ર’ (સ્વ. કાન્તાબહેન અને સ્વ. હરવિલાસબહેન)ના રુણી છીએ.

જે વાર્તાઓ મને વધારે ગમી છે તેને મારી અનુકુળતાએ ઈન્ટરનેટ મારફત વહેતી મુકવાનો મારો ઈરાદો છે જેથી કરીને ખાસ તો પરદેશમાં રહેતા વડીલો તે માણી શકે.

આ સાથે પહેલી વાર્તા (ઉંઝા-જોડણીમાં) મોકલું છું. જો આવી વાર્તાઓ ભવીષ્યમાં પણ તમને મળતી રહે તેમ તમે ઈચ્છતા હોવ તો રીપ્લાયમાં મારા ઈમેઈલ આઈડી inkabhai@gmail.com ઉપર

‘yes’ લખીને તમારું નામ નોંધાવશો.

તમારા પરીચીતોને આ મેલ ફોરવર્ડ કરવા વીનન્તી.

– વીક્રમ દલાલ
ટે.નં. (02717) 249 825 / e-mail : inkabhai@gmail.com

“नेट-गुर्जरी॓॑” પર ૧૦૧૧+ લખાણો પ્રગટ થયાં !!! આજે ‘માધુકરી’માં વાર્તા.

પ્રમોદની માંદગી                                                                                                 – ધનસુખ ગોહેલ

 

પ્રમોદના દીકરાનો ફોન હતો કે પપ્પાને સર ટી.**  હોસ્પીટલના  સ્પેસીઅલ રૂમમાં દાખલ કર્યા છે ને તમારા નામનું રટણ કર્યા કરે છે તો તમે એક આંટો આવી જાવ. મેં પ્રમોદના દીકરાને પૂછ્યું કે પ્રમોદને શું થયું તે દાખલ કરવો પડ્યો ? તેણે કહ્યું કે ત્રણ-ચાર દિવસથી,  બસ અબલકાકા આવ્યા ત્યારથી સુનમુન રહે છે. નથી કોઈની સાથે વાત કરતા કે ખાતાપિતા. દાકતર પણ ફાંફા મારે છે પણ કળી નથી શકતા કે શું દરદ છે. તમે આવી જાવ ને પછી બધી વાત. રાજધાનીની બસની ટીકીટ કઢાવી ને હું ઉપડયો ભાવનગર.

હું ને પ્રમોદ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં સાથે હતા. વળી તે મારો અંગત ગોઠીયો હતો. હું, અબલ ને પ્રમોદ બાળપણના મીત્રો.

હું સીધો ગયો સર ટી. હોસ્પીટલ સ્પેસીઅલ રૂમે. મને રૂમ નંબર તો પ્રમોદના દીકરાએ આપ્યો જ હતો.

મને જોઈને પ્રમોદની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં. હું ગયો સીધો જે દાક્તરની સારવાર પ્રમોદની ચાલતી હતી એમની પાસે ને પૂછ્યું કે શું લાગે છે પ્રમોદનું દર્દ ? દાક્તરે કહ્યું કે ડીપ્રેશનનો કેસ લાગે છે. બાકી ટેસ્ટ તો ઘણા કર્યા. બધુંય નોર્મલ છે.

પ્રમોદ ને ડીપ્રેશન ? હોય નહીં. મેં દાક્તરને કહ્યું. મેં દાક્તરને વીનંતી કરી કે પ્રમોદને હું બહાર લઈ જઈ  શકું ? દાક્તરે હા પાડી કે તમારા જોખમે લઈ જાવ. એક કાગળમાં મેં સહી કરીને પ્રમોદની રૂમે આવ્યો. તેનો દીકરો તેની પાસે જ બેઠો હતો. મેં બધી વાત દીકરાને કરી અને પ્રમોદને લઈ ને સર ટી. હોસ્પીટલમાંથી બહાર આવ્યો.

હું રીક્ષા ગોતતો હતો તો પ્રમોદે કહ્યું કે આપણે ચાલીને જ જઈએ. મેં કહ્યું કે આપણે મતવા ચોક અબલની દુકાને જવું છે. તું ચાલી શકીશ ?  અબલ મોટો ભંગારી હતો ને તેની દુકાન મતવા ચોકમાં હતી. અરે, એમાં શું? ચાલી શકીશ. પ્રમોદ બોલ્યો કે અહીંથી આપણે ઘોઘા દરવાજે જઈએ. ત્યાંથી ઢાળ બઝાર – સી.સોમાભાઈ ચાવાળાની દુકાનથી ડાબી બાજુ વળી જશું ને આંબા ચોક, સંઘેડિયા બઝાર થતાં મતવા ચોક પહોચી જઈશું. ત્યાં ચોકમાં જ અબલની દુકાન છે. બરોબર ઘોઘાબોરી બીલ્ડીંગ સામે. ક્યાં આઘું છે. ચાલને ખેંતાળી મુકીએ.

પ્રમોદની ઈચ્છા હતી તેમ ચાલીને અમે ઘોઘા દરવાજે પહોંચ્યા. ત્યાંથી ઢાળ બઝાર ઉતરતાં જમણી બાજુએ મ્યુઝીક હાઉસકે એવી દુકાન આવતાં પ્રમોદ ઉભો રહ્યો ને બોલ્યો કે કંઈ યાદ આવે છે ?

હા. કેમ ભુલાય? તેં ને મેં, બેન્કમાંથી મળેલ પહેલા બોનસમાંથી, આ દુકાનેથી આપણે બે નાના રેડીઓ ખરીદ્યા હતા. એક તારા માટે ને બીજો મારા માટે. વાત છે લગભગ ૧૯૭૧ની.

રેડીયાનો પ્રમોદને ગાંડો શોખ. મને ખ્યાલ છે કે પ્રમોદ રાતે સુતો ત્યારે પણ રેડીયો સોડમાં લઈને સુતો. એ વખતે પ્રમોદ નવી ગરાશીયા વાડ, ઢાળ ચડતાં ડાબી બાજુના ખાંચામાં રહેતો ને હું દૂધવાળી શેરીમાં. મોડી રાત સુધી પ્રમોદ રેડીયો સાંભળતો. એક વાર રેડીયામાં કૈંક ખરાબી આવી ગઈ ત્યારે જરૂરી પાર્ટ્સ ભાવનગર મળતા નોતા ને મારે બરોબર મુંબઈ જવાનું થયું ત્યારે મુંબઈથી રેડીયા માટે પાર્ટ્સ મારી પાસે મંગાવેલ. એ વખતે ભાવનગરના રૂપમ થીએટરમાં આવેલ મુગલ એ આઝમ”, ”હમરાહી”, ”આશીક”, પેલેસમાં આવેલ મેં ચુપ રહુંગી”, દીપક ટોકીઝ માં આવેલ બીસ સાલ બાદ”, ”ધુલકા ફૂલવગેરેનાં ગીતો બહુ વાગતાં ને પ્રમોદ સાંભળતો.

અમે ચાલતાં ચાલતાં અબલની દુકાને પહોચ્યા. મને જોઈને અબલ બોલ્યો કે તું ક્યારે આવ્યો ? હમણાં થોડા દીવસ પહેલા જ પ્રમોદના ઘેર ગયો હતો. પ્રમોદના દીકરાએ કહ્યું કે કાકા હવે આ રેડીયો વાગતોય નથી. લઈ જાવ ને તમે. આપી દેજો કોઈ ઘરાક મળે તો. નહીતર આપી દેજો કોઈ ભંગારીને.

મેં અબલને પૂછ્યું કે તેં રેડીયો વેચી દીધો ? અબલે કહ્યું કે ના હજુ સુધી તો કોઈ ઘરાક મળ્યો નથી. મેં દુકાનમાં નજર નાખી. રેડીયો હું ભાળી ગયો. મેં અબલને વાત કરી. તે રેડીયો પાછો આપવા તૈયાર થયો.

રેડીયો મેં પ્રમોદને આપ્યો. તેની આંખોમાં રેડીયો જોઈને પાણી આવી ગયાં.

ઘેર પાછા આવ્યા. પ્રમોદના દીકરાને બધી વાત કરી. બસ એટલી અમસ્તી વાત હતી !

દીકરો બોલ્યો કે પપ્પા, પહેલાં બોલ્યા હોત તો અબલ કાકાને હું આપત જ નહીં. મેં કહ્યું, “બેટા તારા માટે એટલી અમસ્તી વાત હશે પણ પ્રમોદ માટે તો જીવનમરણનો સવાલ હતો.”

જે થયું તે. ભૂલી જા બધું ને પેલા દાકતર પાસે જઈને બધી વાત કરીને ડીસ્ચાર્જ સર્ટીફીકેટ લઈ આવ.

 ધનસુખ ગોહેલ.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

લેખક પરીચય:

શ્રી ધનસુખભાઈ બાબુભાઇ ગોહેલ (જન્મ: ૧૯૪૮) ગ્રામ્ય જીવનની પૃષ્ઠભુમી ધરાવે છે. ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં શાળા અભ્યાસ અને સર પ્રભાશંકર પટ્ટણી ઇનસ્ટીટ્યુટ ઑફ સાયન્‍સના સ્નાતક છે. સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના કર્મચારી રહ્યા. સ્વૈછીક નીવૃત્તી લઈને હાલ પુત્ર સાથે અમદાવાદનીવાસી છે.

પાત્ર લેખન, જીવન પ્રસંગો, કાવ્યો, લઘુકથા, ટુંકા અનુભવ આધારીત લેખો વગેરે કૉલેજકાળથી  ગ્રામ્ય જીવનની સુવાસ સાથે લખે છે.

એમના લેખોને બ્લોગ પર મુકવાની અને એ લેખોને સંપાદીત કરવાની પરવાનગી આપવા બદલ અમે એમના આભારી છીએ.

મુદ્રણ અને સંપાદન : તુષાર મહેતા અને અશોક પંડ્યા

શામસુંદર વીશેના કેટલાક ઉદ્ગારો !

“જે અનવધિ સૌંદર્ય શામ રંગમાંથી ઉપસી આવે છે એ ગૌર વર્ણમાંથી ઉપસી આવતું નથી. ગોરાશમાં સૌંદર્ય વિખેરાઈ જાય છે. અને પરમ ભવ્ય શામતામાંથી તો પ્રભુનું પૂર્ણ પુરુષોત્તમનું કોટિ કામદેવ સમું સૌંદર્ય કોતરાઈ રહે છે. શામતાનો સૌંદર્ય અર્ક એટલે શામસુંદર.”

“કોણે કહ્યું કે ભક્ત ભીરુ છે ? ભીરુથી ભક્ત બનાય જ નહીં. મૃત્યુથી કંપતી ભક્તિ હોઈ શકે જ નહીં. વીરને પણ વીરતા શીખવે તે ભક્ત. (મીરાંના દાદા દુદાજીની ભડભડ બળતી ચિતામાંથી મીરાંને જાણે સંભળાયેલો સંદેશ)”

(મીરાંને કરંડિયામાં સાપ મોકલ્યો તે જોઈને) મીરાં :“આજ હું ધન્ય થઈ, નાથ ! શેષ ભગવાનને આપે પહેલાં મોકલ્યા. હવે આપનાં ચરણ વાગી રહ્યાં હું સાંભળું છું.”

રાધા : “જ્યાં જ્યાં કૃષ્ણ નામનો સાચો ઉચ્ચાર થાય છે ત્યાં ત્યાં હું અવશ્ય હાજર રહું છું. કૃષ્ણમય બની ગઈ છું છતાં એ ઉચ્ચાર મને એટલો બધો ગમે છે કે, એ સાંભળવા હું કૃષ્ણથી સહેજ છૂટી પડું છું. એટલો દ્વૈતભાવ મને ગમે છે !”

સૌજન્ય : ર.વ.દેસાઈકૃત નવલકથા ‘બાલાજોગણ’માંથી.

‘તત્ત્વમસિ’માં સંસ્કૃતી અને ધર્મ – શ્રી ધ્રુવ ભટ્ટ

સાભાર નોંધ : મારા પ્રીય લેખક શ્રી ધ્રુવ ભટ્ટના પુસ્તક તત્ત્વમસિમાંથી મીતાબહેને તારવેલી કેટલીક નોંધો એમની મંજૂરીની આશા સાથે અહીં રીબ્લૉગ કરીને આભાર માનું છું. છેલ્લે તેમના લખાણની લીંક પણ મુકી છે. – જુ.

–––––––––––––––––––––––––––––––––––––––

સંસ્કૃતિ અને ધર્મ

– શ્રી ધ્રુવ ભટ્ટ 

ગુપ્તાજીએ કહ્યું, ‘ઓ હમારે ધરમથી નહિ, અલગ ધરમથી કામ કરેગા.’ શાસ્ત્રીજી મોટેથી હસીને બોલ્યા, ‘ બિહારી, એ જે કરે તે ક,રવા દે કામ તો સમાજનું થાય છે ને? રહી ધર્મની વાત. એ એના ધર્મથી કરે કે તારા-મારા ધર્મથી. આપણે ક્યારેય ધર્મને ઝનૂનથી વળગ્યા છીએ?’

ગુપ્તાજીએ કહ્યું, અબ તું મન્ને સમજાવેગા ?

શાસ્ત્રીજીએ સામો જવાબ આપ્યો, ‘તારું મન જાણે જ છે, બિહારી પણ મગજ નથી માનતું. આ વાત જ વિચારવા જેવી છે. જેમણે આ દેશને, આ સંસ્કૃતિ ને જીવતા રાખ્યા છે તેમણે ધર્મને જીવનનો પાયો નથી ગણ્યો.’ હું કે તું માત્ર ઈશ્વરના ભક્તો છીએ, ધર્મના નહિ. આ આખો દેશ આ રીતે જીવે છે. ઋષિઓએ જો ધર્મને જ જીવનનો પાયો ગણ્યો હોત આપણે આપણા પોતાના જ ધર્મના આટલા સંપ્રદાયો ઊભા થવા દેત?’ 

ધર્મ તો બાંધે છે, આજ્ઞાઓ આપે છે. આમ કરો, આ ના કરો, આને માનો આને ના માનો તેનું જ્ઞાન આપે છે. બિહારી, તમે બધા તો મુક્તિના’ સંતાનો છો-પરમુક્તિનાં અને મુક્તિનાં સંતાનો. બંધનો અને આજ્ઞાઓને જીવનનું મૂળભૂત જ્ઞાન માનીને ચાલે તેવું મનાય શી રીતે? તું વિચાર, કઈ તાકાત પર આ પ્રજા તેત્રીસ કરોડ દેવતાને સાચવતી આવી હશે? બીજા અગણિત દેવી-દેવતા વધારાના.

જે સંસ્કૃતિ તમને આટલી સ્વતંત્રતા આપતી હોય તે ધર્મને જ જીવનનો પાયો માને તેવું કહેવાય કઈ રીતે?

બિહારી એક વાત સમજી લે; આપણા આ દેશના તમામનો સીધો સંબંધ બ્રહ્મ સાથે છે. મેં કહ્યું તેમ આપણે મુક્તિનાં સંતાનો છીએ. આ દેશ અધ્યાત્મ પર ટકે છે, ધર્મ પર નહી.’ તારા શ્રી હરિ પણ બ્રહ્મનું સ્વરૂપ છે. ઈશ્વરને પણ અહીં જન્મ લેવો પડે છે. આપણી સાથે, આપણી જેમ આપણી વચ્ચે રહીને આપણાં સુખદુ:ખ અનુભવવાં પડે છે. માં પાસે હાલરડાં સાંભળીને ઈશ્વર અહીં મોટો થાય છે. જે દેશની માતાઓ બાળકનાં લોહીમાં પરબ્રહ્મનો સંદેશ સિંચતી હોય તે દેશને ધર્મો અને નિષેધોનો દેશ કેમ કરીને ગણવો? આ દેશના નાનામાં નાના માણસને ખબર છે કે પોતે સ્વયં બ્રહ્મનો જ હિસ્સો છે. નાનકડા બાળકથી માંડીને વૃદ્ધો સુધી દરેકે દરેકને જ્ઞાન છે કે આ જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે અને ત્યાં જ લય પામે છે. આ જ્ઞાન આપણા લોહીમાં છે.

ગુપ્તાજીએ દલીલ કરી, મન્ને તો ધર્મકે નિયમ પાલના હે. ગણેશ તું બી તીન બાર નહાધોઈને પૂજા કરતા રહેતા હે !’

હવે શાસ્ત્રીજીનો સ્વર બદલાયો. તેમણે એકપછી એક સ્પષ્ટ શબ્દો ઉચ્ચારીને કહ્યું, ‘બિહારી નિયમો તો છે. મોટા ભાગના નિયમો સંસ્કૃતિક નિયમો છે. જીવનને સ્વસ્થ અને સારું બનાવવા એ ઘડાયા અને ધર્મમાં તેનો સમાવેશ કરાયો. મારું કહેવું એટલું જ છે કે તારું મન કહે તે કર; મગજ કહે તેમ ના કર. આપણે હજારો વર્ષથી આમ જીવ્યા છીએ એટલે જ આપણો ધર્મ પૂજા-પાઠ અને યમ-નિયમથી ક્યાંય ઉપરનો છે. મહાપંડિતો પણ એનો પાર પામી નથી શકતા. એટલે હું કે તું તો વધુ શું સમજી શકીએ? આ તો મને સમજાય છે તેવું તને કહ્યું.

બિહારી, ધર્મની નથી એટલી ચિંતા મને સંસ્કૃતિની છે, આપણી જીવનરીતિ અને પરંપરાઓની છે. આપણી શ્રદ્ધા, જીવન પ્રત્યે જોવાની આપણી લઢણની જેટલી ચિંતા મને છે તેટલી બીજી કોઈ વાતની નથી. આ દેશ અને આ પ્રજા વિદેશી શાસકોને જીરવી ગયા. પરધર્મોને પણ તેમને આવકાર્યા પણ હવે જે સાંભળું છું, જોઉં છું એનાથી ડર લાગે છે. હવે આપણી જીવનદૃષ્ટિ બદલવાના પ્રયત્નો થાય છે. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ. આ જશે તો આ દેશ નહી ટકે. મારી ખરી ચિતા એ છે, ધર્મ નથી.’ 

***********************************************************************

શાસ્ત્રીજીએ મને પૂછ્યું, ‘તું નિશાળ કરવાનો છે?’

મેં કહ્યું, ‘આમ તો હું આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ માટે આવ્યો છું. એ માટે આદિવાસીઓને ભણાવવાં પડે તો તે હું કરીશ.’

‘કરજે જરૂર કરજે.’ ‘પણ પહેલાં બધું જો, બરાબર સમજ પછી તને સૂઝે એ કરજે.’
‘બરાબર જોઈ-સમજી શકાય એ માટે તો મેં ભણાવવાથી શરૂ કરવા ધાર્યું છે. એ ભણે તેમને થોડાં સુધારી પણ શકાશે.’

‘આદિવાસીઓને સુધારવાનો અધિકાર આપણને છે કે નહિ તે હું નથી જાણતો. હા, તું જો આદિવાસીના જીવન સુધારી શકે તો મને ખૂબ આનંદ થાય.’

‘એટલે ?’ અધિકારની વાતથી મને નવાઈ લાગી. મારી પાસે યુનિવર્સટીની પરવાનગી છે. બધા જ કાગળો, જરૂરી મંજૂરીની વિધિ – બધું કાર્ય પછી હું આવ્યો છું. અધિકાર વગ નહિ.’
‘હું તારા કાગળિયાની વાત નથી કરતો. તું અહીં રહે. બધું જો અને  સમજ. અત્યારે તો એટલું જ બસ છે. 

***********************************************************************

‘તમે ભાગવત સાંભળ્યું હશે.’

મેં જવાબ આપ્યો, ‘ખાસ નહી, ધર્મ-કર્મમાં કે ક્રિયાકાંડમાં મને શ્રદ્ધા નથી.’
‘કંઈ જરૂર નથી. ધર્મમાં શ્રદ્ધા હોવી જરૂરી નથી. પણ માણસને શ્રદ્ધા તો હોવી જોઈએ.’
હું શાળા ચલાવું તો પણ ત્યાં ધર્મની વાત આવવાની નથી કદાચ તેમની અંધશ્રદ્ધા અને વહેમો દૂર કરવા મારે એવું પણ કૈક કરવું પડે. જેથી તમારી ધાર્મિક લાગણી દુભાય.’

શાસ્ત્રીજી કંઈ જ ન બોલ્યા. તેમણે મને જવાબ આપવાનું કેમ માંડી વળ્યું તે મને ના સમજાયું.
હું વિચારમાં ડૂબી ગયો. તેઓ કહે છે તેમ આ સંસ્કૃતિ ધર્મથી અલગ કોઈ અવસ્થાને જીવનનો પાયો ગણીને રચાઈ હોય અને ધર્મ તથા પેલી અવસ્થા એકબીજાથી ભિન્ન છે તે જાણી-સ્વીકારીને ચાલતી હોય તો તે કઈ અવસ્થા છે તે શોધવાનું મારે જ છે.
હીન કક્ષાના શાસકો, પરદેશી હુમલાખોરો, કનિષ્ઠ મહાજનો અને યોગ્ય ધર્મગુરુઓ વચ્ચે પણ પોતાના અસ્તિત્વ અને અસ્મિતાને જેવા ને તેવા સ્વરૂપે ટકાવી રાખતી આ પ્રજા પાસે એવો તે કયો જાદુ છે જે કાલાંતરોથી આખાયે દેશને અખંડ, અતૂટ રાખે છે?
ધર્મથી વિમુખ નહિ છતાં ધર્મથી પર રહેવાનું આ સંસ્કૃતિ ક્યાંથી શીખી છે? કદાચ મારે પોતે જ આ પ્રશ્નોના જવાબ મેળવવાના છે. કે, ક્યારેક કોઈક આપશે? ખબર નથી.
છૂટા પડતી વખતે શાસ્ત્રીજીએ કહ્યું, તું પરદેશથી આવ્યો છે અને અહીં આદિવાસી વચ્ચે કામ કરવાનો છે તે જાણ્યા પછી તને મળવાની ઇચ્છા થયેલી, મળાયું તે સારું થયું. આ પ્રજાને બરાબર ઓળખ, તને ઘણું સમજાશે.

માર્ગમાં સુપ્રિયા સાથે બધી વાત થઈ તે શાંતિથી કહે, ‘આપણે શાસ્ત્રીકાકાની ચિંતાને સમજી શકીએ તેવા થઇ શકીએ તો-તો સારું. હું બીજું કંઈ તો ના સમજુ પણ મને એટલું તો લાગે જ છે કે એકાદ પ્રાણી કે પક્ષીની નસ્લનું અસ્તિત્વ જોખમમાં પડે તો આખી દુનિયા તેને બચાવી લેવા તૈયાર થઇ જાય છે કહેવાતા બુદ્ધિજીવીઓ હાંફળા-ફાંફળા બનીને બોલવા-લખવા બેસી જાય છે. પૈસા ખર્ચે અને વિરોધ પણ કરે. પણ માણસની આખી સંસ્કૃતિ, તેની પરમ્પરા, તેના જીવનની ધરોહર સમૂળગી નાશ પામે, આખેઆખી વ્યવસ્થા જ ભાંગી પડે તેને પરિવર્તન ગણીને વધાવે આ મને યોગ્ય નથી લાગતું. તમને લાગે છે?’
સુપ્રિયાની વાતનો જવાબ મારી પાસે નહોતો. ની:શબ્દ અરણ્યો પર ચળકતો સૂર્ય ઊંચે આવતો જતો હતો. અમે હરીખોહના માર્ગે આગળ ચાલ્યા.

‘કેટલા બધા રંગો છે, નહીં? મેં સુપ્રિયા એ તરફ જોતાં પૂછ્યું.

રંગ તો એક જ છે, ઝાંય જુદી છે. સુપ્રિયાએ સાવ સીધીસાદી રીતે કહ્યું; પણ તેના શબ્દોમાં મને કંઈક જુદી વાત સમજાતી લાગી. તેને આવું રહસ્યમય બોલતાં મેં પહેલી જ વાર સાંભળી. મેં ચમકીને તેના તરફ જોયું. પણ તે તો સ્વાભાવિક ઢંગથી ચાલી આવતી હતી .
મને ગણેશ શાસ્ત્રીની વાત ધીમેધીમે અહીં ઊઘડતી લાગી. આ દેશને, તેની વિચારસરણી સમજવાની જરૂર છે તેવું તે શા માટે કહેતા હતા તે થોડું સમજાય છે. એક સાદા નાના વાક્યમાં મોટામાં મોટી વાત સમાવવાની રીત આ પ્રજા ક્યાંથી શીખી હશે? તે વિચારું છું તે સાથે જ મને સ્પષ્ટ દેખાય છે કે સરળ પ્રકૃતિમય જીવન જ આનું રહસ્ય હોવું જોઈએ પ્રકૃતિ સમીપે રહેનાર, એને આત્મસાત કરનાર માનવી જયારે શબ્દ વહેતો કરે છે ત્યારે અજાણપણે જ કોઈ સંદેશો વહી નીકળે છે. આ રહસ્ય જ આ દેશને કબીર, ગંગાસતી, નરસિંહ, તુકારામ અને અનેક જાણ્યા-અજાણ્યા મહામાનવો ભેટ ધર્યા છે. સર્વશક્તિમાન પ્રકૃતિ સાવ સીધાસાદા માનવીના મુખે વહેતી કરવાની અદ્બુત શક્તિ ધરાવે છે. 

સૌજન્ય : મીતા ભોજક અને તેમનો બ્લૉગ : https://mbhojak.wordpress.com/

 

 

‘શાશ્વત ગાંધી’ સામયીકમાંથી વીણેલું

ગાંધી સાહીત્ય યોજના

ગાંધીજીનાં દસ પુસ્તકો ઘટાડેલા દરે આપવાની લોકમીલાપની યોજના છે જેમાં –

  • આરોગ્યની ચાવી;
  • ગાંધીજીનું જીવન એમના જ શબ્દોમાં;
  • ગીતાબોધ;
  • ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ;
  • નીતિધર્મ અથવા ધર્મનીતિ;
  • મંગળ પ્રભાત;
  • સત્ય એ જ ઈશ્વર છે;
  • સર્વોદય;
  • સ્ત્રીઓ અને સ્ત્રીજીવનની સમસ્યાઓ;
  • હિંદ સ્વરાજ

૭૨૮ પાનાંનાં આ દસ પુસ્તકોની છાપેલી કીંમત રુ. ૧૩૫ થાય છે, પરંતુ ૩૧, ઓક્ટોબર સુધીમાં ફક્ત રુ. ૧૦૦/–માં મળશે. ઘેરબેઠાં મેળવવા માટે રજી. ટપાલના રુ. ૩૦/– ઉમેરીને ૧૩૦નો મ.ઓ. અથવા લોકમીલાપ નામના એટ પાર ચૅકથી મોકલવાનું સરનામું :

લોકમીલાપ, સરદારનગર, ભાવનગર – ૩૬૪૦૦૧ / ફોન : (૦૨૭૮) ૨૫૬૬૪૦૨.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

ગાંધીદર્શનના તેજસ્વી અધ્યાપક અને તેવું જ સાદગીપૂર્ણ મૂલ્યનિષ્ઠ જીવન જીવનારા શ્રી મગનભાઈ જો. પટેલ (શ્રી મ.જો.) કે જેઓના જીવન પર “જંગમ તીર્થરાજ” રવિશંકર મહારાજની બહુ મોટી અસર રહી છે તેમણે લખેલા પુસ્તક “સંતોની છાયામાં” એમણે જીવનઘડતરની સુંદર વાતો લખી છે તે ૧૨૫ પાનાંના પુસ્તકની કીંમત રુ. ૫૦ છે.

”પ્ર. વ્યાવસાયીક અભીવૃત્તી પ્રકાશન, અમદાવાદ” પરથી મળી શકશે.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

પાંડવો પાંચ નહોતા. છ હતા, પરંતુ છઠ્ઠાને ભુલી ગયા હતા. એમાંથી મહાભારત જામ્યું ને બધાંએ ફેલ થઈ ગયા.

એવી રીતે દરિદ્રનારાયણ આપણો છઠ્ઠો ભાઈ છે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

એકનાથ મહારાજને ભગવાને અનુકુળ પત્ની આપી. તેને થયું, “ઈશ્વરની કેટલી કૃપા છે !”

તુકારામને અનુકુળ પત્ની નહોતી મળી. એ કહેતા, ઈશ્વરની કેટલી રહેમ છે ! “નહીં તો હું માયામાં લપેટાઈ ગયો હોત !”

પત્ની પોતાને અનુકુળ મળી તોયે કૃપા ! વિરુદ્ધ વીચારની મળી તોયે કૃપા ! બીલકુલ ન મળી તોયે કૃપા અને મળ્યા પછી મરી ગઈ તોયે કૃપા ! અનન્ય ભક્તની આ જ તો વીશેષતા છે.

– વીનોબા.

––––––––––––––––––––––––––––––––––––––––––

વેડછી આશ્રમના સ્થાપક જુગતરામકાકા કહેતા –

“પાછામાં પાછાં, નીચામાં નીચાં, દૂબળાં–બાપડાં જ્યાં વિરાજે, ચરણ આપનાં ત્યાં બિરાજે !”

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

એક વાર, પોતે અભણ જેવા હોવાથી, રામકૃષ્ણ પરમહંસને વિદ્યા મેળવવાની વાસના થઈ. રાતે દેવી સ્વપ્નામાં આવ્યાં. કહે, માગ ! રામકૃષ્ણ કહે, ‘વિદ્યા જોઈએ છે !’

દેવીએ સામેના ખુણામાં પડેલો કચરાનો ઢગલો બતાવીને કહ્યું, “આમાંથી જોઈએ તેટલી લઈ લે !” રામકૃષ્ણ સમજી ગયા ને બે હાથ જોડીને બોલ્યા, “ના મા, નથી જોઈતી !”

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––