ફેસબુકની ‘દીવાલો’ પર ભાષા–સાહીત્યના પાઠો !!

ફેસબુક હવે ઘરઘરનું ને ઠેરઠેર લખાતુંવંચાતું માધ્યમ બની ગયું છે. એવો ભાગ્યે જ કોઈ વીષય હશે જે આ દીવાલો પર ચીતરાતો નહીં હોય.

આ દીવાલો પર ચીત્રો, કાવ્યો, લેખો ને માહીતીભંડારો ચોટાડાતાં હોય છે. શરુમાં આ કાર્ય માટે ़ચોટાડવું॰ ક્રીયાપદ કદાચ બંધબેસતું હશે પણ હવે એવું રહ્યું નથી. ફેસબુકની દીવાલોએ અનેક વીષયો પરના જાહેર વર્ગખંડો (ક્લાસરુમો) સર્જી દીધા છે ! હવે ઝીણી નજરે જોઈશું તો અહીં કેટલીક વીદ્વત્તાભરી વીગતો પ્રગટ થઈ રહીછે.

અહીં ભણાવનારાં ખુદ ભણનારાં પણ હોય છે. ન ભણવું હોય તોય કેટલાક લેખકો આપણને પરાણે ભણાવે છે ! આપણે મુકેલો કોઈ વીચાર વાચકને સામે લખવા પ્રેરે છે અને ઘણી વાર મુળ લેખકને એનો વાચક જ ભણાવતો થાય છે !!

મનની વાતો પ્રગટ કરવાની અહીં સૌને તક હોવાથી વર્ગરુમોમાં તોફાનો પણ થતાં રહે છે ને ક્યારેક શીક્ષકોય માર ખાઈ જતા લાગે છે. પણ એકંદરે આ બધો હલ્લાબોલ કોઈ સરસ મજાનાં પરીણામો લાવીને બધું સમુંનમું કરી આપે છે ત્યારે ફેસબુકનો આનંદ વ્યાપી વળે છે.

હમણાં હમણાં કેટલીક દીવાલો પર ગુજરાતી અક્ષરો, શબ્દો, વાક્યોથી લઈને સમગ્ર ભાષાના પ્રશ્નો ચર્ચાવા શરુ થયા છે. ભાષાની ખામીઓખુબીઓની સાથે સાથે જોડણીની બાબત ખુબ ઝીણવટભરી રીતે ચર્ચાઈ રહી હતી તેમાં જોડણીકોશ અને ગુજરાતી પાઠ્યપુસ્તકોના નીમીત્તે ગુજરાતી ભાષાની અનેક ખુબીઓ સમજાવાઈ હતી. આ ચર્ચાઓમાં સામાન્ય જાણકારોથી લઈને વીદ્વાનોએ ભાગ લીધો, જે હજુ ચાલુ જ છે.

એમ જ, ગુજરાતી સાહીત્યથી શરુ કરીને ઉત્તમ પરદેશી સાહીત્યના નમુનાઓ પણ પ્રદર્શીત થઈ રહ્યા છે ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે જે કોઈને પણ ગુજરાતી ભાષા અને સાહીત્ય અંગે કાંઈ પણ નવું નવું જાણવાની તમન્ના હોય તેમણે આ ચર્ચાઓમાં વહેલી તકે દાખલ થઈ જવું રહ્યું. આ વર્ગખંડોમાં જે વહેંચાઈ રહ્યું છે તેમાંનું કેટલુંક તો ખુબ જ કીમતી અને ભાગ્યે જ બીજે ક્યાંય મળી શકે તેવું, લગભગ અલભ્ય એવું, હોય છે.

પ્રીન્ટ મીડીયામાં આ વસ્તુ ભાગ્યે જ બનતી હોય છે. ત્યાં પ્રગટ થતી વસ્તુ ફક્ત વાંચવાની જ હોય છે. ત્યાં આદાનપ્રદાન શક્ય નથી. જ્યારે આ વર્ગખંડોમાં તો ભણાવનાર ને ભણનાર ઉપરાંત પ્રેક્ષક–વાચક એ સૌ પરસ્પર સંકળાઈને જ્ઞાનને આદાનપ્રદાન બક્ષે છે !

વજેસિંહભાઈ પારગીના જોડણીસંદર્ભે શરુ થયેલો એક મોટો પ્રવાહ, એમાં બાબુભાઈ સુથાર જેવા વીદ્વાનોના પ્રવેશથી વેગીલો બન્યો છે.

મીત્રો ! ફેસબુકમાં આરંભાયેલા આ વર્ગખંડોમાં પીરસાઈ રહેલી વાનગીઓનો આસ્વાદ, આચમન અને ઓડકાર લેવાના આ ભોજન સમારંભમાં  જોડાવાની ભલામણ કરવાની લાલચ રોકી ન શકાતાં આજે ‘માતૃભાષા’  આ વાત લઈને સૌ સમક્ષ આવે છે.

सुज्ञाषु किं बहुना !

મારી સાઈટ પર RSSમાં આપનો પ્રવેશ – છે / બાકી છે

સહયાત્રીઓ !

નેટગુર્જરીને સંકેલીને માતૃભાષા સાઈટ શરુ કર્યા પછી વાચકોનો ક્લીકાંક ફક્ત છ માસને અંતે

૨, ૬૦,૦૦૦ (બે લાખ સાઠ હજાર)ને પાર કરી ગયો છે !! આંકડાઓ જ કાંઈ બધું નથી હોતું એ જાણતે છતે આ વાત લખવાનો સંકોચ છે જ છતાં આજે કેટલુંક નીરીક્ષ્યા પછી એક વાત સૌ સમક્ષ મુકવા મન થયું એટલે RSSવાળું શીર્ષક બાંધ્યું છે.

નેટગુર્જરીના સાઈડ બાર પર My communityના વીઝેટ પર જેટલા સભ્યોના ફોટા હતા  તેટલા ફોટા નવી સાઈટ પર હજી આવ્યા નથી ને જેઓના ફોટા છે તેમના સૌના બ્લૉગ પણ નથી એટલે મારી સાઈટ પર સબ્સ્ક્રાઈબ કર્યું હોય એ સૌની લીંક પણ મારી સાઈટ પર હોવી જોઈએ એમ ધારીને સૌ સબ્સ્ક્રાઈબ કરનાર મીત્રોને વીનંતી કે મારી સાઈટના સાઈડ બાર પર આપને કઈ રીતે RSS પર મુકી શકું ? જેમના બ્લૉગની url મળી શકે તેમ છે તેમને તો હું RSS પર મુકી શકીશ પરંતુ જેઓનો કોઈ બ્લૉગ ન હોય તેમની કઈ લીંક મારે મુકવી જોઈએ તે બાબતે અજ્ઞાનના માર્યા આજની આ પોસ્ટ મુકવાની થઈ છે !! (મારી આ અભણતાને ક્ષમા કરવી જ રહી !)

સૌને વીનંતી કે મને આપની સંપર્કલીંક મોકલશો.

અત્યારે મારા સાઈડ બાર પર નીચે જણાવ્યા સહયાત્રીઓ સબ્સ્ક્રાઈબ થયા જણાય છે. એમાં ભુલચુક હોય તો સુધારીને મને જણાવવા આગ્રહભરી વીનંતી છે……

ફેસબુક વગેરે સામાજીક માધ્યમોવાળા મીત્રોને RSSમાં મુકી શકાય કે કેમ તે મને ખબર નથી તેથી એમની લીંક અંગે શું કરવું તે પણ જણાવશો !!

–––––––––––––––––––––––––––––––––––––––––––

સુરેશ જાની :

https://sureshbjani.wordpress.com/

સુરેશ જાની – સૂર સાધના :

https://gadyasoor.wordpress.com/

દાવડાનું આંગણું :

https://davdanuangnu.wordpress.com/

ગોવિંદભાઈ મારુ – અભીવ્યક્તી :

https://govindmaru.wordpress.com/

વિનોદ વિહાર :

https://vinodvihar75.wordpress.com/

શબ્દોને પાલવડે :

https://devikadhruva.wordpress.com/

પ્રવીણ શાસ્ત્રી અને મિત્રો…. :

https://pravinshastri.wordpress.com/

ખૂલી આંખનાં સપનાં :

http://kavyadhara.com/

મહેન્દ્ર ઠાકર :

https://sites.google.com/site/mhthaker/

શકીલ મુનશી :

https://plus.google.com/109627955143363944600

વિલિયમ્સ ટેઈલ્સ :

https://musawilliam.wordpress.com/

નરેન્દ્ર ફણસે

હિતરાજ ૨૯

ધનસુખ ગોહેલ

એમ એચ ઠાકર

પ્રજ્ઞાબહેન

અક્ષયપાત્ર

બી.જી.ઝવેરી

લા’ કાન્ત

આશિષ અઘારા

કુંજલ પ્ર. છાયા

ચિરાગ

સુશાંત

વી.કે. વોરા

‘ચમન’

સરયૂ પરીખ

ફક્ત બે જ ફકરા મોકલો અને –

નેટજગતમાં હવે ‘લખવા’નું કામ જાણે કે ડાબા હાથનો ખેલ બની ગયો હોય તેવું નથી લાગતું ?

સૌ કોઈ પોતાની વાત સાવ સહેલાઈથી ને સહજ રીતે, છૂટથી મૂકી શકે છે. એટલું જ નહીં પણ જો લખાણો વધી જાય તો પછી તેની ઈ–બુક બનાવીને પ્રગટ પણ કરી દે છે…..કારણ કે ઈબુક બનાવવાનું કામ પણ સૌ કોઈ જાતે જ કરી શકે છે ! (કેટલાક લેખકોની પુસ્તિકાઓના “મુખપૃષ્ઠ પરનાં શીર્ષકો”માં પણ જોડણીની ભૂલો જોવા મળી છે !!)

અને એટલે જ–

કેટલાક લેખકોને પોતાનાં જ લખાણોથી પૂરતો સંતોષ નથી હોતો ! તેઓ જાણે છે કે પોતાનું લખેલું ગુજરાતી ભાષાના સ્વરૂપથી થોડુંઘણું આઘુંપાછું રહે જ છે ! ક્યાંક જોડણીની તો ક્યાંક વાકયરચનાની પણ ખામી તો રહી જ જાય છે અને તે બાબત તેમના મનમાં ડંખ્યાં કરે છે.

મારા બ્લૉગ ‘નેટગુર્જરી’ ના માધ્યમથી દસ વરસ સુધી ભાષા બાબતે આ અંગે બહુ પ્રયત્નો કર્યા હતા અને હવે ‘માતૃભાષા’ નામક સાઈટના માધ્યમથી – ફક્ત જાણીતા અને નીવડેલા લેખકોની જ રચનાઓને પ્રગટ કરવાને બદલે – જુનાનવા સૌ લેખકોનાં લખાણોને સાઈટ પર પ્રગટ કરીને આ કાર્યમાં ઉપયોગી થવાનું ગોઠવ્યું છે….ટવીટર, ફેસબુક કે અન્ય માધ્યમો પર પોતાની વાત મુક્ત મને પ્રગટ કરનારાંઓમાંથી જેમને પણ પોતાનાં લખાણને વધુ સારી રીતે પ્રગટ કરવાની ધારણા હોય તેમને માટે આજે આ અપીલ કરું છું……

કે –

કોઈ પણ ક્ષેત્ર અંગે કે કોઈ પણ વિષય પર ફક્ત ને ફક્ત બેએક ફકરા (પેરેગ્રાફ્સ) મને મોકલી શકો છો. એમાં જે કાંઈ ભાષાકીય સુધારા હશે તે ઈમેઈલ દ્વારા સીધા લખનારને જ મોકલીને જણાવવાનો ઉપક્રમ રહેશે. અને ત્યાર બાદ તે લખાણ માતૃભાષા સાઈટ પર પ્રગટ કરવામાં આવશે. (આ અંગે કેટલાય લેખકો સાથે ચર્ચા થઈ જ છે. પરંતુ આજે અહીં તે વાત સૌ સમક્ષ મુકી રહ્યો છું.)

માતૃભાષાની સેવા આપણે સહુ કરીએ જ છીએ. એમાંનો આ પણ એક પ્રયોગ જ છે. આશા છે કે આ પ્રકારે પણ વધુ ને વધુ શુદ્ધ ગુજરાતી લખવાનો મહાવરો થશે.

– જુગલકિશોર. jjugalkishor@gmail.com

(એક ખાસ સૂચના : હમણાં કેટલાક સમયથી કોઈ “સારા” માણસે ફેસબુકને ફરિયાદ કરી છે કે મારી સાઈટ પર “એબ્યુસીવ” પ્રકારનું લખાય છે !!! તેથી ફેસબુક પર માતૃભાષા સાઈટની કોઈ પણ લિંક પ્રગટ થતી નથી ! તેથી જ મારે સંપર્ક માટે  મારી ઈમેઈલ આઈડી મૂકવી પડે છે…..)

“માતૃભાષા”ને અનેરો, અવર્ણનીય આવકારો !!

સ્નેહી સહયોગીઓ !

આપ સૌનો માતૃભાષાપ્રેમ મારી વેબસાઈટ “मातृभाषा–स्वान्त:सुखाय” ને એક અવર્ણનીય આનંદ આપનાર બની રહ્યો છે !

તા. ૧૩મી જાનેવારીને દીવસે આરંભાયેલી આ યાત્રા આજે ત્રણ માસ પુરા કરીને ચતુર્થ માસે પ્રવેશી રહી છે ત્યારે વાચકોનાં ટેરવાં કે જે સૌસૌના કીબોર્ડે ફરતાં ફરતાં આ વેબસાઈટને અનેરો સ્પર્શ કરતાં રહ્યાં તેણે ક્લીકઆંકને ૯૧, ૯૨૩ ઉપર પહોંચાડી દીધો છે !! ફક્ત ગઈકાલનો જ – એક દીવસીય – આંક ૪૧૦૦ ઉપર જઈને મને આ લખવા પ્રેરી ગયો છે. આ બેએક દીવસોમાં આ સાઈટનું કેટલુંક રીપેરીંગકામ ચાલી રહ્યું હોઈ સાઈટ પર નીયમીત રહેવાયું નથી…..)

મેં તો કેવળ નીષ્ઠાને વશ રહી સાહીત્યરસથાળ પીરસવા પ્રયત્ન કર્યો છે; વાનગીઓમાં એવું શું હતું તે તો મારા કરતાં આપ જ વધુ કહી શકો !

હું તો બસ, એટલું જ કહીશ કે આ આપ સૌની માતૃભાષાપ્રીતીનો જ પરચો છે. બીજો પરચો આ સાઈટ પર અલપઝલપ પોતાનાં લખાણો મુકનારાં લેખકોની કલમોનો કહીશ. લેખકો અને વાચકોનો આ સહીયારો પરચો મને એક નવી દીશા આપનારો બની રહે તો નવાઈ નહીં !!

આવનારા સમયમાં મને, આ મારા નવા વેબમાધ્યમ વડે આપણી શાણી વાણીની સેવા કરવામાં આપ સૌના સહકાર અને માર્ગદર્શન મળતાં જ રહેશે તેમાં શંકા નથી.

સૌનું ઋણ સ્વીકારીને આભાર સાથે આજે તો બસ, આટલી જ વાત. હવે પછી વીગતવાર………

આપનો, – જુગલકીશોર.

 

ગુજરાતીઓ ! કેટલાંય કાર્યો આપણી રાહ જુએ છે !

– જુગલકીશોર

ઈન્ટરનેટ ઉપર ગુજરાતી અક્ષરો પહેલવહેલા ક્યારે પડ્યા હશે ? કોણે સહુથી પહેલો ગુજ. અક્ષર નેટ પરથી રવાના કરયો હશે ? કઈ પદ્ધતીથી અને કયા સાધન દ્વારા ?

આ અને આવા બીજા – રોમાંચીત કરી મુકનારા ઘણા સવાલો મનમાં જાગતા જ રહે છે. પણ એનો જવાબ મારી કને તો નથી જ; આપ સૌ વાચકો પાસે છે ?!

યાદ રાખો, હજી પણ નેટજગત પર આપણું આવવું બહુ દુરની વાત નથી. હજી પણ સમય છે, આ બધી ઐતીહાસીક બાબતોને સંઘરી દેવાનો !! હજી બહુ લાંબો સમય વીતી ગયો નથી. હજી પણ આપણામાંના કેટલાક યુવાનો ખાંખાંખોળાકાર્યે ખંતપુર્વક ખુણેખુણેથી ખોતરી ખોતરીને ઘણી બધી માહીતી ખંખેરી શકે તેમ છે. આ અને આવા બીજા ઘણાબધા સવાલોના જવાબો મેળવીને નેટજગતના ભવીષ્યના વાચકોને માટે સંશોધનાત્મક કાર્યો માટે સામગ્રી સાચવી શકે તેમ છે !

યાદ રાખો, આવનારો સમય આપણો – એટલે કે નેટસાહીત્યોનો છે ! પ્રીન્ટસાહીત્યવાળાઓ પણ આ નેટને આશરે આવવા લાગ્યા જ છે. પરંતુ કોઈ કરતાં કોઈ પાસે મેં ઉપર મુકેલા સવાલોના જવાબો માટેની સામગ્રી પુરતા પ્રમાણમાં નથી એવું કહેવાની દુખદ હીંમત કરું તો માઠું લગાડવાને બદલે મારી ચીંતાને તમારી પોતાની પણ કરજો !!

કાલ સવારે યુનીવર્સીટીઓને આ ઐતીહાસીક સામગ્રીની જરુર પડવાની જ છે. કાલ સવારે નેટજગત અંગે વીદ્યાર્થીઓને સંશોધનાત્મક અભ્યાસ કરવામાં આ સામગ્રી કામ લાગવાની જ છે. જ્યારે હજી તો યુની.ની તો વાત જ ક્યાં, કોઈ શાળાકક્ષાની વાત પણ કોઈ કરતું નથી ત્યારે અભ્યાસનીબંધોની વાત તો બહુ દુરની ગણાય……

ને એટલે જ તો કહું છું ને કે આવનારા સમય માટે માહીતીનો સંઘરો કરી રાખવાનો ધર્મ આપણા સૌનો જ ગણાય ! વીકીપીડીયા, વીકીસ્રોત, ગુગલનાં કેટલાંક ક્ષેત્રો, લેક્સીકોન, કેટલાક સક્ષમ મીત્રો, કેટલાક ખાંખાંખોળીયા તરવરીયા મીત્રો વગેરે સૌ મળીને આ બધાં કામો હાથ ધરશે તો કુદરત–વીજ્ઞાન–ટૅકનોલૉજી–શીક્ષણક્ષેત્ર વગેરે ઉપરાંત ઈશ્વર પણ એ સૌનું ભલું કરશે જ !!

યાદ છે ? વરસો પહેલાંથી લઈને હજી હમણાં સુધી મેં નેટસંસ્થા માટે વારંવાર લખ્યું હતું તે ? આકાશીસંસ્થા કે પછી વર્ચ્યુઅલ–ઈન્સ્ટીટ્યુટ જે નામ આપો તે, પણ આવા એક સંગઠનની વાત તો આજથી દસેક વરસ પહેલાંથી કરતો આવ્યો છું……પણ સંસ્થાવાળી વાત કોઈને ગમી જ નથી….(કદાચ સમજાઈ નથી કે ગળે ઉતરી નથી).

નેટજગત પરના ગુજરાતી અક્ષરોથી આરંભાયેલી વીગતોને એકઠી કરવાથી માંડીને બીજી અનેકાનેક બાબતો એક બાજુ રોમાંચીત કરી મુકે તેવી છે તો બીજી બાજુ ચેલેન્જ આપનારી છે !!

છે કોઈ આ બધી ચેલેન્જ ઉપાડી લેનાર વ્યક્તી/ઓ ?

છે કોઈ એવું જુથ (કે જેઓ સંપીને આજે ઘણું બધું અગત્યનું કામ કરી જ રહ્યાં છે) જે મારી આ વાતોને સાંભળે–સમજે–ને અમલ માટે આગળ આવે ?

––––––––––––––––––––––––––––––––––

ને હા, આ તો હજી એક જ મુદ્દો મુકાયો છે હોં ! હજી બીજા કેટલાક મુદ્દાઓ બાકી છે……તેની વાત ક્યારેક, હવે પછી.