હાઈકુની હાય !!

હાઈકુની ક્યારેક જોવા મળતી દશાના અનુસંધાને કેટલુંક :   હાય હાય-કુ ૧) પાંચ અક્ષર  સાત અક્ષર, ફરી પાંચ અક્ષર ! ૨) આવડી ગયું હાઇકુ  બનાવતાં –  ‘તમને’ પણ !! ૩) સત્તરાક્ષરી વાક્યને તોડી નાખ્યું - થૈ ગ્યું હાંઇકુ !! ૪) પાંચડે પાંચ સાતડે સાત, વળી પાંચ; હમજ્યા !! ૫) નૉ શું આવડે હાય્કુ ડાબા હાથનો … વાંચન ચાલુ રાખો હાઈકુની હાય !!

Advertisements

આજની તારીખે ફેસબુકે મારાં હાઇકુઓ !

શબ્દસવારી લેખકકાંધે; રામ, બોલો ભૈ રામ !  ***** કાગડો ચાંચે ઠોલે શબ્દને; અર્થ કોશમાં જીવે ! ***** શબ્દ અર્થને, અર્થ શબ્દને પુછે ખબરાંતર. ***** ગુજરાતીનો ચોપડે વહેપાર વેચાય શબ્દ. *****  કાવ્યનો શબ્દ અથડાતો કુટાતો અનર્થે શમે. *****  લખે ને છાપે ગુજરાતી શબ્દને ભણે ને હણે. *****  ગુજરાતીનો નાભીશ્વાસ, ડાઘુઓ દિવસો ગણે.   – જુગલકીશોર  

ઉડી ગયો ‘ટોડલે બેઠો મોર’ !

ગીતાંજલી   ટોડલે બેઠો ઉડી ગયો મોરલો; પડઘે ટહૌકો.   આદીવાસીનું ગીત – નગરે ગુંજ્યું કંઠોપકંઠ.   સ્વર્ગલોકમાં “દેવાનાં પ્રીય” હવે ગુર્જરી ગીતો.   ભીલનાં ગાન સાંભળી, મોહી પડે મ્હાદેવ સ્વર્ગે.   ગુર્જર ટહૌકો સંભળાશે જૈ છેક સ્વર્ગલોકમાં.   દીવાળી–ગાણું થંભ્યું; થથર્યું જાણો દીવાળીટાણું.   – જુગલકીશોર  

ફુટપાથી શમણાં

૧ નશીલી કાર ફુટપાથી ઉંઘનાં શમણાં પીંખે. *** ૨ ફુટપાથનું કુતરું જુએ સ્વપ્ન કાળ–સવારી. *** ૩ ફુટપાથની સ્વપ્નભરી નીંદર ન ભાળે કાલ. *** ૪ કુતરા મોતે મરતી રહે નીંદરું; તેર વરસ. *** ૫ તેર વરસ મહેલ વાસ; જેલ વન–વાસમાં. *** ૬ ઉઘાડી છાતી તેર વરસે ઢાંકે જેલકોટડી. *** ૭ પથારી કરે રોડ ઉપર કોઈ – … વાંચન ચાલુ રાખો ફુટપાથી શમણાં

દીલ્હી–દીલ હી / દીલ્લી–દીલ્લગી !

હાઈકુ–સપ્તકી (૧) ‘બદનસીબ’ બન્યો નસીબદાર કર્મનો જય ! ***** (૨) ‘નસીબદાર’ બન્યો બદનસીબ અહમ ક્ષય. ***** (૩) કુર્તા વખાણ્યા જગતે ચારેકોર; ગામે ઉતાર્યા. ***** (૪) લોકશાહીમાં ભાડે ટોળાં – તાળીયો ની:શુલ્ક મળે. ***** (૫) મફલરનો ‘યુ ટર્ન’ બને ફાંસો વીરોધીઓને. ***** (૬) ખાંસીની હાંસી – હસવા–હસવામાં થયું ખ/ફસવું. ***** (૭) કર્યો ‘વીકાસ’ મતદારે; અહંનો કર્યો … વાંચન ચાલુ રાખો દીલ્હી–દીલ હી / દીલ્લી–દીલ્લગી !

રાષ્ટ્રીય પર્વ !

બારુદ પર બેઠું વીશ્વ; વાતો શાંતીની કરે !  ***** શાંતીનું પક્ષી ઉડ્યું; ખીસામાં હાથ ટ્રીગર પર. *****  દેવ પધાર્યા હરખે દેશ; ચુલા ઝુંપડે ટાઢા.  ***** રાષ્ટ્રભવને અન્નકુટ; ઝુંપડે તાવડી ટેકે.  ***** મહેમાનોને માન, પાન ને ધાન; શી શાન–બાન !! – જુ.

ત્રણ હાઈકુ

મોસમ નીરભ્ર નભ, અટુલો ચંદ્ર; રંગો ક્ષીતીજે  દુર. ***************** પક્ષીની ચાંચે ખળાંનું લોકાર્પણ ધાન્યા ધરતી. ***************** શારદી ચન્દ્ર શરમાઈને પુરે કોડિયે તેજ. ****************** – જુ.