ઉત્તમ અનુવાદીત વાર્તાઓ માણો !

‘ભૂમિપૂત્ર’ના છેલ્લા પાને આવેલી વાર્તાઓ ‘વીણેલાં ફૂલ’ના નામે પુસ્તીકાઓના સ્વરુપે બહાર પડી છે. તેના 18 ભાગ છે. દરેક ભાગમાં 40 વાર્તાઓ સમાવવામાં આવી છે. બીજી ભાશાઓની વાર્તાઓને ગુજરાતીમાં અવતારવા માટે આપણે ‘હરિશ્ચંદ્ર’ (સ્વ. કાન્તાબહેન અને સ્વ. હરવિલાસબહેન)ના રુણી છીએ.

જે વાર્તાઓ મને વધારે ગમી છે તેને મારી અનુકુળતાએ ઈન્ટરનેટ મારફત વહેતી મુકવાનો મારો ઈરાદો છે જેથી કરીને ખાસ તો પરદેશમાં રહેતા વડીલો તે માણી શકે.

આ સાથે પહેલી વાર્તા (ઉંઝા-જોડણીમાં) મોકલું છું. જો આવી વાર્તાઓ ભવીષ્યમાં પણ તમને મળતી રહે તેમ તમે ઈચ્છતા હોવ તો રીપ્લાયમાં મારા ઈમેઈલ આઈડી inkabhai@gmail.com ઉપર

‘yes’ લખીને તમારું નામ નોંધાવશો.

તમારા પરીચીતોને આ મેલ ફોરવર્ડ કરવા વીનન્તી.

– વીક્રમ દલાલ
ટે.નં. (02717) 249 825 / e-mail : inkabhai@gmail.com

Advertisements

“नेट-गुर्जरी॓॑” પર ૧૦૧૧+ લખાણો પ્રગટ થયાં !!! આજે ‘માધુકરી’માં વાર્તા.

પ્રમોદની માંદગી                                                                                                 – ધનસુખ ગોહેલ

 

પ્રમોદના દીકરાનો ફોન હતો કે પપ્પાને સર ટી.**  હોસ્પીટલના  સ્પેસીઅલ રૂમમાં દાખલ કર્યા છે ને તમારા નામનું રટણ કર્યા કરે છે તો તમે એક આંટો આવી જાવ. મેં પ્રમોદના દીકરાને પૂછ્યું કે પ્રમોદને શું થયું તે દાખલ કરવો પડ્યો ? તેણે કહ્યું કે ત્રણ-ચાર દિવસથી,  બસ અબલકાકા આવ્યા ત્યારથી સુનમુન રહે છે. નથી કોઈની સાથે વાત કરતા કે ખાતાપિતા. દાકતર પણ ફાંફા મારે છે પણ કળી નથી શકતા કે શું દરદ છે. તમે આવી જાવ ને પછી બધી વાત. રાજધાનીની બસની ટીકીટ કઢાવી ને હું ઉપડયો ભાવનગર.

હું ને પ્રમોદ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં સાથે હતા. વળી તે મારો અંગત ગોઠીયો હતો. હું, અબલ ને પ્રમોદ બાળપણના મીત્રો.

હું સીધો ગયો સર ટી. હોસ્પીટલ સ્પેસીઅલ રૂમે. મને રૂમ નંબર તો પ્રમોદના દીકરાએ આપ્યો જ હતો.

મને જોઈને પ્રમોદની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં. હું ગયો સીધો જે દાક્તરની સારવાર પ્રમોદની ચાલતી હતી એમની પાસે ને પૂછ્યું કે શું લાગે છે પ્રમોદનું દર્દ ? દાક્તરે કહ્યું કે ડીપ્રેશનનો કેસ લાગે છે. બાકી ટેસ્ટ તો ઘણા કર્યા. બધુંય નોર્મલ છે.

પ્રમોદ ને ડીપ્રેશન ? હોય નહીં. મેં દાક્તરને કહ્યું. મેં દાક્તરને વીનંતી કરી કે પ્રમોદને હું બહાર લઈ જઈ  શકું ? દાક્તરે હા પાડી કે તમારા જોખમે લઈ જાવ. એક કાગળમાં મેં સહી કરીને પ્રમોદની રૂમે આવ્યો. તેનો દીકરો તેની પાસે જ બેઠો હતો. મેં બધી વાત દીકરાને કરી અને પ્રમોદને લઈ ને સર ટી. હોસ્પીટલમાંથી બહાર આવ્યો.

હું રીક્ષા ગોતતો હતો તો પ્રમોદે કહ્યું કે આપણે ચાલીને જ જઈએ. મેં કહ્યું કે આપણે મતવા ચોક અબલની દુકાને જવું છે. તું ચાલી શકીશ ?  અબલ મોટો ભંગારી હતો ને તેની દુકાન મતવા ચોકમાં હતી. અરે, એમાં શું? ચાલી શકીશ. પ્રમોદ બોલ્યો કે અહીંથી આપણે ઘોઘા દરવાજે જઈએ. ત્યાંથી ઢાળ બઝાર – સી.સોમાભાઈ ચાવાળાની દુકાનથી ડાબી બાજુ વળી જશું ને આંબા ચોક, સંઘેડિયા બઝાર થતાં મતવા ચોક પહોચી જઈશું. ત્યાં ચોકમાં જ અબલની દુકાન છે. બરોબર ઘોઘાબોરી બીલ્ડીંગ સામે. ક્યાં આઘું છે. ચાલને ખેંતાળી મુકીએ.

પ્રમોદની ઈચ્છા હતી તેમ ચાલીને અમે ઘોઘા દરવાજે પહોંચ્યા. ત્યાંથી ઢાળ બઝાર ઉતરતાં જમણી બાજુએ મ્યુઝીક હાઉસકે એવી દુકાન આવતાં પ્રમોદ ઉભો રહ્યો ને બોલ્યો કે કંઈ યાદ આવે છે ?

હા. કેમ ભુલાય? તેં ને મેં, બેન્કમાંથી મળેલ પહેલા બોનસમાંથી, આ દુકાનેથી આપણે બે નાના રેડીઓ ખરીદ્યા હતા. એક તારા માટે ને બીજો મારા માટે. વાત છે લગભગ ૧૯૭૧ની.

રેડીયાનો પ્રમોદને ગાંડો શોખ. મને ખ્યાલ છે કે પ્રમોદ રાતે સુતો ત્યારે પણ રેડીયો સોડમાં લઈને સુતો. એ વખતે પ્રમોદ નવી ગરાશીયા વાડ, ઢાળ ચડતાં ડાબી બાજુના ખાંચામાં રહેતો ને હું દૂધવાળી શેરીમાં. મોડી રાત સુધી પ્રમોદ રેડીયો સાંભળતો. એક વાર રેડીયામાં કૈંક ખરાબી આવી ગઈ ત્યારે જરૂરી પાર્ટ્સ ભાવનગર મળતા નોતા ને મારે બરોબર મુંબઈ જવાનું થયું ત્યારે મુંબઈથી રેડીયા માટે પાર્ટ્સ મારી પાસે મંગાવેલ. એ વખતે ભાવનગરના રૂપમ થીએટરમાં આવેલ મુગલ એ આઝમ”, ”હમરાહી”, ”આશીક”, પેલેસમાં આવેલ મેં ચુપ રહુંગી”, દીપક ટોકીઝ માં આવેલ બીસ સાલ બાદ”, ”ધુલકા ફૂલવગેરેનાં ગીતો બહુ વાગતાં ને પ્રમોદ સાંભળતો.

અમે ચાલતાં ચાલતાં અબલની દુકાને પહોચ્યા. મને જોઈને અબલ બોલ્યો કે તું ક્યારે આવ્યો ? હમણાં થોડા દીવસ પહેલા જ પ્રમોદના ઘેર ગયો હતો. પ્રમોદના દીકરાએ કહ્યું કે કાકા હવે આ રેડીયો વાગતોય નથી. લઈ જાવ ને તમે. આપી દેજો કોઈ ઘરાક મળે તો. નહીતર આપી દેજો કોઈ ભંગારીને.

મેં અબલને પૂછ્યું કે તેં રેડીયો વેચી દીધો ? અબલે કહ્યું કે ના હજુ સુધી તો કોઈ ઘરાક મળ્યો નથી. મેં દુકાનમાં નજર નાખી. રેડીયો હું ભાળી ગયો. મેં અબલને વાત કરી. તે રેડીયો પાછો આપવા તૈયાર થયો.

રેડીયો મેં પ્રમોદને આપ્યો. તેની આંખોમાં રેડીયો જોઈને પાણી આવી ગયાં.

ઘેર પાછા આવ્યા. પ્રમોદના દીકરાને બધી વાત કરી. બસ એટલી અમસ્તી વાત હતી !

દીકરો બોલ્યો કે પપ્પા, પહેલાં બોલ્યા હોત તો અબલ કાકાને હું આપત જ નહીં. મેં કહ્યું, “બેટા તારા માટે એટલી અમસ્તી વાત હશે પણ પ્રમોદ માટે તો જીવનમરણનો સવાલ હતો.”

જે થયું તે. ભૂલી જા બધું ને પેલા દાકતર પાસે જઈને બધી વાત કરીને ડીસ્ચાર્જ સર્ટીફીકેટ લઈ આવ.

 ધનસુખ ગોહેલ.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

લેખક પરીચય:

શ્રી ધનસુખભાઈ બાબુભાઇ ગોહેલ (જન્મ: ૧૯૪૮) ગ્રામ્ય જીવનની પૃષ્ઠભુમી ધરાવે છે. ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં શાળા અભ્યાસ અને સર પ્રભાશંકર પટ્ટણી ઇનસ્ટીટ્યુટ ઑફ સાયન્‍સના સ્નાતક છે. સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના કર્મચારી રહ્યા. સ્વૈછીક નીવૃત્તી લઈને હાલ પુત્ર સાથે અમદાવાદનીવાસી છે.

પાત્ર લેખન, જીવન પ્રસંગો, કાવ્યો, લઘુકથા, ટુંકા અનુભવ આધારીત લેખો વગેરે કૉલેજકાળથી  ગ્રામ્ય જીવનની સુવાસ સાથે લખે છે.

એમના લેખોને બ્લોગ પર મુકવાની અને એ લેખોને સંપાદીત કરવાની પરવાનગી આપવા બદલ અમે એમના આભારી છીએ.

મુદ્રણ અને સંપાદન : તુષાર મહેતા અને અશોક પંડ્યા

આકાશી નથણી !!


નથણી !

images

 

 

 

આજે

સૂર્યની પાછળ
બ્હાવરી બનેલી સંધ્યા,
ઉતાવળી કૈં મન બ્હેકાવતી
દોડી ગૈ.
કે આ –
બીજ કેરી નથણી પ્હેરવી
ભૂલી ગઈ !
જુઓને…
ચોરીછૂપીથી
ચંડાળ નિશાએ પ્હેરી લીધી,
કૂબડા નાક પર કેવી જડી દીધી !
– ‘સુક્રિત’ (બુદ્ધિપ્રકાશ ડિસેં. ૬૩)

એક મસ્ત–મજાનું ‘બનારસી’ કાવ્ય !!

બનારસ મસખરી સે ચલ રહા હૈ !

કિસીકા દિલ તરી સે ચલ રહા હૈ,
કિસીકા રસભરી સે ચલ રહા હૈ;
લગાયેં ક્યા તુમ્હારે દિલ સે દિલ હમ,
સુના, વહ બૈટરી સે ચલ રહા હૈ !

ન શેરો–શાયરી સે ચલ રહા હૈ,
ન પંડિત પાદરી સે ચલ રહા હૈ;
સમઝ કર ભી સમઝ પાતે નહિ હમ –
ખુદા જાદૂગરી સે ચલ રહા હૈ !

હકૂમત અફસરી સે ચલ રહી હૈ,
ઈલેક્ષન મેંબરી સે ચલ રહા હૈ;
જમાને સે ચલે આતે હૈં લીડર,
જમાના લીડરી સે ચલ રહા હૈ !

વિતંડા હો કિ પ્રોપગંડા કિ ઝંડા :
સભી કુછ નંબરી સે ચલ રહા હૈ;
નહીં હમ જાનતે જન્નત કી હાલત,
જહન્નુમ કચહરી સે ચલ રહા હૈ !

જવાની ગુંડઇ સે ચલ રહી હૈ,
બુઢાપા ચૌધરી સે ચલ રહા હૈ;
મુકદમે પર મુકદમેકા મુકદમા
પુલિસ કી ડાયરી સે ચલ રહા હૈ !

હમારા જાગના કાનૂન સે હૈં,
કિ સોના તસ્કરી સે ચલ રહા હૈ;
લગી હૈ રાજનીતિક ભૂખ ઐસી –
કિ અનશન ભૂખમરી સે ચલ રહા હૈ !

મુહબ્બત શાયરી સે ચલ રહી હૈ,
મગર ઘર નૌકરી સે ચલ રહા હૈ;
કલા તો હૈ કલા, લેકિન સિનેમા –
‘તિલસ્મી સુંદરી’ સે ચલ રહા હૈ !

સુપનખા સે ચલી હૈ નક્કટૈયા,
દશાનન નિશચરી સે ચલ રહા હૈ,
હુઆ સૌંદર્ય ઘાયલ તો હુઆ ક્યા
વહ પ્લાસ્ટિક સર્જરી સે ચલ રહા હૈ !

ન હિન્દી કા ન અંગ્રેજી કા ઝઘડા,
ઉપદ્રવ લીડરી સે ચલ રહા હૈ;
તમાશા સ્ટેજ પર હમ દેખતે હૈ –
ઈશારા ગૈલરી સે ચલ રહા હૈ !

દિવાલી ફૂલઝરી સે ચલ રહી હૈ,
દિવાલા લાટરી સે ચલ રહા હૈ;
યે રોગી સંતરે સે ચલ રહા હૈ,
મિનિસ્ટર સંતરી સે ચલ રહા હૈ !

ખુદા કા શુક્ર, હમ હૈ ઔર વહ હૈ,
શનીચર જનવરી સે ચલ રહા હૈ;
હુએ જબ લાપતા ઉનકી ગલીમાં
પતા ‘ઇન્ક્વાયરી’ સે ચલ રહા હૈ !

મુહબ્બતમેં હુએ જો ‘ફૈલ’, ભાગે
યહ કિસ્સા ભરથરી સે ચલ રહા હૈ;
વહાં બેધડક, બેઢબ, ચોંચ, ભૈયા –
બનારસ મસખરી સે ચલ રહા હૈ !

– બેધડક બનારસી.

(સાપ્તાહિક હિન્દુસ્તાન માર્ચ – ૬૫)

તારાઓ ગાય છે !

कहते हैं तारे गाते हैं !

सन्नाटा वसुधा पर छाया,

नभमें हमने कान लगाया;

फिर भी अगणित कंठोंका यह राग नहीं हम सुन पाते हैं……..कहते है०

स्वर्ग सुना करता यह गाना,

पृथ्वीने तो बस यह जाना –

अगणित ओसकणोंमें तारों के नीरव आंसु आते हैं ……………..कहते हैं०

उपर देव, तले   मानवगण,

नभमें दोनों, गायन-रोदन;

राग सदा उपर को उठता, आंसु नीचे झर आते हैं !………कहते हैं०

– बच्चनजी

શામસુંદર વીશેના કેટલાક ઉદ્ગારો !

“જે અનવધિ સૌંદર્ય શામ રંગમાંથી ઉપસી આવે છે એ ગૌર વર્ણમાંથી ઉપસી આવતું નથી. ગોરાશમાં સૌંદર્ય વિખેરાઈ જાય છે. અને પરમ ભવ્ય શામતામાંથી તો પ્રભુનું પૂર્ણ પુરુષોત્તમનું કોટિ કામદેવ સમું સૌંદર્ય કોતરાઈ રહે છે. શામતાનો સૌંદર્ય અર્ક એટલે શામસુંદર.”

“કોણે કહ્યું કે ભક્ત ભીરુ છે ? ભીરુથી ભક્ત બનાય જ નહીં. મૃત્યુથી કંપતી ભક્તિ હોઈ શકે જ નહીં. વીરને પણ વીરતા શીખવે તે ભક્ત. (મીરાંના દાદા દુદાજીની ભડભડ બળતી ચિતામાંથી મીરાંને જાણે સંભળાયેલો સંદેશ)”

(મીરાંને કરંડિયામાં સાપ મોકલ્યો તે જોઈને) મીરાં :“આજ હું ધન્ય થઈ, નાથ ! શેષ ભગવાનને આપે પહેલાં મોકલ્યા. હવે આપનાં ચરણ વાગી રહ્યાં હું સાંભળું છું.”

રાધા : “જ્યાં જ્યાં કૃષ્ણ નામનો સાચો ઉચ્ચાર થાય છે ત્યાં ત્યાં હું અવશ્ય હાજર રહું છું. કૃષ્ણમય બની ગઈ છું છતાં એ ઉચ્ચાર મને એટલો બધો ગમે છે કે, એ સાંભળવા હું કૃષ્ણથી સહેજ છૂટી પડું છું. એટલો દ્વૈતભાવ મને ગમે છે !”

સૌજન્ય : ર.વ.દેસાઈકૃત નવલકથા ‘બાલાજોગણ’માંથી.

‘શાશ્વત ગાંધી’ સામયીકમાંથી વીણેલું

ગાંધી સાહીત્ય યોજના

ગાંધીજીનાં દસ પુસ્તકો ઘટાડેલા દરે આપવાની લોકમીલાપની યોજના છે જેમાં –

  • આરોગ્યની ચાવી;
  • ગાંધીજીનું જીવન એમના જ શબ્દોમાં;
  • ગીતાબોધ;
  • ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ;
  • નીતિધર્મ અથવા ધર્મનીતિ;
  • મંગળ પ્રભાત;
  • સત્ય એ જ ઈશ્વર છે;
  • સર્વોદય;
  • સ્ત્રીઓ અને સ્ત્રીજીવનની સમસ્યાઓ;
  • હિંદ સ્વરાજ

૭૨૮ પાનાંનાં આ દસ પુસ્તકોની છાપેલી કીંમત રુ. ૧૩૫ થાય છે, પરંતુ ૩૧, ઓક્ટોબર સુધીમાં ફક્ત રુ. ૧૦૦/–માં મળશે. ઘેરબેઠાં મેળવવા માટે રજી. ટપાલના રુ. ૩૦/– ઉમેરીને ૧૩૦નો મ.ઓ. અથવા લોકમીલાપ નામના એટ પાર ચૅકથી મોકલવાનું સરનામું :

લોકમીલાપ, સરદારનગર, ભાવનગર – ૩૬૪૦૦૧ / ફોન : (૦૨૭૮) ૨૫૬૬૪૦૨.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

ગાંધીદર્શનના તેજસ્વી અધ્યાપક અને તેવું જ સાદગીપૂર્ણ મૂલ્યનિષ્ઠ જીવન જીવનારા શ્રી મગનભાઈ જો. પટેલ (શ્રી મ.જો.) કે જેઓના જીવન પર “જંગમ તીર્થરાજ” રવિશંકર મહારાજની બહુ મોટી અસર રહી છે તેમણે લખેલા પુસ્તક “સંતોની છાયામાં” એમણે જીવનઘડતરની સુંદર વાતો લખી છે તે ૧૨૫ પાનાંના પુસ્તકની કીંમત રુ. ૫૦ છે.

”પ્ર. વ્યાવસાયીક અભીવૃત્તી પ્રકાશન, અમદાવાદ” પરથી મળી શકશે.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

પાંડવો પાંચ નહોતા. છ હતા, પરંતુ છઠ્ઠાને ભુલી ગયા હતા. એમાંથી મહાભારત જામ્યું ને બધાંએ ફેલ થઈ ગયા.

એવી રીતે દરિદ્રનારાયણ આપણો છઠ્ઠો ભાઈ છે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

એકનાથ મહારાજને ભગવાને અનુકુળ પત્ની આપી. તેને થયું, “ઈશ્વરની કેટલી કૃપા છે !”

તુકારામને અનુકુળ પત્ની નહોતી મળી. એ કહેતા, ઈશ્વરની કેટલી રહેમ છે ! “નહીં તો હું માયામાં લપેટાઈ ગયો હોત !”

પત્ની પોતાને અનુકુળ મળી તોયે કૃપા ! વિરુદ્ધ વીચારની મળી તોયે કૃપા ! બીલકુલ ન મળી તોયે કૃપા અને મળ્યા પછી મરી ગઈ તોયે કૃપા ! અનન્ય ભક્તની આ જ તો વીશેષતા છે.

– વીનોબા.

––––––––––––––––––––––––––––––––––––––––––

વેડછી આશ્રમના સ્થાપક જુગતરામકાકા કહેતા –

“પાછામાં પાછાં, નીચામાં નીચાં, દૂબળાં–બાપડાં જ્યાં વિરાજે, ચરણ આપનાં ત્યાં બિરાજે !”

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

એક વાર, પોતે અભણ જેવા હોવાથી, રામકૃષ્ણ પરમહંસને વિદ્યા મેળવવાની વાસના થઈ. રાતે દેવી સ્વપ્નામાં આવ્યાં. કહે, માગ ! રામકૃષ્ણ કહે, ‘વિદ્યા જોઈએ છે !’

દેવીએ સામેના ખુણામાં પડેલો કચરાનો ઢગલો બતાવીને કહ્યું, “આમાંથી જોઈએ તેટલી લઈ લે !” રામકૃષ્ણ સમજી ગયા ને બે હાથ જોડીને બોલ્યા, “ના મા, નથી જોઈતી !”

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––