દયાનંદ સરસ્વતી

ઓમપ્રકાશ ઉદાસી.( અમદાવાદ.ફોન: 079 27410649 )

ગુજરાતના એ બાળકની કથા જાણવી રસપ્રદ છે જેણે  એક મહાશીવરાત્રીએ જાગરણ કરીને પછી રાષ્ટ્રના સુતેલા આત્માને જગાડી દીધો. પોણા બસો વર્ષ પહેલાં ઈ.સ.1824માં 12મી ફેબ્રુઆરીએ મોરબી પાસેના ટંકારા ગામમાં ઔદીચ્ય બ્રાહ્મણ પરીવારમાં પીતા કરસનદાસ ત્રવાડી અને માતા અમરતબેનને ત્યાં બાળક મુળશંકરનો જન્મ થયો . જમીનદાર સુખી કુટુંબ. કર્મકાંડ અને ભક્તીનું વાતાવરણ. શૈવપંથી. યજુર્વેદસંહીતા બાળપણમાં જ કંઠસ્થ.

ઉપવાસી મુળશંકર મહાશીવરાત્રીએ જાગે; જોયું, ઉંદરો શીવલીંગ ઉપર દોડી રહ્યા છે. પાશુપાત અસ્ત્ર, ત્રીશુલ, ગણ, બધા કેમ ની:સહાય ?  પુછ્યું પીતાને. પીતા જવાબ આપે છે, ‘ અસલી શીવ કૈલાસે વસે છે.’ અસલી શીવને ખોળવા ક્યાં ? પુખ્તવયનો થતાં જ મુળશંકરની નાનીબહેન તથા વહાલા કાકા મૃત્યુ પામ્યા હતા. હવે ઈશ્વર, જીવન અને મૃત્યુ, વગેરેના સાગમટા પ્રશ્નોના ઉત્તર શોધવાની મુંઝવણ હતી. એમાં એક ઓર મુંઝવણ ઉમેરાઈ. એના લગ્નની વાત ચાલી.
લગ્ન કરી ઠરીઠામ થયો હોત તો ટંકારા ગામને એક વધુ કર્મકાંડી બ્રાહ્મણ મળ્યો હોત. પરંતુ એ મહાશીવરાત્રીએ જ એ બાળકમાં દયાનંદનો જન્મ થઈ ચુક્યો હતો.

લગ્નની વાત આવતાં જ 21 વર્ષની વયે મુળશંકર ઘેરથી ભાગ્યો. સાયલા ભગતના આશ્રમમાં શુધ્ધ ચૈતન્યના નામે બ્રહ્મચર્યની દીક્ષા લીધી.પછીથી ચાણોદ પાસે દંડીસ્વામી પુર્ણાનંદ સરસ્વતી સામે સન્યસ્તની દીક્ષા લઈ દયાનંદ સરસ્વતી નામ ધારણ કર્યું. યોગ શીખ્યા, શાસ્ત્રો શીખ્યા. પરંતુ ગુરુ અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે સમગ્ર ઉત્તર ભારતનાં તીર્થસ્થળો અને અલકનંદાના ઉદ્ગમ સ્થાન સુધી ફરી વળ્યા. ઈડા-પીંગળા, અષ્ટનાડીચક્ર શરીરમાં શોધવા ગંગાનદીમાંથી એક શબ લાવીને ચીરી નાખ્યું. જોયું કે પુસ્તકોમાં લખ્યા મુજબ કોઈ નાભીચક્ર નથી.પુસ્તકો અને શબને નદીમાં વહાવી દીધાં. 1856માં નર્મદાનાં જંગલોમાં ત્રણ વર્ષ અજ્ઞાતવાસ રહ્યા. 16 વર્ષ ભ્રમણ કરી છેવટે ઈ.સ.1860માં મથુરામાં વેદો અને વ્યાકરણના પ્રકાંડ પંડીત પ્રજ્ઞાચક્ષુ ગુરુ વીરજાનંદજીના શરણે ત્રણ વર્ષ આર્ષગ્રંથોનું ગહન અધ્યયન કર્યું. ગુરુએ ગુરુદક્ષીણા માગી લીધી,”આર્યજ્ઞાનની જ્યોતી વીલીન થઈ રહી છે; હીન્દુ ધર્મ અનેક સંપ્રદાયો, અંધવીશ્વાસ,અને ભ્રમણાઓથી ઘેરાયેલો છે.દયાનંદ ઉઠો ;  સાંપ્રદાયીક પાખંડોનું ઉન્મુલન એ જ મારી ગુરુદક્ષીણા છે.”

બસ પછી વેદોનો જયઘોષ કરવા જ્ઞાનનું શસ્ત્ર લઈને ધર્મ, સમાજ અને રાષ્ટ્રની સમસ્યાઓની શલ્યચીકીત્સા શરુ થઈ. અવતારવાદ,મંદીરો,મુર્તીપુજા,અંધશ્રધ્ધા,પ્રતીક ઉપવાસો, તીર્થયાત્રાઓ, વ્રત ઉપવાસો, પંડા પુજારીઓ, મઠાધીશો,મહંતો,સંપ્રદાયો,નાતજાતના વાડાઓ,અસ્પૃશ્યતા,બાળવીવાહો, વગેરે મર્મસ્થાનો ઉપર દયાનંદે પ્રહારો ઉપર પ્રહારો અને આઘાત કુઠાઘાત આપીને ચીર નીદ્રાધીન સમાજને હલબલાવી નાખ્યો. શરુઆતમાં સંસ્કૃતમાં પરંતુ પછી હીન્દીમાં પ્રવચનો,શાસ્ત્રાર્થ કર્યાં. હરીદ્વારના કુંભમેળામાં ‘પાખંડખંડન’ની પતાકા લગાવી હોહા મચાવી દીધી. દયાનંદે 46 જેટલા મોટા શાસ્ત્રાર્થ કર્યા. વીષયો હતા,વ્યાકરણ,ન્યાય,અવતારવાદ,મુર્તીપુજા,ઈશ્વર,સૃષ્ટી વગેરે.

1869નો ઐતીહાસીક કાશી શાસ્ત્રાર્થ થયો. 27 પંડીતો સામે એકલા દયાનંદ હતા.બંગાળમાં દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચન્દ્ર સેન,ઈશ્વરચંદ્ર વીદ્યાસાગર, મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવીંદ રાનડે વગેરેએ તેમનાં રાજ્યોમાં પ્રવચનો ગોઠવ્યાં.દયાનંદે 32 જેટલા ગ્રંથોની રચના કરીને આશરે 15000 પાનાંઓમાં પોતાનું જ્ઞાન પાથર્યું છે.પ્રખ્યાત પુસ્તક ‘સત્યાર્થ પ્રકાશ’ ઈ.સ.1875માં કાશીથી પ્રસીધ્ધ થયું. જે 14 પ્રકરણોમાં (સમુલ્લાસ)માં છે. દયાનંદે ઠેરઠેર વૈદીક પાઠશાળાઓ શરુ કરી હતી.

ઈ.સ.1881માં પહેલી વસતી ગણતરી થઈ ત્યારે દયાનંદે હીન્દુઓને ધર્મ તરીકે ‘વેદ ધર્મ’ અને જાતી તરીકે ‘આર્ય જાતી’  લખવાનો આગ્રહ કરેલો.. ” કૃણ્વંતો વીશ્વમાર્યમ્ ” બધાં આર્ય અર્થાત્ શ્રેષ્ઠ મનુષ્ય થાય એ મંત્ર હતો . એક ધર્મ,એક ભાષા, (આર્ય ભાષા હીન્દી) અને એક રાષ્ટ્ર  એ દયાનંદનું સ્વપ્ન હતું. આ માટે તેમણે ઈ.સ. 1875માં મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી જેમાં દસ સીધ્ધાંતો સ્વીકારવામાં આવ્યા છે.

દયાનંદની કર્મભુમી પંજાબ બની. બધે આર્યસમાજની ધુમ મચી હતી. કાળગ્રસ્ત થયેલી સીંધુ અને પંજાબની નદીઓના કીનારાની સંસ્કૃતીને દયાનંદજીએ જાણે પુન: વેદઘોષ કરીને  જીવીત કરી હતી. સ્વરાજ, સ્વદેશી અને સ્વમાન જેવા શબ્દો દયાનંદે ભારતને પહેલીવાર આપ્યા. થીયોસોફીકલ સોસાયટીના  કર્નલ આલ્કીટ અને મૅડમ બ્લાવત્સ્કી થોડો સમય તેમની સાથે જોડાયા હતા.તેઓ દયાનંદને ‘લ્યુથર’  કહેતાં.

રાજસ્થાનનાં દેશી રજવાડાંઓને તેમણે રાજધર્મ સમજાવ્યો. જોધપુરના ઐયાશી રાજાને તે પસંદ ન હતું. નન્હીજાનના કાવતરાથી સ્વામીજી ઉપર વીષપ્રયોગ થયો. અગાઉ અનેક સ્થળોએ વીષપ્રયોગ થયા હતા પરંતુ આ વખતે તે વીષ જીવલેણ નીકળ્યું. 30મી ઑક્ટોબર 1883 દીવાળીની સાંજે 6 વાગે સ્વામીજીનો જીવનદીપ અજમેરમાં બુઝાઈ ગયો. ” હે દયામય, તારી ઈચ્છા પુર્ણ થાઓ ” કહી આજીવન ગર્જના કરનાર, વેદોનો ઘોષ કરનાર નરકેસરી શાંત થયો, પરંતુ સ્વાતંત્ર્યની ચળવળના ક્રાંતીકારોમાં સ્વામી દયાનંદના વીચારો પ્રેરણારુપ અને માર્ગદર્શનરુપ બની રહ્યા.

કનૈયાલાલ મુનશી લખે છે : ” સરસ્વતીના રુપમાં રાષ્ટ્રીયતાનો ઉદય થયો. 1857ના બળવાની નીષ્ફળતામાં જે અપમાનબોધ થયો તેમાંથી જ દયાનંદે રાષ્ટ્રીયતાનાં સુત્રો શોધી કાઢ્યાં.”

ગાંધીજી કહે છે :” હું જ્યાં જઉં છું,આગળ દયાનંદજીનાં પગલાં દેખાય છે.”

મહાશીવરાત્રીનું એમણે નાનપણમાં કરેલું જાગરણ પોતાના મોક્ષ માટે નહીં, જાણે રાષ્ટ્રના શીવત્વ માટેનું બની રહ્યું !!   

ગુજરાતનો ઈતીહાસ (3)

. આલેખક: હરીશભાઈ દવે

મૌર્યકાળના અન્ય રાજાઓના ગુજરાત પરના શાસનના નોંધપાત્ર પુરાવા નથી.

ઈ.પુ. 185ના અરસામાં મૌર્ય શાસનનો અંત આવ્યો. ઉત્તર ભારતમાં મૌર્યશાસનના અંત સાથે ગુજરાતમાં પણ શાસકો બદલાયા હોવાનું મનાય છે.

મૌર્યયુગ પછીની કેટલીક સદીઓ વીશે સ્પષ્ટ માહીતી નથી મળતી. આ અરસામાં ભારત પર વીદેશી શાસકોનો પ્રભાવ વધતો ચાલ્યો. આ અંગે વીદ્વાનો વચ્ચે મતભેદ પ્રવર્તે છે. ઉત્તર ભારતમાં સુંગ અને કણ્વ વંશોના શાસનના ઉલ્લેખ છે.

નવું ઉદય પામેલ કુષાણ સામ્રાજ્ય ભારતમાં વીસ્તાર પામતું ગયું. વીજેતા રાજા નવા જીતાયેલા પ્રદેશમાં શાસન ચલાવવા પોતાના પ્રતીનીધી રૂપ રાજ્યપાલને નીમતા. શક્તીશાળી કુષાણ રાજ્યકર્તાઓના ક્ષત્રપો (ક્ષત્રપ એટલે રાજ્યપાલ) તરીકે શકો પશ્ચીમ ભારત પર રાજ્ય કરવા લાગ્યા.

આ કાળ શક ક્ષત્રપ કાળ તરીકે ઓળખાય છે. આ રાજાઓ જે સંવત વાપરતા તે શક સંવત તરીકે ઓળખાય છે. શક સંવતનો આરંભ ઈ. સ. 78માં થયો હોવાનું મનાય છે.

બે મહત્ત્વનાં ક્ષત્રપો તરીકે ભુમક અને મહાક્ષત્રપ નહપાનનાં નામો જાણીતાં છે. નહપાનની સત્તા રાજપુતાના (રાજસ્થાન)થી દક્ષીણે પુના સુધીની હતી તેમ મનાય છે. કાઠીયાવાડ (સૌરાષ્ટ્ર) પર પણ તેની આણ હતી. તે ક્ષત્રપ રાજાઓ કુષાણ સામ્રાજ્યના આધીપત્ય નીચે હશે તેવી માન્યતા છે.

ગુજરાતના ઈતીહાસમાં મહાક્ષત્રપ ચષ્ટાન તથા તેના પૌત્ર રુદ્રદામાનાં નામો જાણીતાં છે. ચષ્ટાનના સમયના ચાંદી તથા તાંબાના સીક્કા ગુજરાતમાં મળી આવ્યા છે. આ સીક્કાઓ પર ગ્રીક તથા બ્રાહ્મી લીપીમાં લખાણ છે. રુદ્રદામા માળવાનો રાજા હતો. તેની રાજધાની ઉજ્જયીની(ઉજ્જૈન)માં હતી. ઈ. સ. 150માં તેના રાજ્યપતી (પ્રતીનીધી શાસક)એ સૌરાષ્ટ્રમાં ગીરનાર પર્વત પરના સુદર્શન જળાશયની સુધારણા કરાવેલી.

ગુજરાતનો ઈતીહાસ-(2)

                                                   –હરીશ દવે 

 .

ગુજરાતના ઈતીહાસ પર આપણે એક દ્રષ્ટીપાત કરી રહ્યા છીએ. સાથે આપણે ભારતના ઈતીહાસની અતી મહત્ત્વની ઘટનાઓને સંદર્ભ(રેફરન્સ) તરીકે લેતા જઈશું.

.

પ્રાચીન ભારત વર્ષના ઈતીહાસમાં, ઉત્તરનાં મગધ અને લીચ્છવીઓનાં રાજ્યો ઉલ્લેખનીય ગણાતાં. આશરે 2300 વર્ષ અગાઉ મેસેડોનીયા-ગ્રીસના સમ્રાટ એલેકઝાંડરની હીંદ પર ચઢાઈ એક મહત્ત્વપુર્ણ ઘટના હતી. એલેકઝાંડરે ઉત્તર ભારતમાં જીત તો મેળવી, પરંતુ તેના મૃત્યુ સાથે ભારતમાં ગ્રીસની સત્તા નામશેષ થતી ગઈ.

.

તે સમયે ચંદ્રગુપ્ત મૌર્ય નામે સમર્થ રાજવી ઉત્તર ભારતના મગધ રાજ્ય(હાલ બીહારનો પ્રદેશ)ની ગાદી પર આવ્યો. ચંદ્રગુપ્ત મૌર્ય ( ઈ.પુ. 322-298) ભારતના ઈતીહાસનો પ્રથમ ચક્રવર્તી, સમર્થ સમ્રાટ ગણાય છે. શોણ (સોન) અને ગંગાના સંગમ પર પાટલીપુત્ર તેની રાજધાની. તેણે ઉત્તરમાં એલેકઝાંડરના પ્રતીનીધી સમા ગ્રીક શાસનના સુબા સેલ્યુકસને હરાવી ગ્રીક સત્તાનો અંત આણ્યો. ઉપરાંત ચંદ્રગુપ્તે ભારતના અન્ય ઘણા પ્રદેશો જીતીને મૌર્ય રાજ્યનો વીસ્તાર કર્યો. ચંદ્રગુપ્ત મૌર્યની સત્તા ગુજરાત સુધી ફેલાયેલી હતી.

 .

ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર બીંબીસાર. બીંબીસારને ઘણા પુત્રો હતા. તે પૈકી અશોક પ્રભાવશાળી હતો જે બીંબીસાર ના મૃત્યુ પછી ગાદીએ આવ્યો. સમ્રાટ અશોક ( ઈ.પુ. 293237)ના નામ સાથે આપણને કલીંગના યુદ્ધની અને અશોકના હૃદયપરીવર્તનની વાત યાદ ન આવે?

સમ્રાટ અશોકે પ્રજાવત્સલ, ધર્મપ્રેમી રાજવી તરીકે નામના મેળવી. અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પ્રયત્નો કર્યા. અશોકે સ્તંભો, ખડકો અને ગુફાની ભીંતો પર લેખો કોતરાવ્યા. ઉત્તરમાં હીમાલયથી દક્ષીણમાં મૈસુર સુધી તથા પુર્વમાં બંગાળાના ઉપસાગરથી પશ્ચીમમાં અરબી સમુદ્ર સુધી આવા ત્રીસેક લેખો મળી આવ્યા છે. તે લેખો પરથી અશોકના શાસન, રાજ્યનીતી તથા વીચારો અંગે  માહીતી મળે છે.

ગુજરાતમાં જુનાગઢ પાસે ગીરનાર પર્વત પરનો શીલાલેખ ગુજરાતમાં અશોકના શાસનનો પુરાવો છે.  

આપણો ઈતીહાસ.


                                                                                                                   –હરીશ દવે.                               

દેશ અને દુનીયા સમક્ષ ગુજરાતની અનોખી ઓળખ ઉભરી રહી છે. ગુરતનીઆજની અનેરી ઓળખ પાછળ વર્તમાન ઉપરાંત તેનો ભવ્ય ઈતીહાસ ખડો છે. ગુજરાતની અસ્મીતા તેના ગૌરવવંતા ઈતીહાસને કારણે વીશેષ ઉલ્લેખનીય છે.
 
માનવીએ લીપી દ્વારા અભીવ્યક્તીની શરુઆત કરી. શરુઆતમાં ચીત્ર દ્વારા માનવીએ પોતાના મનની વાતને આલેખવા પ્રયત્નો કર્યા. ભાષા અને લીપીએ  માનવીના જીવનમાં અભીવ્યક્તીને આસાન બનાવી. આમ, પોતાના વીચારો, સંવેદનો, કાર્યો, અવલોકનોને … ટૂંકમાં, સૃષ્ટીના, જીવનના ધબકારને માનવી આલેખતો ગયો. તે થકી ઈતીહાસ રચાતો ગયો.

ઈતીહાસની પહેલાં તે પ્રાગીતીહાસ અથવા પ્રાક્-ઈતીહાસ. પ્રાક્ અર્થાત્ પુર્વે અથવા પહેલાનું.ઈતીહાસ પહેલાનો સમય તે પ્રાગૈતીહાસીક કાળ.

સામાન્ય રીતે ઈતીહાસ લેખીત પ્રમાણો પરથી આલેખાતો હોય છે. જ્યારે પ્રાગીતીહાસમાં જગત કે જીવનના અતીતનું પ્રમાણ લેખીત સ્વરુપમાં ઉપલબ્ધ નથી હોતા, પરંતુ ભુતકાળના અવશેષો-ચીહ્નો તો મળતા હોય છે. આ અવશેષો મૃતદેહ રૂપે અથવા માનવીએ સર્જેલ કે ઉપયોગમાં લીધેલ વસ્તુના રુપે હોય છે. ડાયનાસુરના અશ્મીઓ   પ્રાગૈતીહાસીક કાળના છે. એક સ્વીકાર્ય મત પ્રમાણે આશરે પાંચેક હજાર વર્ષ અગાઉનો સમય પ્રાગૈતીહાસીક કાળ ગણાય છે, પરંતુ તેમાં દેશ-પ્રદેશ અનુસાર મતભેદ હોઈ શકે.
 
ગુજરાતનો  પ્રાગૈતીહાસીક કાળ ત્રણ યુગમાં વીભાજીત કરી શકાય:
(1) અશ્મયુગ  (2) અશ્માયસયુગ. (3)  લોહયુગ.
જોકે પ્રાગૈતીહાસીક કાળને આમ પેટા-યુગોમાં સ્પષ્ટતાપુર્વક વીભાજીત કરવા પડકારરરુપ જ નહીં, વીવાદાસ્પદ પણ હોય છે. આપણે પ્રાથમીક જાણકારી પુરતું તેને સીમીત રાખીશું.અશ્મયુગમાં બહુધા પાષાણનો ઉપયોગ છે. આશરે બે લાખથી વીસ લાખ વર્ષો પુર્વે  માનવી માત્ર પત્થરનાં ઓજારો વાપરતો. તે જ હતો અશ્મયુગ. કાળક્રમે માનવીએ આ પાષાણ-ઓજારો બે ધારવાળાં બનાવ્યાં. આ સમય લઘુઅશ્મયુગ કે અંત્યાશ્મયુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લામાં તેના અવશેષો મળ્યા છે. આ યુગ આશરે દસેક હજાર વર્ષ પુર્વે આરંભાયો હશે તેવી માન્યતા છે.

ગુજરાતમાં લોથલ, ધોળાવીરા આદી સ્થળોએથી પથ્થર ઉપરાંત તાંબાનાં સાધન મળેલ છે. આ સાથે પ્રતીક સ્વરુપમાં લેખીત પ્રમાણો પણ મળેલ છે. તેની પ્રતીક-લીપી ઉકેલવાના પ્રયત્નો ચાલુ છે. આ કાળ   તામ્રાશ્મયુગ તરીકે જાણીતો છે. વળી તત્કાલીન માનવજીવનને વીશે સમજી શકાય તેવા પ્રમાણો મળ્યા હોવાથી આ યુગને  ઈતીહાસના અભ્યાસના પ્રથમ ચરણમાં મુકવામાં આવે છે. તેથી તેને આદ્ય ઐતીહાસીક કાળ પણ કહેવામાં આવે છે. લોહયુગનો આરંભ ત્રણેક હજાર વર્ષ પહેલા થયો હોવાનું સંશોધકો કહે છે.

ગુજરાતમાં વીશ્વસનીય પ્રમાણો સાથેનો સુનીશ્ચીત ઈતીહાસ આશરે 2300 વર્ષ અગાઉ આરંભાય છે.

ગુજરાતમાં મૌર્યયુગના શાસનના સ્પષ્ટ પુરાવા ઉપલબ્ધ છે. ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ.પુ. 322-298) ઉત્તર ભારતમાં મૌર્ય વંશનો સ્થાપક સમ્રાટ. તેણે ભારતવર્ષના ઘણા પ્રદેશોમાં સત્તા ફેલાવી હતી. ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ પુષ્યગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રમાં ગીરનાર પર્વત પર સુદર્શન જળાશય બંધાયું હોવાનો શીલાલેખ મળેલ છે. ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર સમ્રાટ અશોક ( ઈ.પૂ. 293–237). મૌર્ય વંશના આ સુપ્રસીદ્ધ શાસક સમ્રાટ અશોકના શીલાલેખો સૌરાષ્ટ્રમાં જુનાગઢના ગિરનાર પર્વતના માર્ગ પર મળી આવ્યા છે.

ઈસવીસનની શરુઆત પછી પણ ગુજરાતનો ઈતીહાસ યશસ્વી છે. ઈ.સ. 470માં ગુજરાતના ભાવનગર નજીક વલભીમાં શૈવધર્મી મૈત્રક કુળની સ્થાપના મહત્વનો બનાવ છે. સાતમી સદીમાં ચીની યાત્રી હ્યુ એન સંગની ભારતની યાત્રાની નોંધ ઉપયોગી છે. આ મહાન ચીને મુસાફર હ્યુ એન સંગ (ઉચ્ચારભેદ રહે છે: હુવેન શ્યાંગ) ગુજરાત પણ આવ્યા હતા. તેમણે વલભીની સમૃધ્ધી તેમજ વલભીની વીદ્યાપીઠનું સવીસ્તર વર્ણન કરેલ છે.

છેલ્લા હજાર વર્ષના ગુજરાતના ઈતીહાસમાં સિદ્ધરાજ જયસીંહનું સામ્રાજ્ય, મોગલ શાસન તથા મરાઠા સત્તા ઉપરાંત પણ ઘણી બધી નોંધપાત્ર ગાથાઓ  છે. ગુજરાતનો ગૌરવવંતો ઈતીહાસ રાજકીય ક્ષેત્રે જ નહીં, આર્થીક, સામાજીક અને સાંસ્કૃતીક ક્ષેત્રે પણ સમગ્ર ભારત દેશને પ્રેરક બની રહે છે.

ગુજરાતનો ઈતીહાસ

                                                                          –હરીશ દવે.                               

દેશ અને દુનીયા સમક્ષ ગુજરાતની અનોખી ઓળખ ઉભરી રહી છે. ગુજરાતની આજની અનેરી ઓળખ પાછળ વર્તમાન ઉપરાંત તેનો ભવ્ય ઈતીહાસ ખડો છે. ગુજરાતની અસ્મીતા તેના ગૌરવવંતા ઈતીહાસને કારણે વીશેષ ઉલ્લેખનીય છે.

માનવીએ લીપી દ્વારા અભીવ્યક્તીની શરુઆત કરી. શરુઆતમાં ચીત્ર દ્વારા માનવીએ પોતાના મનની વાતને આલેખવા પ્રયત્નો કર્યા. ભાષા અને લીપીએ  માનવીના જીવનમાં અભીવ્યક્તીને આસાન બનાવી. આમ, પોતાના વીચારો, સંવેદનો, કાર્યો, અવલોકનોને … ટૂંકમાં, સૃષ્ટીના, જીવનના ધબકારને માનવી આલેખતો ગયો. તે થકી ઈતીહાસ રચાતો ગયો.

ઈતીહાસની પહેલાં તે પ્રાગીતીહાસ અથવા પ્રાક્-ઈતીહાસ. પ્રાક્ અર્થાત્ પુર્વે અથવા પહેલાનું.

ઈતીહાસ પહેલાનો સમય તે પ્રાગૈતીહાસીક કાળ.

સામાન્ય રીતે ઈતીહાસ લેખીત પ્રમાણો પરથી આલેખાતો હોય છે. જ્યારે પ્રાગીતીહાસમાં જગત કે જીવનના અતીતનું પ્રમાણ લેખીત સ્વરુપમાં ઉપલબ્ધ નથી હોતા, પરંતુ ભુતકાળના અવશેષો-ચીહ્નો તો મળતા હોય છે. આ અવશેષો મૃતદેહ રૂપે અથવા માનવીએ સર્જેલ કે ઉપયોગમાં લીધેલ વસ્તુના રુપે હોય છે. ડાયનાસુરના અશ્મીઓ   પ્રાગૈતીહાસીક કાળના છે. એક સ્વીકાર્ય મત પ્રમાણે આશરે પાંચેક હજાર વર્ષ અગાઉનો સમય પ્રાગૈતીહાસીક કાળ ગણાય છે, પરંતુ તેમાં દેશ-પ્રદેશ અનુસાર મતભેદ હોઈ શકે.

 

ગુજરાતનો  પ્રાગૈતીહાસીક કાળ ત્રણ યુગમાં વીભાજીત કરી શકાય:

(1) અશ્મયુગ  (2) અશ્માયસયુગ. (3)  લોહયુગ.

જોકે પ્રાગૈતીહાસીક કાળને આમ પેટા-યુગોમાં સ્પષ્ટતાપુર્વક વીભાજીત કરવા પડકારરરુપ જ નહીં, વીવાદાસ્પદ પણ હોય છે. આપણે પ્રાથમીક જાણકારી પુરતું તેને સીમીત રાખીશું.

અશ્મયુગમાં બહુધા પાષાણનો ઉપયોગ છે. આશરે બે લાખથી વીસ લાખ વર્ષો પુર્વે  માનવી માત્ર પત્થરનાં ઓજારો વાપરતો. તે જ હતો અશ્મયુગ. કાળક્રમે માનવીએ આ પાષાણ-ઓજારો બે ધારવાળાં બનાવ્યાં. આ સમય લઘુઅશ્મયુગ કે અંત્યાશ્મયુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લામાં તેના અવશેષો મળ્યા છે. આ યુગ આશરે દસેક હજાર વર્ષ પુર્વે આરંભાયો હશે તેવી માન્યતા છે.

ગુજરાતમાં લોથલ, ધોળાવીરા આદી સ્થળોએથી પથ્થર ઉપરાંત તાંબાનાં સાધન મળેલ છે. આ સાથે પ્રતીક સ્વરુપમાં લેખીત પ્રમાણો પણ મળેલ છે. તેની પ્રતીક-લીપી ઉકેલવાના પ્રયત્નો ચાલુ છે. આ કાળ   તામ્રાશ્મયુગ તરીકે જાણીતો છે. વળી તત્કાલીન માનવજીવનને વીશે સમજી શકાય તેવા પ્રમાણો મળ્યા હોવાથી આ યુગને  ઈતીહાસના અભ્યાસના પ્રથમ ચરણમાં મુકવામાં આવે છે. તેથી તેને આદ્ય ઐતીહાસીક કાળ પણ કહેવામાં આવે છે. લોહયુગનો આરંભ ત્રણેક હજાર વર્ષ પહેલા થયો હોવાનું સંશોધકો કહે છે.

ગુજરાતમાં વીશ્વસનીય પ્રમાણો સાથેનો સુનીશ્ચીત ઈતીહાસ આશરે 2300 વર્ષ અગાઉ આરંભાય છે.

ગુજરાતમાં મૌર્યયુગના શાસનના સ્પષ્ટ પુરાવા ઉપલબ્ધ છે. ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ.પુ. 322-298) ઉત્તર ભારતમાં મૌર્ય વંશનો સ્થાપક સમ્રાટ. તેણે ભારતવર્ષના ઘણા પ્રદેશોમાં સત્તા ફેલાવી હતી. ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ પુષ્યગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રમાં ગીરનાર પર્વત પર સુદર્શન જળાશય બંધાયું હોવાનો શીલાલેખ મળેલ છે. ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર સમ્રાટ અશોક ( ઈ.પૂ. 293237). મૌર્ય વંશના આ સુપ્રસીદ્ધ શાસક સમ્રાટ અશોકના શીલાલેખો સૌરાષ્ટ્રમાં જુનાગઢના ગિરનાર પર્વતના માર્ગ પર મળી આવ્યા છે.

ઈસવીસનની શરુઆત પછી પણ ગુજરાતનો ઈતીહાસ યશસ્વી છે. ઈ.સ. 470માં ગુજરાતના ભાવનગર નજીક વલભીમાં શૈવધર્મી મૈત્રક કુળની સ્થાપના મહત્વનો બનાવ છે. સાતમી સદીમાં ચીની યાત્રી હ્યુ એન સંગની ભારતની યાત્રાની નોંધ ઉપયોગી છે. આ મહાન ચીને મુસાફર હ્યુ એન સંગ (ઉચ્ચારભેદ રહે છે: હુવેન શ્યાંગ) ગુજરાત પણ આવ્યા હતા. તેમણે વલભીની સમૃધ્ધી તેમજ વલભીની વીદ્યાપીઠનું સવીસ્તર વર્ણન કરેલ છે.

છેલ્લા હજાર વર્ષના ગુજરાતના ઈતીહાસમાં સિદ્ધરાજ જયસીંહનું સામ્રાજ્ય, મોગલ શાસન તથા મરાઠા સત્તા ઉપરાંત પણ ઘણી બધી નોંધપાત્ર ગાથાઓ  છે. ગુજરાતનો ગૌરવવંતો ઈતીહાસ રાજકીય ક્ષેત્રે જ નહીં, આર્થીક, સામાજીક અને સાંસ્કૃતીક ક્ષેત્રે પણ સમગ્ર ભારત દેશને પ્રેરક બની રહે છે.