ઉત્સવનેય કદીક એની પીડા સહેવા દો !

વહેવા દો   મસ્તી છે તો મસ્તીને મસ્તી કે’વા દો,    દોસ્તી છે તો દોસ્તીને દોસ્તી રેવા દો.   ઝીણી જાજમ લાલ પાથરી રાખી છે તો કદીક સાવરણીને પણ  લાવો લેવા દો.   તહેવારો તો આવનજાવન કરતા રહેશે; વહેવારોને કદીક લગરીક યશ દેવા દો.   ઉત્સવમાં તો ઉત્સવની દેખાય  ઉજાણી, ઉત્સવનેય કદીક એની પીડા સહેવા દો … વાંચન ચાલુ રાખો ઉત્સવનેય કદીક એની પીડા સહેવા દો !

Advertisements

કવી છું !!

કવી છું.   મારા જ મોબાઇલથી ખેંચીકાઢેલી સેલ્ફછવી છું – કવી છું. શબ્દો અને અર્થો અને અલંકારો–વક્રોક્તીઓમાં સૌંદર્યો શોધતાં અંધાધુંધ ઉભી થઈ જતી ભવાટવી છું – કવી છું. સમારંભોમાં એકસમાન લાગતા આમંત્રીતો–મહેમાનો–શ્રોતાઓમાં, મંચસ્થ મુરબ્બીઓમાં ને એમના માઇકોમાં વહી રહેલા ધ્વનીઓમાં છુપાઈનેય પ્રગટતો રહેતો દુન્યવી છું – કવી છું. – જુ.           તા. ૩૧–૧૦–૧૮.

૯ સુરસુરીયાં !

એક શ્વાસે રચાયેલી પ્રતીપંક્તીઓ – મુળ સર્જકોની ક્ષમા–વંદના સાથે નીરખને મગજમાં કોણ ઘુમી રહ્યું, એક હું એક હું એમ બોલે !! આપણો ચીંતવ્યો અર્થ કૈં નઈં સરે, શાંતીથી ઉંઘ–આરામ કરવો ! એક ચતુરને એવી ટેવ, પથ્થર થકી બનાવે દેવ ! વગર પાણીએ કરે સ્નાન, મોંમાં પાંત્રીસ કેરું પાન ! ‘તું નાનો હું મોટો’ એવો ખ્યાલ … વાંચન ચાલુ રાખો ૯ સુરસુરીયાં !

કાંય, હૈયાને પુછવા જવાય ?!

હૈયાને પુછ્યું ’તું કાંય?   કાઢ્યાં તો કાઢ્યાં’તાં  હૈયેથી ભલે, તમે                           હૈયાને પુછ્યું ’તું કાંય ? ‘હેત–હેત’ કરતાં–કરતાંમાં તો  કરી દીધું                        હૈયાને ખાલીખમ આંય !... ... હૈયાને પુછ્યું ’તું કાંય?   હૈયું તો હેતભર્યું હોય એને હૈયું કે’વાય, કાંય                      … વાંચન ચાલુ રાખો કાંય, હૈયાને પુછવા જવાય ?!

બે દુખદ કાવ્યો !!

છબી–કાવ્યકંકાસ !! (અનુષ્ટુપ)   કવીના ઘરમાં જામ્યો ઝઘડો ભારી એક દી’; ફોટો કવીનો બોલ્યો, હું મોટો; કાવ્ય ના કદી.   કહે કાવ્ય, કવી મારા થકી છે ખ્યાત વીશ્વમાં તારું કોઈ નથી મુલ્ય; હું યદી હોઉં ના ભલા કવીને ઓળખે કોણ ! એટલે ચુપ તું રહે !!   ફોટોયે જાય ના ગાંજયો,  એને એનું મહત્ત્વ બૌ; … વાંચન ચાલુ રાખો બે દુખદ કાવ્યો !!

જાગીને જોઉં તો………..!

અવઢવ (છંદઃ પરંપરીત ઝુલણાં)   જાગીને જોઉં તો જગત ઝાંખું દીસે; ઝાંખુંઝાંખું બધું સપન ભીંસે......   ઉંઘમાં ભોગવ્યા ભોગનું જે વધ્યું અટપટું ચટપટું ખટમીઠું તે બધું જાગતી આંખનાં દ્વાર ભીડે.........   જાગવું – ઉંઘના ભોગને ઝાંખવા; ઉંઘવું – ‘જગતી’* રે વાસના પાંખમાં. ઉંઘવું–જાગવું બેઉ પીડે !...........   ઉંઘવું દોહ્યલું – “જાગશું, જાગી જાશું પછી માંહ્યલુ … વાંચન ચાલુ રાખો જાગીને જોઉં તો………..!

ભવીષ્યનો વાચક કોઈ જાગશે –

જાતને સવાલ (ઉપજાતી)   લખી, લખી પુસ્તક–પોથીઓ ઘણી, મોટા રચ્યા મેં દળદાર ગ્રંથ હા; મઢ્યા અલંકાર, કર્યાં સુશોભનો, ઉડાડિયા કલ્પનના ફુવારા !   લેખો, કવીતા, ગઝલોય, વારતા ને હાઈકુ, મુક્તક, જોક્સ, નાટકો – નાખ્યાં લખી; વ્હેંચી દીધાં નીશુલ્ક ! શો NETનો લાભ બધો લીધો મેં ! પરંતુ રે, ક્વોન્ટીટી–મોહમાં મેં ક્વૉલીટીને છેહ દીધો  હશે તો … વાંચન ચાલુ રાખો ભવીષ્યનો વાચક કોઈ જાગશે –