સ્વાગતમ્ , સુજ્ઞ વાચક !
જગતભરમાં પથરાયેલા ગુજરાતીઓ માટે આપણી માતૃભાષામાં ‘આપણું ગુજરાત’,’આપણી ગુજરાતી’ અને ‘આપણાં ગુજરાતીઓ’ અંગે મનભર વાતો અહીં કરવી છે.અને એ રીતે અનેક પ્રકારની સામગ્રીને એક જ સ્થાન પર,એક સાથે પ્રગટ કરવા આ વીશીષ્ટ પ્રકારનું સામયીક રજુ કરીએ છીએ.
ઈંટરનૅટનો ઉપયોગ કરતાં હજારો ગુજરાતીઓનો મોટો ભાગ હજી અંગ્રેજીમાં જ વ્યવહાર કરે છે,ગુજ.ફોંટ્સના અભાવે અને ગુજરાતીમાં ટેવ ન હોવાને કારણે ! “જ્યાં એક ગુજરાતી ત્યાં ગુજરાત” એ વાત જાણીતી અને માનીતી છે પણ ગુર્જરીનાં આજનાં સંતાનો ભાષાના એક તાંતણે હજી પણ જોડાયાં નથી એ પણ કરુણ વાસ્તવીકતા છે ! માતૃભાષા ભુલાતી જાય છે;એ મૃત:પ્રાય પરીસ્થીતીએ પહોંચી રહી છે ત્યારે એને ઉત્તમ પ્રકારનું વાચન પુરું પાડીને માતૃભાષા તરફ વાળવાનું અત્યંત મહત્વનું બની ગયું છે.
આ ‘NET-ગુર્જરી’ આપણાં પ્રદેશ-ભાષાસાહીત્ય-લોકજીવનની અનેક બાબતો આપણી સમક્ષ રજુ કરવા માગે છે.
આશા છે આપણે એને માણીશું અને માતૃભાષા-ભાષીઓની એ રીતે એક સ્નેહસાંકળ પણ સર્જી શકીશું !
આપ પણ આ સામયીકને આપનું ગણીને એમાં કેવળ વાચક તરીકે જ નહીં, લેખક તરીકે પણ જોડાઈ શકશો……
આ વીશીષ્ટ સામયીકને આંગણે આપનું સ્નેહભર્યું સ્વાગત કરીએ છીએ !
આ સામયીકના પ્રકાશનકાર્યને આશીર્વાદ,હુંફ અને સહયોગ આપનારાં સૌનો આ સાથે સાભાર ઉલ્લેખ કરીને ધન્યતા અનુભવીએ છીએ !
ઋણ સ્વીકાર :
* શ્રી કનુભાઈ જાની
* શ્રી રતીભાઈ ચંદરીયા
* શ્રી વીપુલભાઈ કલ્યાણી
* શ્રી ઉત્તમભાઈ ગજ્જર
* શ્રી સુરેશભાઈ જાની
* શ્રી હરીશભાઈ દવે
ગુજરાતી વાચકને સર્જનપ્રક્રિયામાં જોડાવા માટેનું ઈજન એક શુભ સંકેત છે.
ગુજરાતી નેટ જગત દ્વારા આપણે ધરા ગુર્જરી ઉપરાંત ગિરા ગુર્જરીની સેવા કરવા કટિબદ્ધ છીએ. આપણા સૌના હૃદયે એક વાત વસે છે: ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર. ગુજરાતી ભાષાને લોકપ્રિય જ નહીં, લોકભોગ્ય કરવાની તાતી જરૂર છે. આવનાર પેઢીઓ પ્રત્યે આપણી કોઈક અવ્યક્ત જવાબદારી છે. આપણે તે નિભાવીએ.
ગુજરાતના, ગુજરાતી ભાષાના વાચકમિત્રો આ આમંત્રણને સહર્ષ સ્વીકારી લેશે તેવી આશા છે. …… .. .. હરીશ દવે … … . . … અમદાવાદ
LikeLike
આપણી અવ્યક્ત જવાબદારીને સ્પષ્ટ રુપે વ્યક્ત કરીને આપે એક બળકટ સંદેશ પાઠવી દીધો, હરીશભાઈ !
અહીંથી ફક્ત અમે જ નહીં પરંતુ આપણાં વાચકો પણ પ્રગટ થતાં રહે ને એમ આ વાત, આપે દોહરાવી તે, વહેતી થાય, વહેતી રહે એ આપણી વહાલી માતૃભાષાની સેવા માટે અનીવાર્ય બની જાય એવું કાર્ય કરવાની શક્તી હું દીવ્યશક્તી પાસે અને સૌ વાચકો-ભાવકો પાસે ય યાચીશ.
અમારી શક્તી આપ સૌના હોંકારાથી,ટકોરાથી વધશે.
આભાર !
LikeLike
પ્રિય જુ.કાકા, અહીં મારે તો કાંઇ બોલવા જેવું લાગતું જ નથી… હું તો તમારી આ પાઠશાળાની વિદ્યાર્થી માત્ર છું એટલે તમારા આ જ્ઞાન-સાગરમાં છબછબિયાં કરવાનો લ્હાવો મને ય મળતો રહેશે એ વાતનો ઘણો આનંદ છે !
‘NET-ગુર્જરી’નાં ગુરુજનોને અભિનંદન અને વંદન!
LikeLiked by 1 person
આ સંદેશ આપણા સૌને માટે છે ને શુભેચ્છા પણ. આપણે તો એને લાયક બનીને ગુજ.ની સેવામાં રહેવાના લહાવા લેવાના,બસ.
LikeLiked by 1 person
Jugalkishorbhai,
Congratulation For ‘Shani Wani Shabad’ In Gujrati Wab Site.
LikeLike
સ્વાગત તમારું ઉદાસીભાઇ ! પણ હવે બંને બ્લોગ્સની મુલાકાત લેવી પડશે-તમે નામમાં ગોટાળો કર્યો જણાય છે.આ તો નૅટ-ગુર્જરીમાં આપણે છીએ.
સ્વાગત તો તમારું આ નૅટ-ગુર્જરી પર લેખક તરીકે પણ કરું છું. તમારા લેખો
” નયા-માર્ગ” જેવા ઉત્તમ કોટીના મેગેઝીન પર વાંચીને આનંદ આવે છે.સાંપ્રત પર અમને અનુકુળ આવે એવા લેખો આવકારીશું, સુસ્વાગતમ્ !
નયા-માર્ગ પરથી ઉદ્ઘૃત કરીને તમારા લેખો લેવાની મંજુરી પણ માંગી લઉં છું.આ મેગેઝીન ‘નયામાર્ગ’ વાંચવા-વંચાવવા જેવું છે.
LikeLike
My Dear Jugalkishorbhai
Well Done.
You would, no doubt, do wonders. I have full confidence in you. You would be able to serve Gujarati with affection, sensitivity and deep understanding.
I wish you all very best for this endevour.
LikeLike
પ્રિય જુગલભાઈ,
નેટ-ગુર્જરી સામયિક માટે અભિનંદન… પણ આ સામયિક ઓછું અને બ્લૉગ જ વધારે લાગે છે. ઈ-સામયિક કેવું હોય એ જાણવા માટે આ એક નમૂનાનો અભ્યાસ કરવા જેવો છે:
http://www.anubhuti-hindi.org/
આ હિન્દી ઈ-પાક્ષિકમાં કવિતાઓનું વર્ગીકરણ એટલું સુંદર રીતે કરાયું છે કે વાંચો તો ધન્ય થઈ જવાય…
LikeLiked by 1 person
વિવેકભાઈ! મને તો હજી પુરી બારાક્ષરીય આવડી નથી ને આ લઈ બેઠો છું ! જોકે એને હું ‘ઉતાવળ’ તો નહીં જ કહું.આગે આગે ગોરખ જાગશે જ ! તમે જ મને લીંક કરતાં સમજાવ્યું કે નહીં ? આ હીન્દીનું નવું સામયીક બતાવ્યું કે નહીં ?! આમ જ હું શીખતાં શીખતાં આને સામયીક બનાવી લઈશ.સવાલ તમે આપ્યો તેવા સહકારનો છે,જે મળી જ રહ્યો છે !(હીન્દી સામયીક સુંદર છે પણ એને હું મારો આદર્શ નહીં બનાવું. તમારા સૌની મદદથી જે બનશે-જે હજી ભાવીના ગર્ભમાં છે-તે જ આદર્શ હશે.
આભાર અને અનેક આશા-અપેક્ષાઓ સાથે…..જુ.
LikeLiked by 1 person
કાકા, જ્યારે નેટ પર પાછા ફરો ત્યારે ‘એ-તે’, ‘એણે-તેણે’ વગેરે વીશે સમજુતી આપશો?
LikeLike
ગુજરાતના, ગુજરાતી ભાષાના વાચકમિત્રો આમંત્રણને સહર્ષ સ્વીકારી લેશે.
EVEN,I AM IN BOSTON MY HEART AND MIND IS IN GUJARAT.
I WILL SEE YOU SOON IN AMADAVAD.PLEASE CONTACT US IN BPA, VASTRAPUR, AMADAVADIN JANUARY 1st,2008.
http://www.bpaindia.org
LikeLike
ગુજરાતના, ગુજરાતી ભાષાના વાચકમિત્રો આમંત્રણને સહર્ષ સ્વીકારી લેશે.
Jay Mataji,
This site is very Useful In Gujarati Language
And Also To Say
Proud To Be Gujarati
LikeLike
Jugalkishorbhai…..Visited your Blogs….Nice & may God give the strength to continue & do more & more. ABHNANDAN ! SEE you at>>>
http://www.chandrapukar.wordpress.com
LikeLike
સ્વાગત છે આ સામાયિકનું-ધન્યવાદ
LikeLike
શ્રી જુગલકિશોરજી,
ખૂબજ આદરપૂર્વક નમસ્કાર અને છંદ વિશે આટલી સરસ આધારભુત માહીતી ગ્યાન આપવા બદલ આભાર સાથે અભિનંદન.
વેબ સાઈટના સથવારે રચનાઓ વહી અને પાયાની જરુરીઆત માં આપ પૂરક બન્યા.આપે તથા શ્રી સુરેશ્ભાઈ જાની અને અન્યનું
યોગદાન ગુજરાતી સાહિત્યમાટે નઝરાણું બની રહેશે.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLiked by 1 person
your site is good for knowledge
LikeLike
ગુજરાતી ભાષામાં , which is the simplest form of poem ? શું rhyming words માં કરેલી ભાવો ની અભિવ્યક્તિ ને કાવ્ય કહી શકાય?
આપની સમય અનુકુળતા એ જરૂર સમજણ આપશો …please …..
આને શું કહી શકાય?
http://piyuninopamrat.wordpress.com/2010/10/12/%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AB%81%E0%AA%82/
LikeLike
કાવ્યને સહેલું કે અઘરું એ પરીભાષામાં ન સમજાવાય, ખાસ કરીને સર્જનના સંદર્ભે તો નહિં જ. સાહીત્યના અન્ય પ્રકારોની સરખામણી કરીએ તે બરાબર જેમ કે નવલકથા અઘરી કે ટુંકી વાર્તા. જોકે એય પણ વાજબી તો ન જ ગણાય. છતાં બે ભીન્ન સ્વરુપોની સરખામણી કદાચેય કરી શકાય, બાકી કાવ્ય તો બહુ નાજુક પદારથ છે. ભાવસભર શબ્દોને સારા લયમાં ગોઠવી દેવા માત્રથી કાવ્ય સિદ્ધ થતું નથી. એ બહુબહુ તો પદ્યરચના કહેવાય.
ખંડકાવ્ય હોય કે ઉર્મીકાવ્ય; ભાવપ્રધાન હોય કે વીચારપ્રધાન પણ એને સીદ્ધ કરવા માટે તો કાવ્યનાં પગથીયાં બરાબર ચડાવાં જોઈએ. શ્રી બ.ક.ઠાકોર સાહેબે કાવ્યશિક્ષણ કર્યું છે. એમનું એ લખાણ કવીતા લખતાં શીખવનારું છે પણ ખરેખર તો જે મને સુઝે છે તે તો ઉત્તમ કાવ્યોનું અધ્યયન, એની ખુબીઓનું ચીંતન અને પોતાની રચનાથી અભીભુત ન થઈ જવાનું વલણ – આટલી વાત તો દરેક નવસર્જકે યાદ રાખવી જ જોઈએ.
LikeLike
વેબ સાઈટના સથવારે રચનાઓ વહી અને પાયાની જરુરીઆત માં આપ પૂરક બન્યા.આપે તથા શ્રી સુરેશ્ભાઈ જાની અને અન્યનું
યોગદાન ગુજરાતી સાહિત્યમાટે નઝરાણું બની રહેશે.
LikeLike
સરતચુકથી આપનો આ અભીપ્રાય ભુલાઈ ગયો હતો. આજે મોડો પણ જવાબ વાળીને આભાર માનું છું.
LikeLike
જય શ્રીકૃષ્ણ જુગલકિશોર કાકા,
આપ અમ આંગણે આવ્યા અને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપ્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર. મોડો મોડો પણ આપને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ. આ યોગાનુયોગ કે શ્રી રમણલાલ સોની અને આપના જન્મદિવસનો એક સુભગ સમન્વય થઈ ગયો એ વાતનો તો મનેય આનંદ છે કે આ રચના થકી હું તેમા સહભાગી થયો..
આપનો ડૉ.હિતેશ ચૌહાણ “વિશ્વાસ” અને મન.
http://drmanwish.blogspot.com/
LikeLike
શ્રી જુગલકિશોરજી,
khub j saras blog banaviyo che.
LikeLike
આપનો બહુ જ આભાર, આકાશજી.
LikeLike
શ્રી.જુગલકીશોરભાઈ અને “NET-ગુર્જરી”નાં સર્વે પ્રેમીજનોને
|| વધાઈ હો…વધાઈ હો ||
શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ નાં વિજેતાપદનું ગૌરવ પ્રાપ્ત થવા બદલ અમે હાર્દિક શુભકામના પાઠવીએ છીએ.
LikeLike
આપનો ખુબ ખુબ આભાર, અશોકભાઈ !
આપ સૌ સહયોગીઓની શુભેચ્છાઓ અને આપણા સૌનો ભાષાપ્રેમ આમાં કામ કરી ગયો છે. ફરી આભાર !
– જુ.
LikeLike
શ્રી જુગલકિશોરભાઇ,
મે આપનુ ઇમેલ આઇ.ડી શોધ્યુ પણ મને ન મળ્યુ એટલે આપના આકોમેંટ બોક્સનો ઉપયોગ કરી રહીછુ. આપે મને જે માર્ગદર્શન્ આપ્યુ છે તે ખરેખર મને ખૂબ ખૂબ ઉપયોગી થૈ પડે તેમ છે અને હવેહુ આપની સલાહ મુજબ જરુર પત્રો રુપે લખવાનો પ્રયત્ન કરીશ. આપનો ખૂબ ખૂબ આભાર અને એ માટે હુ સદાય આપની ઋણી રહીશ અને જરુર પડે એક શિષ્યા સ્વરુપે આપની મદદ માગતી રહીશ ,આશાછેકે આપ મને નિરાશ નહિ કરો.
સાચેજ આપે કહ્યુ તેમ ભણાવવાની પ્રક્રિયા સાથે અનેક જગ્યાએ આપણા માનસનુ અનુસન્ધાન રાખવુ પડતુ હોયછેઅને તે મે કર્યુ પણ છે. વડોદરાની એક અગ્રગણ્ય શાળામા કામ કરવાનો લાભ ઘણોજ થયો છે સારી એવી મોટી લાયબ્રેરી અને સગવડો પણ મળીજ છે.જે પુસ્તકો ખરીદવા હોય તે ખરીદવાની પણ છૂટ હતી.
હુ ખરેખર આપનો યોગ્ય માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરુ છુ. ફરીથી અવશ્ય મળ્તી રહીશ. એજ અનિલાના
યથાઘટિત નમ્સ્કાર.
LikeLike
તમે બ્લોગ પણ શરુ કરી શકશો.
પત્રની જેવું જ સબળ માધ્યમ ડાયરી છે. પત્રમાં સામે કોઈ પાત્રની કલ્પના હોય છે. એટલે એને સંબોધન થતાં એ પાત્ર સાથેના આપણા સંબંધો, એનો સ્વભાવ વગેરે ઘણુંઘણં પત્ર લખતી વેળા આપણી સમક્ષ હોવાથી પત્રના લખાણમાં એની અસર પડે છે.
જ્યારે ડાયરી લખતી વેળા આપણી અંદર રહેલી વ્યક્તી જ સામે હોય છે ને આપણું મન જ પ્રગટ થવા લાગતું હોય છે.
એનો અર્થ એ થયો કે લખાણમાં સામે કોઈ પાત્રની જરુર હોય. જોકે બધાં લખાણોમાં આવું ન હોય. જેમજેમ કલમ ટેવાતી જાય તેમતેમ અંદરની અનુભુતી ભાષાના માધ્યમથી અભીવ્યક્ત થવા લાગે છે.
તમે જિપ્સીની ડાયરી નામના બ્લોગ પર જઈને કેપ્ટન નરેન્દ્રભાઈનાં લખાણો વાંચજો. મને તકલીફ આપવાવાળી વાત નથી. હું તો આ જ કામ લઈને બેઠો છું. jjugalkishor@gmail.com
LikeLike
૨૦૧૧ના ગુજરાતી શ્રેષ્ઠ પૈકી એક બ્લૉગ તરીકે પસંદગી પામવા બદલ હાર્દિક આભિનંદન
LikeLike
શ્રી અશોકભાઈ, આપનો ખુબ જ આભાર.
LikeLike
આપનો પરિચય અને બ્લોગ પરની સફર્થી ઘણું જાણ્યું. મેં હમણાં હમણાં મારા વિચારો/જ્ઞાનને લોકો સમક્ષ મુકવાનું શરુ કર્યું છે. – http://bestbonding.wordpress.com – બ્લોગ પર સંબંધોના આટાપાટા સમજવા અને સમજાવવા અને સ્વને ઓળખવાનો પ્રયત્ન કરેલ છે. આપની અનુકુળતાએ મુલાકાત લઈ પ્રતિભાવ આપશો તો માર્ગદર્શન મળશે અને આભારી થઈશ.
જય શ્રી કૃષ્ણ !
જગદિશ જોષી
LikeLike
शिवास्ते संतु पंथानः।
LikeLike
આને હું શુભેચ્છા કરતાં આશીર્વાદ ગણીશ. સાભાર…..
LikeLike
ખુબ જ સરસ ભાઇશ્રી,
આવી જ રીતે અમને જ્ઞાન આપતા રહો ને પ્રગતિ કરતા રહો…
ભાઇ આપને મારા બ્લોગ પર પધારવાં આમત્રિત કરુ છું
બ્લોગ લિક-Gujratiparivar00.wordprees.com
LikeLike
તમારો બ્લૉગ ખુલતો નથી. લીંક બરાબર છે ? – જુ.
LikeLike
http://gujratiparivar00.wordpress.com/
LikeLike
http://gujratiparivar00.wordpress.com
LikeLike
તમારા બ્લૉગ પરનાં લખાણો વાંચ્યાં….સરસ છે. ચાલુ રાખજો.
LikeLike
ઈન્ડી–બ્લૉગર પર “નેટગુર્જરી” અઢળક અભીનન્દન….
LikeLike
ઈન્ડી–બ્લૉગર પર “નેટગુર્જરી” પ્રથમ નંબરે આવવા બદલ અઢળક અભીનન્દન….
LikeLiked by 1 person