એક મસ્ત–મજાનું ‘બનારસી’ કાવ્ય !!

બનારસ મસખરી સે ચલ રહા હૈ !

કિસીકા દિલ તરી સે ચલ રહા હૈ,
કિસીકા રસભરી સે ચલ રહા હૈ;
લગાયેં ક્યા તુમ્હારે દિલ સે દિલ હમ,
સુના, વહ બૈટરી સે ચલ રહા હૈ !

ન શેરો–શાયરી સે ચલ રહા હૈ,
ન પંડિત પાદરી સે ચલ રહા હૈ;
સમઝ કર ભી સમઝ પાતે નહિ હમ –
ખુદા જાદૂગરી સે ચલ રહા હૈ !

હકૂમત અફસરી સે ચલ રહી હૈ,
ઈલેક્ષન મેંબરી સે ચલ રહા હૈ;
જમાને સે ચલે આતે હૈં લીડર,
જમાના લીડરી સે ચલ રહા હૈ !

વિતંડા હો કિ પ્રોપગંડા કિ ઝંડા :
સભી કુછ નંબરી સે ચલ રહા હૈ;
નહીં હમ જાનતે જન્નત કી હાલત,
જહન્નુમ કચહરી સે ચલ રહા હૈ !

જવાની ગુંડઇ સે ચલ રહી હૈ,
બુઢાપા ચૌધરી સે ચલ રહા હૈ;
મુકદમે પર મુકદમેકા મુકદમા
પુલિસ કી ડાયરી સે ચલ રહા હૈ !

હમારા જાગના કાનૂન સે હૈં,
કિ સોના તસ્કરી સે ચલ રહા હૈ;
લગી હૈ રાજનીતિક ભૂખ ઐસી –
કિ અનશન ભૂખમરી સે ચલ રહા હૈ !

મુહબ્બત શાયરી સે ચલ રહી હૈ,
મગર ઘર નૌકરી સે ચલ રહા હૈ;
કલા તો હૈ કલા, લેકિન સિનેમા –
‘તિલસ્મી સુંદરી’ સે ચલ રહા હૈ !

સુપનખા સે ચલી હૈ નક્કટૈયા,
દશાનન નિશચરી સે ચલ રહા હૈ,
હુઆ સૌંદર્ય ઘાયલ તો હુઆ ક્યા
વહ પ્લાસ્ટિક સર્જરી સે ચલ રહા હૈ !

ન હિન્દી કા ન અંગ્રેજી કા ઝઘડા,
ઉપદ્રવ લીડરી સે ચલ રહા હૈ;
તમાશા સ્ટેજ પર હમ દેખતે હૈ –
ઈશારા ગૈલરી સે ચલ રહા હૈ !

દિવાલી ફૂલઝરી સે ચલ રહી હૈ,
દિવાલા લાટરી સે ચલ રહા હૈ;
યે રોગી સંતરે સે ચલ રહા હૈ,
મિનિસ્ટર સંતરી સે ચલ રહા હૈ !

ખુદા કા શુક્ર, હમ હૈ ઔર વહ હૈ,
શનીચર જનવરી સે ચલ રહા હૈ;
હુએ જબ લાપતા ઉનકી ગલીમાં
પતા ‘ઇન્ક્વાયરી’ સે ચલ રહા હૈ !

મુહબ્બતમેં હુએ જો ‘ફૈલ’, ભાગે
યહ કિસ્સા ભરથરી સે ચલ રહા હૈ;
વહાં બેધડક, બેઢબ, ચોંચ, ભૈયા –
બનારસ મસખરી સે ચલ રહા હૈ !

– બેધડક બનારસી.

(સાપ્તાહિક હિન્દુસ્તાન માર્ચ – ૬૫)

તારાઓ ગાય છે !

कहते हैं तारे गाते हैं !

सन्नाटा वसुधा पर छाया,

नभमें हमने कान लगाया;

फिर भी अगणित कंठोंका यह राग नहीं हम सुन पाते हैं……..कहते है०

स्वर्ग सुना करता यह गाना,

पृथ्वीने तो बस यह जाना –

अगणित ओसकणोंमें तारों के नीरव आंसु आते हैं ……………..कहते हैं०

उपर देव, तले   मानवगण,

नभमें दोनों, गायन-रोदन;

राग सदा उपर को उठता, आंसु नीचे झर आते हैं !………कहते हैं०

– बच्चनजी

શ્રી કિશોર મોદીનાં હાઈકુ

ગળે માટલું

ભીંજાય પનિહારું

બુઝારું કોરું

***

અમાસ રમે

સપ્તતાળી–સપ્તર્ષિ

સંગાથે સરે.

***

પૃથિવી પટે

સિંધુ હોલોળા ખાય

ચંદ્ર ચમકે.

***

મૌનનાં ગીતો

લઈ ઊભો ચાડિયો

ટહુકા વચ્ચે.

***

વડલા નીચે

પરબ વાટ જુએ

વટેમાર્ગુની.

***

ચીંથરેહાલ

ચાડિયો ફરકાવે

લીલો રૂમાલ.

***

પથ સાંભળે

ઝાંઝરતણો રવ

ફળિયું લીન.

***

બારી ડોકાય

રસ્તો એકલો ઊભો

પગલાં ઓઢી.

***

ગરમાળાની

ચૈત્રીડાળે સૂરજ

સોનેરી ઊગે.

***

પગથી થોભે

પાદરે વિસ્મયથી

ગામને જુએ.

***

ઝાંખા પ્રકાશે

કોડિયું માંડે વાત

હવા તલ્લીન.

***

રાત પડે ને

પાછો દીવાસળીનો

દિવસ ઊગે.

***

કિશોરભાઈનો નવો પ્રયોગ

સંસ્કૃતમાં હાઈકુ !

*****

कासारजले

महिष्या करभकै:

समं दृश्यन्ते ।

गोरजोगंधे

मुदितं वत्सं दृष्टवा

नभ: हृष्यति ।

सूर्यकिरणे

बबूलस्य पुष्पाणि

सुवर्णं इव ।

जलधिजले

चन्द्रं दृष्ट्वा रोमांचे

पृथ्वी प्रभाति ।

एकं स्मरणं

चित्ताकाशे पर्जन्यम्

सदा भवति ।

वसंतऋतौ

किंशुक: शुकचंचुं

धारयतीति । 

‘વો કલરવ કહાં ગયા ?’

​કેદારસિંહજી આપણા નેટજગતના ભજનીક છે. ભજનોની રમઝટ વચ્ચે રહેલા તેઓ પોતે પણ ભજનોનું સર્જન કરતા રહે છે. એમનાં ભજનોમાં ભક્તીતત્ત્વની સાથે જ કાવ્યતત્ત્વ પણ સહજ ક્રમે આવે છે. તેમનાં ભક્તીકાવ્યોનું સ્વરુપ અસલનાં ભજનોની ઝાંખી કરાવે છે.

પરંતુ આજે એમના દ્વારા સર્જાયેલી એક રચના શીક્ષણજગતમાં પ્રકાશ પાડનારી બની રહે તેવી હોઈ મારા બ્લૉગ પર તેને મુકવાની મંજુરી મળી જતાં તેને પ્રસ્તુત કરી રહ્યો છું.

બાળકોના જીવનનો સહજ કલરવ ખોવાઈ ગયાની ચીંતા પ્રસ્તુત રચનામાં કેટલી સચોટ રીતે પ્રગટી છે !! – જુ.

–––––––––––––––––––––––

વો કલરવ કહાં ગયા ?

વિદ્યામંદિર કે પાસ ગુજરતે, મૈને દેખા એક તમાશા;

બોજ ઢો રહી ગધેકી ભાંતી,   દેશકી ઉજ્જ્વલ આશા…

ઠંડ કે મારે આધે શહરને, છોડા નહિ થા  બિસ્તર;

નન્હા ફૂલ તબ દૌડ રહા થા, ઠુંસકે પુસ્તક–દફતર..

દેખ કે ઐસી હાલત ઉસકી,  આંખ  મેરી ભર આઇ

બાલચરિત્ર કા હનન કરે જો,  કૈસી પઢાઈ યે આઇ..

ભોર ભયે કભી તરુવર પર નિત, ચીડિયાં ચેહકા કરતી

ઘર આંગનમેં માસુમ ટોલી,   કિલકારી થી કરતી;

ગોટી, લખોટી, ગિલ્લી, ડંડા,  છુપા છૂપી સબ છૂટા;

ભૂલ ગયા બચપન અબ બચ્ચા, મિત્ર ન બાલલંગોટી..

ભૈડ બકરી સા ભરકર બાલક,  દૌડતી ઓટો રિક્ષા,

પાઠ શાલાસે ટ્યૂશન ભાગે,    શિક્ષા હે યા પરીક્ષા..

જીસકી નહીં જરૂરત ઐસે,  વિષય ઉસે ન પઢાવો

યે કુદરત કી અમૂલ્ય દેન હે,  યંત્ર ના ઉસે બનવો…

ભોલાપન ઉસકા મત છીનો,  કુછ કરો ઉનપર ભી દયા,

” કેદાર ” કહીં ના પ્રશ્ન યે ઊભરે, “વો કલરવ કહાં ગયા”?…

  • કેદારસિંહ જાડેજા

––––––––––––––––––––––––––––––––––

તેમનું સંપર્કસુત્ર : kedarsinhjim@gmail.com

અખિલ બ્રહ્માંડમાં… …(બાહરભીતર–૯)

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જૂજવે રૂપે અનંત ભાસે;

દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,

વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

વિવિધ રચના કરી અનેક રસ લેવાને,

શિવ થકી જીવ થયો એ જ આશે.

વેદ તો એમ વદે, શ્રુતિ–સ્મૃતિ સાખ દે,

કનક કુંડળ વિષે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,

અંતે તો હેમનું હેમ હોયે.

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,

જોઉં પટંતરો એ જ પાસે;

ભણે नरसैंयो એ મન તણી શોચના,

પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.