હાઈકુની હાય !!

હાઈકુની ક્યારેક જોવા મળતી દશાના અનુસંધાને કેટલુંક :

 

હાય હાય-કુ

૧)
પાંચ અક્ષર 
સાત અક્ષર, ફરી
પાંચ અક્ષર !

૨)

આવડી ગયું
હાઇકુ  બનાવતાં – 
‘તમને’ પણ !!

૩)

સત્તરાક્ષરી
વાક્યને તોડી નાખ્યું –
થૈ ગ્યું હાંઇકુ !!

૪)

પાંચડે પાંચ
સાતડે સાત, વળી
પાંચ; હમજ્યા !!

૫)

નૉ શું આવડે
હાય્કુ ડાબા હાથનો
ખેલ; થાવા દ્યો !

—  હાઇકુવિદ !

(ફેસબુકની મારી વૉલ પરથી)

હાઈકુ–પંચ

હાઈકુ–પંચ

– જુગલકીશોર

 

કાગડી મુકે

ઈંડાં, માળામાં ગુંજે

‘કોયલ–કુક’

***

કરોડ ખર્ચી

આંબે કરી કલમો;

ફુટ્યા બાવળ.

***

ચાંચમાં પુરી

શીયાળ સમજાવે

કાગડો હસે.

***

નાણી–તાણીને

ખરીદેલું વાવ્યું બી –

તણાયું પુરે.

***

હાથનાં કર્યાં

હૈયામાં વાગે – આંબા

ઉતાવળના.

 

ત્રણ હાઈકુ

*ચીમન પટેલ ‘ચમન’


 (૧)

મોટા ઘરમાં

જીવાડે મને, એની

એક તસ્વીર !

(૨)

બેલ વગાડ્યો

ખોલશે એ અંદરથી-

ઘર તો સૂનું !

(૩)

ઘરકામમાં

મને જોઈ, ફોટામાં

એ મલકાય ! 

                             

http://chimanpatel.gujaratisahityasarita.org/

******

 

આજની તારીખે ફેસબુકે મારાં હાઇકુઓ !

શબ્દસવારી
લેખકકાંધે; રામ,
બોલો ભૈ રામ ! 

*****

કાગડો ચાંચે
ઠોલે શબ્દને; અર્થ
કોશમાં જીવે !

*****

શબ્દ અર્થને,
અર્થ શબ્દને પુછે
ખબરાંતર.

*****

ગુજરાતીનો
ચોપડે વહેપાર
વેચાય શબ્દ.

***** 

કાવ્યનો શબ્દ
અથડાતો કુટાતો
અનર્થે શમે.

***** 

લખે ને છાપે
ગુજરાતી શબ્દને
ભણે ને હણે.

***** 

ગુજરાતીનો
નાભીશ્વાસ, ડાઘુઓ
દિવસો ગણે.

 

– જુગલકીશોર

 

ઉડી ગયો ‘ટોડલે બેઠો મોર’ !

images

ગીતાંજલી

 

ટોડલે બેઠો

ઉડી ગયો મોરલો;

પડઘે ટહૌકો.

 

આદીવાસીનું

ગીત – નગરે ગુંજ્યું

કંઠોપકંઠ.

 

સ્વર્ગલોકમાં

“દેવાનાં પ્રીય” હવે

ગુર્જરી ગીતો.

 

ભીલનાં ગાન

સાંભળી, મોહી પડે

મ્હાદેવ સ્વર્ગે.

 

ગુર્જર ટહૌકો

સંભળાશે જૈ છેક

સ્વર્ગલોકમાં.

 

દીવાળી–ગાણું

થંભ્યું; થથર્યું જાણો

દીવાળીટાણું.

 

– જુગલકીશોર