સમરથકો નહીં દોષ, જુ.ભાઈ ?!

સહયોગીઓ !

ગુજરાતની એક જાણીતી સાહીત્ય સાથે સંકળાયેલી સંસ્થાની સાઇટ પરના આરંભના પાના (હોમપેજ) પર જોડણીની કેટલીક ભુલો મને બતાવવામાં આવી હતી ! અંદરનાં પાનાંઓ પર જવાની હીંમત નહોતી તેથી બહારથી જ મળી તેને અહીં મુકી છે. 

સાવ સાદા શબ્દોમાં પણ સાહીત્યકારો જો ભુલો કરતા હોય તો આપણો શો દોષ ?! – જુ.

 

ખોટી જોડણી                               સાચી જોડણી

 

સભ્યોને મળતાં લાભ                 મળતા લાભ  

સેક્શન                                      સૅક્શન

દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ                  દૃશ્ય–શ્રાવ્ય વિભાગ

ઓડિયો વિડિયો                         વીડિયો

ક્લીક                                        ક્લિ

૧૦૦ વર્ષથી ય વધુ                 વર્ષથીય

ઇ-ન્યુઝલેટરના                       ન્યૂઝલેટર

મિડિયા -પ્રેસ                           મીડિયા

અન્ય લીન્કસ (links)            લિંક્સ 

પરિષદ–વિશે                           પરિષદ વિશે

 

ખોવાયેલા અનુસ્વારો મળી ગયા છે !!

શોધી જુઓ – નીચેના ફકરાઓમાં કેટલાં મીંડાં ?!  

આ સમગ્ર લખાણમાં અનુસ્વારો જાણી જોઈને મૂક્યા નથી. સ્પેલચેકરમાં પણ કદાચ એને તપાસી શકાતા નથી. સૌ વાચકોને એક જાહેર અપીલ કરવાની કે જ્યાં જ્યાં અનુસ્વાર મૂકવાના હોય ત્યાં ત્યાં મૂકીને તમારી જાણકારી તપાસો. કોમેન્ટના ખાનામાં અથવા ઈમેઈલથી આખું લખાણ અનુસ્વારો મૂકીને મને મોકલો અને આપણાં લખાણોમાં જોવા મળતી બહુ જ મોટી ખામીનો સાક્ષાત્કાર કરી જુઓ !!

લીમડા તો ઘણા જોયા. લીમડા ઉપરાતનાં વૃક્ષો પણ ઓછાં તો નથી જ જોયાં. પણ લીમડાનાં વૃક્ષોની તો વાત જ નોખી છે. લીમડાનાંધાં જ અંગો કામમાં આવે છે. એનાં પાન, એની ડાળીઓ, એનાં મૂળ અને એનાં ફળ –  લીંબોળીઓ પણ – એ બધાંના કેટકેટલા ઉપયોગો હોય છે તે જાણીને આશ્ચર્યો થયા વગર રહેતાં નથી.

ઝાડનાં લાકડાં, ઝાડનાં ફૂલ, એનાં ફળ એ બધું જ બહુ કામનું હોય છે. એનાં પાનની તો વાત જ શી કરવી ? ઝાડનાં મૂળ બહુમૂલ્ય; એનાં મૂલ મૂલવવાના અભરખા રાખવા નકામા.

ઝાડવાં તો બધાં જ ઉપયોગી હોય છે. તે બધાંના ઉપયોગો પણ જાતજાતના અને ઘણાધા હોય છે. કોના કેટલા ગુણ ગણાવવા ? કોનાં કેટલાં મૂલ આકવાં, ને ગુણ – માર્ક્સ – મૂકવા ? કોના કેટલા ઉપયોગો છે તે મુજબ એ બધાં વૃક્ષોના ગુણ, એ બધાં ઝાડવાંનાં મૂલ અને એ બધાંનાં કામોના આધારે જ એ બધાંનાં વખાણ કરી શકાય.

ઝાડ જ આપણું જીવન છે. બધા જ જીવોનાં જીવન એના આધારે હોય છે. એ બધાંને બધા જ જીવો વતી મારાં પ્રણામ !

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

અનુસ્વારો અંગેના ખુલાસાઓ –

ઉપરના છ ફકરાઓમાં કુલ બાવન મીંડાં (અનુસ્વારો) મુકાયાં છે. સવાબસો જેટલા શબ્દોમાં બાવન અનુસ્વારો ! એનો અર્થ  એટલો જ કે જો ધ્યાન ન રાખીએ તો આપણી કેટલી બધી ભુલો રહેતી હોય છે ?!

હવે જરા ઝીણી નજરે જોઈએ. 

ઉપરના ફકરાઓમાં “નર જાતીના બહુવચન”ના શબ્દો આટલા છે –

ફકરાઓ, અનુસ્વારો, લીમડા, ઉપયોગો, અભરખા, ગુણ, માર્ક્સ, જીવો.

આ બધા શબ્દોની ઓળખ “કેવો, કેવી, કેવું” પુછવાથી થાય છે. નરજાતીની ઓળખ કેવો શબ્દથી થાય. જેમ કે, ફકરો કેવો ? અનુસ્વાર કેવો ? લીમડો કેવો ? ઉપયોગ કેવો ? અભરખો કેવો ? ગુણ–માર્ક કેવો ? જીવ કેવો ? તમે આ બધા શબ્દોને કેવી ? કે કેવું ? વડે ઓળખી નહીં શકો ! 

જ્યારે “ નાન્યતર જાતીના બહુવચન”ના શબ્દો આટલા છે –
લખાણો, વૃક્ષો, અંગો, પાન, મુળ, ફળ, આશ્ચર્યો (આશ્ચર્યોનું બહુવચન સામાન્ય રીતે હોતું નથી છતાં અહીં જાણીજોઈને કર્યું છે.), લાકડાં, ફુલ, મુળ, મુલ (કીંમત), ઝાડવાં, કામો,  જીવન, વખાણ, પ્રણામ (વખાણ અને પ્રણામ બન્ને હંમેશાં બહુવચનમાં હોય છે)
ઉપરના બધા શબ્દો નાન્યતરજાતીના છે. એની ઓળખ કેવું ? પુછવાથી થશે. જેમ કે, લખાણ કેવું ? અંગ કેવું ? જીવન કેવું ? વગેરે.
હવે જુઓ. જ્યાં જ્યાં નરજાતીના શબ્દો છે ત્યાં ત્યાં તેને લગતા બહુવચન દર્શાવતા બધા જ શબ્દો પર અનુસ્વાર નથી. (જુઓ, ‘શબ્દ’ એ નરજાતીનો શબ્દ છે તેથી તેનું બહુવચન સુચવતો શબ્દ ‘દર્શાવતા’ પર અનુસ્વાર નથી !)  કારણ કે નરજાતીના બહુવચન દર્શાવતા બધા જ શબ્દોને મીંડાં લાગતાં નથી (અહીં જુઓ, મીંડું નાન્યતર જાતીનું છે; એનું બહુવચન મીંડાં કર્યું એટલે એના બહુવચન દર્શાવતા શબ્દ ‘લાગતાં’ પર અનુસ્વાર આવ્યો  !!)
ઉપર બતાવેલા બધા જ નરજાતીના બધા જ શબ્દોનું બહુવચન બતાવનારા સાથે લાગેલા બધા જ શબ્દોને અનુસ્વાર લાગતો નથી.
જ્યારે નાન્યતર જાતીની યાદીમાં મુકેલા બધા જ શબ્દોનું બહુવચન બતાવનારા બધા જ સાથે લાગેલા શબ્દો પર અનુસ્વારો મુક્યા છે !
નોંધઃ ઉપરના લખાણમાં ( અથવા ઉપરનાં લખાણોમાં) ‘માં’, ‘જ્યાં’, ‘ત્યાં’ જેવા શબ્દો પર અનુસ્વાર છે તે ઉપરોક્ત નીયમોને કારણે નથી.
હવે ખાસ વાત–
જેમને વધુ રસ હોય તેઓ નરજાતીના અને નાન્યતરજાતીના જે જે શબ્દો છે તેની સાથે જોડાયેલા બહુવચન દર્શાવતા શબ્દોની યાદી બનાવીને તપાસી જુએ, કે કોણ કયા શબ્દનું જોડાણ બતાવે છે ? (આમ તો મેં બતાવી જ દીધું છે…છતાં !!)
શ્રી દીપકભાઈ ધોળકિયાએ આ ચર્ચામાં સક્રીય ભાગ લઈને કેટલાક મુદ્દાઓ નોંધ્યા છે ! તે આ લીંક પર  જોઈ જવા ભલામણ છેઃ
સૌનો ખુબ ખુબ આભાર અને શુભેચ્છાઓ. જય ગુર્જરી ! જય માતૃભાષા !!
– જુગલકીશોર.

જોઈએ છે અનુસ્વારો; શોધી આપો પ્લીઈઈઈઝ !!

શોધી જુઓ – કેટલા મીંડા મળતા નથી ?!!  

આ સમગ્ર લખાણમા અનુસ્વારો જાણી જોઈને મૂક્યા નથી. સ્પેલચેકરમા પણ કદાચ એને તપાસી શકાતા નથી. સૌ વાચકોને એક જાહેર અપીલ કરવાની કે જ્યા જ્યા અનુસ્વાર મૂકવાના હોય ત્યા ત્યા મૂકીને તમારી જાણકારી તપાસો. કોમેન્ટના ખાનામા અથવા ઈમેઈલથી આખુ લખાણ અનુસ્વારો મૂકીને મને મોકલો અને આપણા લખાણોમા જોવા મળતી બહુ જ મોટી ખામીનો સાક્ષાત્કાર કરી જુઓ !!

લીમડા તો ઘણા જોયા. લીમડા ઉપરાતના વૃક્ષો પણ ઓછા તો નથી જ જોયા. પણ લીમડાના વૃક્ષોની તો વાત જ નોખી છે. લીમડાના બધા જ અંગો કામમા આવે છે. એના પાન, એની ડાળીઓ, એના મૂળ અને એના ફળ –  લીંબોળીઓ પણ – એ બધાના કેટકેટલા ઉપયોગો હોય છે તે જાણીને આશ્ચર્યો થયા વગર રહેતા નથી.

ઝાડના લાકડા, ઝાડના ફૂલ, એના ફળ એ બધુ જ બહુ કામનુ હોય છે. એના પાનની તો વાત જ શી કરવી ? ઝાડના મૂળ બહુમૂલ્ય; એના મૂલ મૂલવવાના અભરખા રાખવા નકામા.

ઝાડવા તો બધા જ ઉપયોગી હોય છે. તે બધાના ઉપયોગો પણ જાતજાતના અને ઘણા બધા હોય છે. કોના કેટલા ગુણ ગણાવવા ? કોના કેટલા મૂલ આકવા, ને ગુણ – માર્ક્સ – મૂકવા ? કોના કેટલા ઉપયોગો છે તે મુજબ એ બધા વૃક્ષોના ગુણ, એ બધા ઝાડવાના મૂલ અને એ બધાના કામોના આધારે જ એ બધાના વખાણ કરી શકાય.

ઝાડ જ આપણુ જીવન છે. બધા જ જીવોના જીવન એના આધારે હોય છે. એ બધાને બધા જ જીવો વતી મારા પ્રણામ !

 

– જુગલકીશોર.

એ/તે; એને/તેને; એમનું/તેમનું…

ચીરાગનો સવાલ : કાકા, જ્યારે નેટ પર પાછા ફરો ત્યારે ‘એ-તે’, ‘એણે-તેણે’ વગેરે વીશે સમજુતી આપશો?

જવાબ : આપણે સામાન્યરીતે એ-તે; એણે-તેણે જેવા પ્રયોગો એક સરખી રીતે બધી જગ્યાએ કરીએ છીએ. આ અંગેનો સુક્ષ્મ નીયમ મળ્યો નથી. પણ સામાન્યત: જે સમજુતી છે તે આવી છે :

‘સામાન્યરીતે’ જડ પદાર્થો માટે એ, એનું અને એમનું વગેરે પ્રયોજાય છે; જ્યારે જીવંત વ્યક્તી માટે તે, તેમને, તેમનું વગેરે પ્રયોજાય છે.

આ જ કારણસર હશે કદાચ, કે એઓ કે એઓને જેવા પ્રયોગો બહુ પ્રચલનમાં નથી. કારણ કે એઓ કે એઓને શબ્દો બહુવચનના હોઈ જડ પદાર્થોમાં એની જરુર ન પડે તે સ્વાભાવીક છે.

એને અને એમને શબ્દો અનુક્રમે એકવચન અને બહુવચન માટે છે તે તો બહુ જાણીતી વાત છે; એટલું જ નહીં પણ આપણાથી મોટી વ્યક્તીને માનાર્થે બહુવચનથી સંબોધાતી હોય છે, છતાં આપણે વારંવાર ભુલ કરીને એમને માટે  તેઓ, તેમને, તેમનું વગેરે શબ્દોથી માન આપવાને બદલે એ/તે,એને/તેને,એનું/તેનું વગેરે શબ્દો યોજી બેસીએ છીએ, જે બરાબર નથી.

વ્યક્તી એક જ હોય તો પણ માનાર્થે એમને બહુવચનથી ઉલ્લેખવાની હોય છે તે યાદ રહે.

આજે તો હવે આ બંનેમાં ઝાઝો ફરક રખાતો નથી અને જીવીત-નીર્જીવ બધા માટે એ/તે, એનું/તેનું, એમને/તેમને વપરાતું રહે છે. આપણે આટલું જાણ્યાં પછી શું આ ભુલ કરીશું ખરા ?!

એ/તે; એને/તેને; એમનું/તેમનું…

ચીરાગનો સવાલ : કાકા, જ્યારે નેટ પર પાછા ફરો ત્યારે ‘એ-તે’, ‘એણે-તેણે’ વગેરે વીશે સમજુતી આપશો?

જવાબ : આપણે સામાન્યરીતે એ-તે; એણે-તેણે જેવા પ્રયોગો એક સરખી રીતે બધી જગ્યાએ કરીએ છીએ. આ અંગેનો સુક્ષ્મ નીયમ મળ્યો નથી. પણ સામાન્યત: જે સમજુતી છે તે આવી છે :

‘સામાન્યરીતે’ જડ પદાર્થો માટે એ, એનું અને એમનું વગેરે પ્રયોજાય છે; જ્યારે જીવંત વ્યક્તી માટે તે, તેમને, તેમનું વગેરે પ્રયોજાય છે.

આ જ કારણસર હશે કદાચ, કે એઓ કે એઓને જેવા પ્રયોગો બહુ પ્રચલનમાં નથી. કારણ કે એઓ કે એઓને શબ્દો બહુવચનના હોઈ જડ પદાર્થોમાં એની જરુર ન પડે તે સ્વાભાવીક છે.

એને અને એમને શબ્દો અનુક્રમે એકવચન અને બહુવચન માટે છે તે તો બહુ જાણીતી વાત છે; એટલું જ નહીં પણ આપણાથી મોટી વ્યક્તીને માનાર્થે બહુવચનથી સંબોધાતી હોય છે, છતાં આપણે વારંવાર ભુલ કરીને એમને માટે  તેઓ, તેમને, તેમનું વગેરે શબ્દોથી માન આપવાને બદલે એ/તે,એને/તેને,એનું/તેનું વગેરે શબ્દો યોજી બેસીએ છીએ, જે બરાબર નથી.

વ્યક્તી એક જ હોય તો પણ માનાર્થે એમને બહુવચનથી ઉલ્લેખવાની હોય છે તે યાદ રહે.

 આજે તો હવે આ બંનેમાં ઝાઝો ફરક રખાતો નથી અને જીવીત-નીર્જીવ બધા માટે એ/તે, એનું/તેનું, એમને/તેમને વપરાતું રહે છે. આપણે આટલું જાણ્યાં પછી શું આ ભુલ કરીશું ખરા ?!
 

લખાણમાં આવતાં પ્રત્યયો અને વીશેષણો અંગે.

                                   –જુગલકીશોર.

1]  પ્રિય ગુજરાતી ભાષા ના રસિકો, 

2]  હેતુ ધરાવી છી

3]  ભાષા ના દરેક ગઝલકાર ની કૃતિ ગુજરાતી સાહિત્ય ના પ્રેમી ને દુનિયા ના છેવાડા સુધી
===========================================

ઉપર ત્રણ વાક્યો [અલબત્ત, અધુરાં] મુક્યાં છે. એને ક્રમશ: જોઈએ :

1]  પ્રિય શબ્દ વીશેષણ છે અર્થાત્ એ શબ્દ કોઈ નામના ગુણમાં વધારો કરે છે. હવે આ વાક્ય તપાસશો તો સવાલ થશે કે એ વીશેષણ કયા નામને માટે છે ? સામાન્ય રીતે નામની પહેલાં વીશેષણ આવીને એ નામને શણગારે છે. જેમ કે લાલ ઘોડો, પીળું ફુલ વગેરે. આમાં ઘોડો અને ફુલ એ નામ છે અને લાલ અને પીળું એનાં વીશેષણો છે જે નામની તદ્દન આગળ આવે છે.

ઉપરના વાક્યમાં સ્પષ્ટ સમજાય છે કે પ્રિય શબ્દ એ રસિકોને માટે વપરાયો છે, ” પ્રિય રસિકો ” તરીકે. પણ વાંચતાં એમ લાગે છે જાણે તે શબ્દ ગુજ.ભાષા માટે ન વપરાયો હોય ?! તેથી આ વાક્ય આમ હોવું જોઈએ : “ગુજરાતીભાષાના પ્રિય રસિકો !”

હવે જો આપણે લખનારની ભુલ ન કાઢવી હોય અને એમાં સાધારણ ફેરફાર કરીને વીશેષણને એ જ જગ્યાએ રાખવું હોય તો આમ લખવું જોઈએ : “પ્રિય, ગુજભાષાના રસિકો !” એક અલ્પવીરામ મુકીને પણ ચલાવી શકાય.

2]  બીજા વાક્યમાં બે માત્ર ઉંધા મુક્યા છે. છીઍ અને ધરાવીઍ. આ બંને માત્ર (કાનો માતર કહીએ છે તેમાનો આ ‘માતર’ છે !) ઉલટા લખવાથી એનો ઉચ્ચાર પહોળો વંચાશે. મોટે ભાગે અંગ્રેજી શબ્દોના ગુજ.કરણમાં આવા ઉચ્ચારો આવે છે; જેમ કે bat બૅટ; cat કૅટ વગેરે. ગુજ.માં ઍંટ અને ઍંઠ શબ્દોમાં આવા પહોળા ઉચ્ચાર થાય તેથી એમાં માત્ર ઉંધો લખી શકાય. જોકે હવે એ ઉંધી માત્રાને વાપરવાનો ચાલ ઘટતો જાય છે.

3]  ત્રીજા વાક્યમાં ‘ને’ , નો, નું વગેરે પ્રત્યયોને અલગ બતાવાયા છે. ગુજરાતીમાં આ પ્રત્યયો ઉપરાંત ‘થી’ વગેરેને પણ શબ્દની સાથે જોડીને જ લખાય, અલગ નહીં. ભાષાના; ગઝલકારની; પ્રેમીને એ રીતે ના-ની-ને એ ત્રણે પ્રત્યયોને સાથે જ જોડેલા રાખવા જોઈએ. પ્રથમ વાક્ય ‘ગુજ.ભાષા ના’ માં પણ ‘ના’ જુદો લખાયો હોઈ તે ભુલ છે. [ હીન્દીમાં આ જ પ્રત્યયોને અલગથી લખવાનો રીવાજ છે.]

આજે આ પ્રત્યયો, ઉંધા માત્ર અને વીશેષણ પુરતી વાત કરી. ફરી ક્યારેક વધુ ચર્ચા કરીશું.
 

કૌમાર્યતા; ઔદાર્યતા; સૌંદર્યતા; સ્વાતંત્ર્યતા

ભુલ થઈ; ગઈ !! ભુલ થઈ [હતી પણ હવે] ગઈ !!  [આજની બે વાનગી :]  

[1] આ વાક્યરચનાની નાનકડી ભુલ જુઓ :  ”હવે સાચવવા જેવું આપણી પાસે સ્વાસ્થ્ય સીવાયની કોઈ કીમતી સામગ્રી નથી.”

આ એક વાક્ય છે. એમાં એક વૃધ્ધ વ્યક્તી અન્ય ઘરડાને લખે છે કે આપણી પાસે આ ઉંમરે સાચવવા જેવું સ્વાસ્થ્ય જ છે, બીજું કાંઈ નહીં ! આ વાત કહેવામાં તેમનાથી ઉતાવળે નાની ભુલ થઈ ગઈ.

કાં તો એમણે આમ લખવું જોઈએ કે ” હવે સાચવવા જેવું આપણી પાસે સ્વાસ્થ્ય સીવાય કશું નથી.” અથવા
“હવે સ્વાસ્થ્ય સીવાયની આપણી પાસે સાચવવા જેવી કોઈ કીમતી સામગ્રી નથી.”
સૌ જોઈ શક્યાં હશો કે આ વાક્યમાં “સાચવવા જેવું” એ નાન્યતર જાતી દર્શાવે છે. જ્યારે “સીવાયની કોઈ સામગ્રી” એ નારી જાતીમાં છે. તેથી કાં તો નાન્યતર જાતી માટે “કશું કે કંઈ” ઉમેરીને “સામગ્રી”ને (નારીજાતી હોઈ) કાઢી નાખવી જોઈએ અથવા નારીજાતીની “સામગ્રી”ને રાખવી હોય તો નાન્યતર શબ્દ “જેવું”કાઢીને ત્યાં “જેવી” કરવું જોઈએ. આ રીતે ” હવે સાચવવા જેવી આપણી પાસે સ્વાસ્થ્ય સીવાયની કોઈ કીમતી સામગ્રી નથી”

છતાં છેલ્લે સુધારેલા વાક્યમાં પણ ગદ્યના સાધારણ ક્રમ મુજબનું લખાણ આ નથી. એ આડાઅવળું હોય તેમ લાગે છે.
આ રીતે લખી શકાય : ” હવે આપણી પાસે સાચવવા જેવી, સ્વાસ્થ્ય સીવાયની કોઈ સામગ્રી નથી.”

વાનગી :2  કૌમાર્યતા; ઔદાર્યતા; સૌંદર્યતા; સ્વાતંત્ર્યતા અંગે :

નામ પરથી વીશેષણ બનાવવાનું આપણને સૌને આવડે છે.

ઉદાર એ કોઈ વ્યક્તીના ગુણમાં વધારો કરે તેથી ઉદાર એ કોઈ વ્યક્તીનું વીશેષણ કહેવાય.

હવે આ વીશેષણ ‘ઉદાર’ પરથી નામો બનાવવાં હોય તો ઉદારનું ‘ઉદારતા’ અથવા ‘ઉદારપણું’ એ નામ બની શકે.

પરંતુ સંસ્કૃતમાંથી સીધા ઉતરી આવેલા વીશેષણ-શબ્દોનાં નામ બનાવવા હોય તો એક ત્રીજો રસ્તો પણ છે :
જેમકે ઉદારનું ઔદાર્ય; કુમારનું કૌમાર્ય; સુંદરનું સૌંદર્ય વગેરે.

આનો અર્થ એ છે કે મુળ સંસ્કૃત વીશેષણો હોય તો તેના નામો બનાવતી વખતે કુમારનું કુમારતા ન કરાય. અને કૌમાર્ય કર્યું હોય તો કૌમાર્યતા પણ ન કરાય. સુંદર શબ્દ સંસ્કૃત હોવા ઉપરાંત ગુજરાતી પણ બની ગયો હોઈ સુંદરનું સૌંદર્ય પણ થાય અને સુંદરતા પણ કરી શકાય. પણ સૌંદર્યનું સૌંદર્યતા તો ન જ કરાય. કારણ કે એને બે વાર પ્રત્યયો ન લગાડી શકાય ! ગુજરાતી વીશેષણ હોય તો “તા” લગાડીને નામ બનાવો અને જો સંસ્કૃત શબ્દ હોય તો “ઔ” પ્રત્યય લગાડો; પણ બંને પ્રત્યયો ક્યારેય ન લગાડાય.